તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • કોર્પો.ના ટી.પી. પ્લોટમાંથી દબાણ હટાવાતા તંગદિલી : પોલીસ દોડી ગઈ

કોર્પો.ના ટી.પી. પ્લોટમાંથી દબાણ હટાવાતા તંગદિલી : પોલીસ દોડી ગઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ અખિલેશ સર્કલ પાસે બજરંગદળનાં પ્રમુખે કરેલા દબાણ પર બુલડોઝર ફેરવ્યું

ભાવનગર | 10 જૂન

શહેરનાઘોઘારોડ પર અખિલેશ સર્કલને અડીને આવેલા કોર્પોરેશન ટી.પી. સ્કીમ નં3 ના 4037 વારના રૂા.8 કરોડના ખાલી પ્લોટમાં અશોક ગોહેલે ગેરકાયદેસર બાંધકામ શરૂ કરાતા કોર્પોરેશન દ્વારા બાંધકામ પર બુલડોઝર ફેરવતા મામલો બિચક્યો હતો. બજરંગદળના પ્રમુખ દ્વારા પેશકદમી કરવામાં આવી હતી અને દબાણ હટાવની કામગીરી અટકાવાયા બાદ પોલીસ રક્ષણ સાથે દબાણ હટાવ્યું હતું.

મ્યુ. ટીમ દબાણ હટાવવા જતા દબાણકર્તાએ કામગીરી અટકાવતા અને ટી.પી.ના મારૂભાઈ સાથે હાથાપાઈ થતા નાયબ કમિશનર જે.એ.રાણા પહોંચી ગયા હતા. વાતાવરણ તંગ થઈ જતા પોલીસ બોલાવી હતી. અંતે પોલીસ રક્ષણ સાથે દબાણને હટાવ્યું હતું. ટી.પી. પ્લોટમાં કોમર્શિયલ ડેવલપનું આયોજન કરાઈ રહ્યું છે. વિહિપના કિરીટભાઈએ તંત્રની રાગદ્વેષ સાથેની કામગીરી ગણાવી દબાણને સ્વૈચ્છિક હટાવવાની તૈયારી હતી છતાં તંત્રના હઠાગ્રહને વખોડ્યો છે.

િડમોલીશન| તંત્રની રાગદ્વેષભરી કામગીરીનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...