તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળા સલામતીના તૂત વચ્ચે બાળકો અસલામત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર | ભાવનગર | 27 જૂન

શાળામાં અભ્યાસ કરતા બાળકોની સલામતીના હેતુથી સરકાર દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી થઇ રહી છે. જે કુદરતી આપત્તી સામે બાળકો કઈ રીતે રક્ષણ મેળવી શકે તેની તાલીમ આપે છે પરંતુ ભાવનગર શહેર અને જિલ્લાની અનેક શાળાઓમાં કૃિત્રમ આપત્તી સામે બાળકો અસલામત છે. શિક્ષણ સમિતિની શાળાઓમાં જ સીસી ટીવી અને ફાયર સેફ્ટીના અભાવે બાળકો અસુરક્ષિત છે જ્યારે અમુક શાળાઓ તો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે છતાં તંત્ર જરાયે ગંભીરતા દાખવતુ નથી.

કુદરતી આપત્તીને તો અટકાવી શકાતી નથી. તંત્રની બેદરકારીને કારણે ઉભી થયેલી આપત્તી જરૂર િનવારી શકાય છે. છતાં શાળા સલામતી પ્રત્યે બેદરકાર છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 55 શાળાના 45 બિલ્ડીંગોમાં 25000 િવદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ િબલ્ડીંગમાં અસુવિધા અને સુરક્ષાના અભાવે બાળકો પર મૌન મંડાયેલું હોય છે. છેલ્લા 3 બજેટમાં શાળામાં સીસીટીવી કેમેરા મુકાવવા માટે કાગળ પર જોગવાઈ કરાઈ છે પરંતુ એક પણ શાળામાં કેમેરા લાગ્યા નથી. તેવી જ રીતે શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો જ નથી ત્યારે આગજનીના બનાવ સમયે બાળકોની શું હાલત થશે તેની કલ્પના માત્રથી કંપારી છૂટી જાય તેવી અવદશા થાય. શાળાઓમાં લટકતા જીવતા વીજવાયર, કમ્પાઉન્ડવોલને બદલે બાળકોને જાનહાની થાય તેવી લોખંડની ફેન્સીંગ, રોગના ભરડામાં સપડાઈ જાય તેવી શાળામાં ગંદકી અને દારૂની કોથળીઓ અને ઉકરડા જેવી બનેલી શાળાઓમાં બાળકો અભ્યાસ કરે છે. છતાં શાસકો અને તંત્ર છાતી ઠોકીને બાળકો સંપૂર્ણ સલામત હોવાના દાવા કરે છે.

બાળકોની સલામતી

માટે સરકારનો પરિપત્ર
શાળાઓમાંફાયર સેફ્ટી, મેદાન, દાદર સહિતની અનેક બાબતો કે જે બાળકોની સલામતીને સ્પર્શે છે. તેનો સરકારે પરિપત્ર કર્યો છે. જેની અમલવારી નગર પ્રાથમિકમાં શાસનાધિકારીએ કરવાની રહે છે. એ.બી.પ્રજાપતિ, િશક્ષણાધિકારી, ભાવનગર િજલ્લા

તો, મ્યુ.શાળાની પણ માન્યતા થવી જોઈએ રદ
શાળામાં અભ્યાસ કરતા િવદ્યાર્થીઓની સલામતી માટે ધી નેશનલ બિલ્ડીંગ કોડ ઓફ ઈન્ડીયા 2005માં સલામત શાળાના બિલ્ડીંગ માટે ફાયર સેફ્ટી, શુદ્ધ પીવાનું પાણી, સી.સી. ટીવી કેમેરા, 6 ફૂટની બાઉન્ડરી વોલ, પરિવાહન વ્યવસ્થા સહિતની ઘણી જોગવાઈ છે. અને તાજેતરમાં પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડના સચિવે બાળકોની સલામતી માટે અને પરિપત્ર કર્યો છે અને તેના ઉલ્લંઘન બદલ શાળાની માન્યતા પણ થઈ શકે ત્યારે કોર્પોરેશનની શાળાઓમાં બાળકોની સલામતીની જોગવાઈઓના લીરા ઉડે છે. આવી શાળાઓની માન્યતા જ રદ થવી જોઈએ.

કોર્પોરેશન સાથે

સતત સંકલન
શિક્ષણ સમિતિની શાળાઓમાં સીસીટીવી કેમેરા મુકવાનો પ્રોજેક્ટ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયો છે. તેમજ દરેક શાળામાં કેટલા ગાર્ડ સહિતની અન્ય સુવિધા માટે કામગીરી શરૂ છે. કોર્પોરેશન દ્વારા પુરી પાડવાની સુવિધાઓ સંદર્ભે સતત સંકલન શરૂ જ છે. નિલેશ રાવલ, ચેરમેન, શિક્ષણ સમિતિ

તસવીર - અજય ઠક્કર

અન્ય સમાચારો પણ છે...