તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરબ દેશોમાં વસતા િજલ્લાવાસીઓ માટે ચિંતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ કતાર સાથે સંબંધો કપાતા ઘર્ષણના અંેધાણ

ભાવનગર | 10 જૂન

સંયુક્તઆરબ અમીરાત, સાઉદી અરબ, બહેરીન, યમન, ઈજીપ્ત સહિતના દેશોએ કતાર સાથેના રાજદ્વારી સંબંધો કાપી નાખતા આરબ દેશોમાં ઘર્ષણનાં એંધાણ જન્મ્યા છે, ત્યારે ત્યાં વસતા ગોહિલવાડવાસીઓની િચંતામાં પણ વધારો થયો છે. હાલના સમયે શહેર-જિલ્લામાંથી અંદાજે 5000થી વધુ લોકો કામ ધંધાર્થે ત્યાં રહે છે.

ખાડી દેશોમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાન્ડ ટ્રમ્પની મુલાકાત બાદ મહત્ત્વના દેશોએ કતાર સાથે દુષ્મનાવટ વહોરી લીધી છે. જેના કારણે ભાવનગર શહેર-િજલ્લામાંથી ત્યાં વર્ષોથી સ્થાયી થયેલા લોકો ઉપરાંત તાજેતરમાં ગયેલા ધંધાર્થીઓના અહીં વસતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે હાલના સમયે િવદેશ મંત્રાલય દ્વારા ત્યાંના લોકોને કોઈ તકલીફ પડે તેના માટે મંત્રી સુષ્મા સ્વરાજ સહિતના તમામ સભ્યો સંપર્ક જાળવી રહ્યાં છે. અખાતના દેશોમાં સૌથી ‌વધુ ભારતીય કામદારો કામ કરી રહ્યાં છે.

શહેર-િજલ્લામાંથી 5000થી વધુ લોકો કામ-ધંધાર્થે ગલ્ફમાં રહે છે

અન્ય સમાચારો પણ છે...