તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરને 15 વરસથી લાંબા અંતરની ડેઇલી ટ્રેન નથી મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેતાઓ દ્વારા સેવાતું દુર્લક્ષ : અધિકારીઓ કોઇ જાતનું ધ્યાન આપતા નથી

ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર | ભાવનગર | 27 જૂન
ભાવનગર રેલવેને 2004માં 13 મેના રોજ ભાવનગર બાન્દ્રા ટ્રેન મળ્યા બાદ એક પણ લાંબા અંતરની ડેઇલી ટ્રેન નહીં મળી હોવા અંગે ભાવેણામાં ભારોભાર અસંતોષ વ્યાપી રહ્યો છે. કારણ એ છે કે સ્થાનિક નેતાગીરીએએ કે સરકારે ભાવનગર રેલવેના વિકાસમાં લેવો જોઇએ તેટલો રસ લીધો નથી.

2004માં 13 મેના રોજ ભાવનગર બાન્દ્રા ટ્રેનને ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ દ્વારા લીલી ઝંડી આપીનેે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. એ વખતે ભાવેણામાં આનંદનો માહોલ હતો. અને એ સાથે ભાવનગરી�ઓના મનમાં એક આશા પણ હતી કે આવનારા વર્ષોમાં આજ પ્રકારે ભાવનગરને લાંબા અંતરની ટ્રેનો મળતી રહેશે અને દેશના વિવિધ ભાગો સાથે ભાવેણાનું રોજીંદુ આવન-જાવન દેશના વિવિધ ભાગોથી થતું રહેશે અને ભાવેણાનો વિકાસ થતો રહેશે. પરંતુ આજે 15 વરસ થવા છતાં ભાવેણાને એક પણ લાંબા અંતરની રોજીંદી ટ્રેન મળી નથી ત્યારે ભાવેણાવાસી�ઓમાં ભારોભાર અસંતોષ વ્યાપી રહ્યો છે. આ અન્યાય પાછળ રાજકારણી�ઓ અને તેમાં ખાસ કરીને સાંસદોની ભૂંડી ભૂમિકા હોવાનું લોકો માની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...