તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • પ્રા. શિક્ષકોની િજલ્લા ફેરની અરજીઓ 15 વર્ષથી પેન્ડીંગ

પ્રા. શિક્ષકોની િજલ્લા ફેરની અરજીઓ 15 વર્ષથી પેન્ડીંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારીપ્રાથમિક શાળાઓમાં િવદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી હોવાની સીધી અસર શિક્ષકોની જગ્યા ઉપર પડે છે અને એટલે ભાવનગરમાંથી અન્ય િજલ્લાઓમાં ફેરબદલી કરાવવા ઈચ્છતા શિક્ષકોની અરજીઓ 15 જેટલા વર્ષોથી પેન્ડિંગ પડી છે. પરિણામે તેઓ પોતાના વતનમાં જવા ઈચ્છતા હોવા છતાં શાળા છોડી શકતા નથી.

હાલના તબક્કે પણ ભાવનગર િજલ્લાના 50થી વધુ શાળાના શિક્ષકો વધતા હોવાનું જાણવા મળ્યું છે. એજ સ્થિતિ અન્ય િજલ્લાઓની પણ છે. તમામ િજલ્લાઓમાં ધો.1થી5માં શિક્ષકોની જગ્યા ઓછી ખાલી થતા ભાવનગરમાંથી શિક્ષકો પોતાના વતનમાં કે કોઈ કારણોસર અન્ય િજલ્લામાં જવા ઈચ્છતા શિક્ષકો વર્ષોથી જઈ શકતા નથી. જોકે 6થી 8 ધોરણમાં ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓમાં બે-ત્રણ વર્ષે વારો આવી જતો હોવાનું જાણવા મળ્યું છે.

િજલ્લા પ્રા.શિક્ષણાધિકારી એ.બી.પ્રજાપતિએ જણાવ્યું તું કે, આવા શિક્ષકોની અરજીઓ પેન્ડિંગ છે. તેમાં વર્ષોનો સમય લાગ્યો છે તે વાત પણ સાચી છે. પરંતુ ધો.1થી5ની શાળાઓમાં િવદ્યાર્થીઓની સંખ્યા ઘટી હોય શિક્ષકોની વધ છે.

સરકારી સ્કૂલોમાં ઘટતી છાત્રોની સંખ્યા

અન્ય િજલ્લામાં જવું છે પણ િશક્ષકો જગ્યાના અભાવે શાળા છોડી શકતા નથી

અન્ય સમાચારો પણ છે...