• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • પોસ્ટમાં 9 દિવસથી ચેક ક્લિયરીંગ બંધ : લાખોનો નાણાં વ્યવહાર ઠપ

પોસ્ટમાં 9 દિવસથી ચેક ક્લિયરીંગ બંધ : લાખોનો નાણાં વ્યવહાર ઠપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર | ભાવનગર | 10 ઓગસ્ટ

ભાવનગરટપાલ ખાતામાં પ્રવર્તી રહેલી અનેક અંધાધૂંધી�ઓ વચ્ચે લોકોની પરેશાનીની હદ તો ત્યાં થઇ છે કે છેલ્લા 9 દિવસથી ભાવનગર હેડ પોસ્ટ �ઓફિસમાં ચેક ક્લીઅરિંગ બંધ થઇ ગયું છે. હેડ �ઓફિસમાં રોજના સરેરાશ 200 જેટલા ચેક આવે છે તે હિસાબે અંદાજે 1500થી વધુ ચેક એટલે કે લોકોનો નાણા વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. વળી, સ્થિતિ વચ્ચે પણ પોસ્ટ ખાતું કહી શકવાની સ્થિતિમાં નથી કે હવે નાણા વ્યવહાર ક્યારે પુનર્જીવીત થશે.

ભાવનગર હેડ પોસ્ટ �ઓફિસમાં ગઇ તા.2 �ઓગસ્ટના રોજ ચેક ક્લિઅરીંગનું કામ ઠપ્પ થઇ ગયું છે. કોઇના ચેક આગળ વધી રહ્યા નથી. અંગે જાણતાં હકીકત સામે આવી છે કે હેડ �ઓફિસનું ચેક ક્લીઅરિંગ મશીન બંધ પડી ગયું છે.

મશીન સમયસર રિપેર કરવાની પોસ્ટ તંત્રને પડી નથી. એક તરફ લોકોનો લાખો રુપિયાનો વહિવટ ઠપ્પ થઇ ગયો છે ત્યારે પોસ્ટ ખાતું હજી મશીનના રિપેરીંગ માટે ક્વોટેશન મંગાવવું મંગાવ્યા પછી બાર્ગેનીંગ કરવું અને તે મંજૂર કરવું વગેરે જમાના જૂની ટ્રેડીશ્નલ પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યું છે.

પોસ્ટ ખાતાની પારંપરિક હરકતને કારણે તા.2 પછી અત્યાર સુધીમાં 9 દિવસ પસાર થઇ ગયા છે અને લોકોના લાખોના વહિવટ ઠપ્પ થઇ ગયા છે. અંગે હેડ પોસ્ટ �ઓફિસના મુખ્ય પોસ્ટ માસ્તર મીહિર ગાંધીને પૂછતાં તે�ઓએ કહ્યું કે મશીન ચાલુ કરવા અંગેની પ્રક્રિયા ચાલુ છે. ટૂંક સમયમાં અંગેની પ્રક્રિયા ચાલુ થઇ જશે.

એપ્રુવલ બાકી છે, તુરંત કામનો ઉકેલ....

^પ્રકારની પરિસ્થિતિમાં ત્રણ ક્વોટેશન મંગાવવાં પડે , પછી તેમાથી ઉપરના લેવલે જે મંજૂર થાય તેને કામ આપી રિપેરીંગની પ્રક્રિયા થાય. પરંતુ પ્રક્રિયા અત્યાર સુધીમાં થઇ ગઇ છે. માત્ર એપ્રુવલ બાકી છે અને તે પણ ટૂંક સમયમાં મળી જશે. અને પછી તુરંત લોકોનો પ્રશ્ન હલ થઇ જશે. >કનુભાઇપારગી, એએસપી,ભાવનગર પોસ્ટ

ચેક હવે સ્કેનીંગ વગર આગળ વધતા નથી

પ્રકિયાએવી હોય છે કે ક્લિઅરિંગ માટે આવેલો ચેક પહેલા પોસ્ટ ખાતાની સિસ્ટમ મુજબ સ્કેન થાય છે અને પછી તે ક્લીઅરીંગની પ્રક્રિયામાં આગળ વધે છે. જેનું સ્કેનીંગ થયું હોય તે ક્લેરીંગ માટે આગળ મોકલી શકાતો નથી. આના કારણે સમસ્યા ઊભી થઇ છે. હવે પોસ્ટની પ્રક્રિયા એવી છે કે વાત એસપી કચેરીથી લઇને રાજકોટ સુધી લાંબી થાય છે. ક્વોટેશન વગેરેની પ્રક્રિયામાં સમય કાઢી રહ્યું છે અને લોકોને પરેશાન કરી રહ્યું છે.

ચેક સ્કેનર મશીન બગડી જતાં સમસ્યા : મશીન ક્યારે રિપેર થશે નક્કી નથી : લોકોના નાણા વ્યવહારને નોંધારૂં મુકતું પોસ્ટ તંત્ર

હેરાનગતિ | 1500થી વધુ ચેક અટવાઇ જતા મુશ્કેલી

અન્ય સમાચારો પણ છે...