તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • દિવ્ય ભાસ્કરના આભુષણોના પ્રદર્શનને પ્રબળ પ્રતિસાદ

દિવ્ય ભાસ્કરના આભુષણોના પ્રદર્શનને પ્રબળ પ્રતિસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લગ્નસિઝન હોય કે ઉજવણીનો સમય કે કોઇ પણ સેલિબ્રેશનનો અવસર આપણી પરંપરામાં સોના ચાંદીના ઘરેણા અને આભૂષણોની ખરીદી એક મહત્વનું અંગ ગણાય છે. હાલ સોના ચાંદીની ખરીદી માટે શ્રેષ્ઠ સમય છે ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા આભૂષણ અેક્ઝીબીશનનો આજથી ભાવનગર ખાતે ઘોઘા સર્કલ ટી.વી રીલે કેન્દ્ર પાસેના છાપરૂ હોલમાં આરંભ થયો છે અને અવનવી ડિઝાઈનની જ્વેેલરી અને આભૂષણોનું પ્રદર્શન આવતી કાલ તા.11 જૂનને રવિવારે સવારે 10.30થી રાતના 8.30 દરમિયાન ખુલ્લુ રહેશે જેમાં પ્રવેશ વિનામૂલ્યે છે.

વિખ્યાત જ્વેલર્સ પેઢી�ઓ ભગવતી જ્વેલર્સ, પંચરત્ન જ્વેલર્સ, જ્વેલ્સ વર્લ્ડ, ચાંદી મહેલ અને અબ્ધી જ્વેલર્સના સહયોગ સાથે દિવ્ય ભાસ્કર દ્વારા ભાવનગર ખાતે છાપરૂ હોલ ખાતે બે દિવસીય પ્રદર્શન આભૂષણનો આજથી આરંભ થયો છે. અવસરે ભાવનગરના મેયર નિમુબહેન બાંભણીયા, સાંસદ ડો.ભારતીબહેન શિયાળ, કલેકટર હર્ષદભાઇ પટેલ, પૂર્વ સાંસદ રાજુભાઇ રાણા, શહેર ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોષી, ચેમ્બર પ્રમુખ મહેશભાઇ ભટ્ટ, ડિસ્ટ્રીક્ટ ચેમ્બર પ્રમુખ સમીરભાઇ શાહ, ઉદ્યોગપતિ દેવેનભાઇ શેઠ, સંતોષભાઇ કામદાર વિ. વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. દિવ્ય ભાસ્કરના સી.�ઓ.�ઓ. અમિતભાઇ દોશી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આજે પ્રથમ દિવસે ભાવેણાવાસી�ઓ બ્રાઇડલથી લઇને ટ્રેડિશનલ જડતરના ઘરેણાની ખરીદી માટે ઉમટી પડ્યા હતા. અેન્ટિક જડતર અને લગ્ન પ્રસંગે બ્રાઇડલ બન્ને પ્રકારના આભૂષણોની ખરીદી માટે સારો ધસારો થયો હતો. આજે પાંચ નસીબવંતા વિજેતા�ઓને 10 ગ્રામ ચાંદીનો સિક્કો ભેટ તરીકે આપવામાં આવ્યો હતો. આવતી કાલે પણ સ્કિમ ચાલુ રહેશે. આજે એક એકથી ચડીયાતી ડિઝાઇનવાળી સોના અને ચાંદીની ડિઝાઇનર જ્વેલરી જોઇને નગરજનો અચંબિત થયા હતા અને આગામી માંગલિક પ્રસંગોની ઉજવણી માટે નસીબવંતી ખરીદી પણ કરી હતી.

પાંચ વિજેતાઓને ચાંદીના સિક્કા ભેટ

છાપરૂ હોલમાં આજે સવારે 10.30થી 8.30 સુધી એક્ઝિબિશન ખુલ્લુ રહેશે

અન્ય સમાચારો પણ છે...