તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરમાં નવા ભળેલા ગામો BSNL માટે હજુ યે અણમાનીતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીએસએનએલદ્વારા ભાવનગર સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યું છે. ભાવનગર શહેરમાં ભળેલા નવા ગામો બીએસએનએલ માટે હજુપણ અણમાનીતા હોય તેમ, ગામોમાં ટેલિકોમ સેવાઓ જર્જરીત અવસ્થામાં છે.

થોડા સમય અગાઉ ભાવનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ઠ કરવામાં આવેલા નવા ગામો પ્રાથમિક સુવિધાઓ માટે પણ વલખા મારી રહ્યા છે, અને તેઓની સમસ્યાઓમાં બીએસએનએલ વધારો કરી રહ્યું છે. ભાવનગરની ભાગોળે આવેલા અને તાજેતરમાં શહેરમાં ભળેલા તરસમીયા, ફુલસર, સીદસર, નારી સહિતના ગામોમાં બીએસએનએલના મોબાઇલ ફોનનું કવરેજ ઝબૂક વીજળી જેવું છે. ક્યારેક કવરેજ મળે છે, અને મોટા ભાગના સમયમાં જર્જરીત અવાજ ક્વોલીટી સામાવાળાને મળે છે. ઉપરાંત ઇન્ટરનેટ કનેક્ટીવીટી પણ ક્યારેક મળે છે. અંગે અવાર નવાર બીએસએનએલ કચેરીને ગ્રામ્યજનો દ્વારા જાણ કરવામાં આવી હોવા છતા તેઓની સમસ્યાઓનો અંત આવતો નથી.

ખાનગી સર્વિસ પ્રોવાઇડરો 4જી અને અન્ય આધૂનિક ટેકનોલોજીથી તેઓના ગ્રાહકોને સેવા આપી રહ્યા છે, તેવા અરસામાં બીએસએનએલ જે ટેકનોલોજી તેઓની પાસે છે તેનો પણ યોગ્ય ઉપયોગ કરી શકતુ નથી. બીએસએનએલ પાસે વિશાળ નેટવર્ક છે, પરંતુ પેધી ગયેલા સરકારી બાબૂઓને બીએસએનએલની આવક વધે, ગ્રાહકોને સંતોષ આપી શકાય તેવી સેવાઓ પુરી પાડવી જેવી બાબતોમાં જરા પણ રસ નથી. તાલુકા મથકોએ લેન્ડલાઇન હજુપણ જો ટકેલી રહી હોય તો તે બ્રોડબેન્ડ ઇન્ટરનેટને કારણે છે. બ્રોડબેન્ડ ઇન્ટરનેટમાં પણ છાસવારે સમસ્યાઓ સર્જાય છે, અને સ્પીડ ઘટી જાય છે. બીએસએનએલનું ઇન્ટરનેટ ગામડાઓમાં ડચકા ખાઇ રહ્યું હોવાથી ગ્રામ્યજનોએ અન્ય નેટવર્કનો સહારો લેવો પડે છે.

મોબાઇલમાં કોલડ્રોપની સમસ્યા વકરી રહી હોય ગ્રાહકોમાં રોષ

પ્રોબ્લેમ | પેધી ગયેલા અધિકારીઓને સુધારામાં રસ નથી

અન્ય સમાચારો પણ છે...