તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોર્ડના જર્જરિત મકાનો : માત્ર વાયદાનો વેપાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | ભાવનગર |9 જૂન

ભાવનગરશહેરમાં તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે આવાસોની ચાવી મળતા લાભાર્થીઓમાં અકલ્પનિય ખુશી જોવા મળી રહી છે, પરંતુ વર્ષો પૂર્વે જે આવાસો હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવાયા હતા, જે મોતના સામાન બની જવા છતા આજ સુધી તેનો કોઇ ધણી થતો નથી.!!

શહેરના વર્ધમાનનગર-આદર્શનગર સોસાયટીમાં 420 આવાસો ખાલી કરાવ્યાને ત્રણ-ત્રણ વર્ષ વિતી ગયા છતા કોઇ હોંકારો આપતંુ નથી. સને.2001ના ધરતી કંપની મુસીબતમાં રહીશો આવી ગયા છે, રાજ્ય સરકારને વારંવાર રજૂઆતો કરવા છતા કોઇ આગળની કાર્યવાહી થતી નથી. ટેન્ડર સુધી કાર્યવાહી થઇ હોવાનંુ સૂત્રોએ જણાવ્યંુ હતંુ, પરંતુ આવાસો કયારે થશે તે નિશ્વિત નથી!! કેમ કે ત્રણ વર્ષે હજુ એજન્સી નક્કિ થઇ નથી.

આવા સ્થિતી નારીના મકાનોની છે, તે પણ હાઉસિંગ બોર્ડની ભેટ છે, અણધડ આયોજનના લીધે કરોડો રૂપિયાના ખર્ચે આવાસો બનાવ્યા, આજે એક પણ મકાન રહેવાની લાયક નથી. સૌ પ્રથમ માળખાકિય સુવિધા ઉભી કરવી જોઇએ, તેના બદલે નારીમાં સૌથી પહેલો સવાલ પિવાના પાણીનો છે. અહીં વર્ષો સુધી રાજકારણ ખેલાયંુ, પરિણામ મળે તેવી કોઇ સ્થિતી નથી.જેથી થોડા વર્ષોથી શાંતિ છે!!

નોંધનિય છે, હાલમાં જે આવાસો સોંપાઇ રહ્યા છે, જે આવાસોની સ્થિતી અને ટંુકા સમયગાળામાં આટલી સુવિધા મળી રહેશે, તેવંુ લાભાર્થીઓએ કયારેય સ્વપ્નમાં પણ નહોતંુ વિચાર્યંુ, જેથી આવાસો મેળવનાર લાભાર્થીઓના મોઢા પર લાલી જોવા મળી રહી છે. એટલંુ નહીં બાર ગામના પાદર જીત્યાની ખુશી હોય તેવો માહોલ આવાસોના રહીશોમાં જોવા મળી રહ્યો છે.

હવામાં ગોળીબાર | વર્ધમાનનગર અને આદર્શનગરના 420 મકાનો માટે માત્ર મોટી-મોટી વાતો થઇ

ભરતનગરમાં વર્ધમાનનગર-આદર્શનગરની સ્થિતી નજર સામે છે, છતા ટેન્ડર સુધીથી આવાસોની કાર્યવાહી અટકીને પડી છે. અહીંના રહીશો બીજે રહેવા જતા રહ્યા છે, ઘરનંુ મકાન હોવા છતા હાલમાં ભાડૂઆત તરીકે રહેતા થઇ ગયા છે.!! તસવીર- અજય ઠક્કર

નારી ખાતે મોટી સંખ્યામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો તૈયાર કર્યા હતા, પરંતુ પ્રાથમિક સુવિધાના અભાવે કરોડો રૂપિયાનંુ પાણી થયંુ છે, આવાસો ઉપર મોટંુ રાજકારણ ખેલાયંુ, છતા કોઇ પરિણામ મળ્યંુ નથી. હવે રહી શકાય તેવી સ્થિતી નથી.

ત્રણ મહિનાની ખાત્રી અાપી હતી

^સન.2001માં ધરતીકંપ આવ્યો ત્યારની વાત છે, સન. 2014માં આવાસો ખાલી કરાવ્યા અને નવા મકાનો બનાવવાની વાત કરી હતી. ભાડંુ આપવાની વાતો કરાઇ હતી, પરંતુ આજ સુધી પ્રશ્ને કોઇ હોંકારો દેતંુ નથી. >ભગવાનભાઇઆલગોતર, પ્રમુખ,વર્ધમાનનગર-આદર્શનગર એસો.

ટેન્ડરકોઇએ ભર્યંુ નથી

^જેતે સમયે ફોલોઅપ લેવાયંુ છે. મકાનો નવા કરવા સહમતિ આપી હતી, ટેન્ડર પણ થયા છે, કોઇએ ટેન્ડરમાં રસ લેતા મોડંુ થયંુ છે. હવે રિટેન્ડરિંગ કરીને આગળ વધી શકાય. >અભયસિંહચૌહાણ, ડાયરેકટર,હાઉસિંગ બોર્ડ

નારીમાં હાઉસિંગ બોર્ડના મકાનોમાં વર્ષો સુધી રાજકારણ ખેલાયંુ : પરિણામ શૂન્ય રહેતા લાભાર્થીઓમાં રોષ

અન્ય સમાચારો પણ છે...