• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • વલભીપુર તાલુકામાં ગટર સફાઇ માટે મશીન ફાળવવા માંગણી

વલભીપુર તાલુકામાં ગટર સફાઇ માટે મશીન ફાળવવા માંગણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકારનાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વલભીપુર તાલુકાનાં મોટા ભાગના઼ ગામડાઓની અંદર ગટરોનું કામ કરવા માટે ગ્રાન્ટ ફાળવણી કરવમાં આવેલ છે.

ગ્રાન્ટની રકમ ફાળવણી બાદ હાલમાં તાલુકાનાં મોટાભાગનાં ગ્રામ્ય વિસ્તારોની અંદર ગટરનું કામ કરવામાં આવેલ છે. પરંતુ ગટરોનું રહેણાંકનાં મકાનો સાથે જોડાણ આપ્યાબાદ ગટરની ડીઝાઇનનાં કારણે ગટરો અવાર-નવાર અને વારંવાર ઉભરાતી હોવાની સાથે બ્લોક થતી હોવાની વ્યાપક ફરીયાદો તાલુકા પંચાયતનાં અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ આવી રહી છે.

ગટરો ઉભરાતા ગંદુ પાણી શેરીઓની અંદર જાહેર રસ્તા ઉપર રેલાતા રોગચાળો ફેલાવીની પુરેપુરી શકયતાઓ રહેલી છે ગ્રામ્ય જનતામાં ફેલાતો રોકવા માટે ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા વલભીપુર તાલુકા પંચાયતને ગટરો સફાઇ કરવા માટેનું જેટીંગ મશીનની ફાળવણી કરવા માટે તાલુકા પંચાયતનાં કારોબારી ચેરમેન દશરથસિંહ ગોહિલ દ્વારા જિલ્લા પંચાયતનાં સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેનને રજુઆત કરવામાં આવી છે.

જિલ્લા પંચાયત દ્વારા મશીન તાલુકા પંચાયતને ફાળવવામાં આવે તો પંચાયત દ્વારા જે તે ગામડાઓના સરપંચોની રજુઆતો મુજબ તે ગામમાં મશીન મોકલીને બ્લોક થયેલી ગટરો સાફ કરીને લોકોની આરોગ્ય લક્ષી સુવિધા આપી શકાય તેમ છે.

ગટર લાઇન બ્લોક થવાની સમસ્યા

ગટર સાફ કરવાના મશીનના અભાવે વારંવાર ઉભરાતી ગટરોની વ્યાપક ફરીયાદ

અન્ય સમાચારો પણ છે...