તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોક્યુમેન્ટસ અપલોડ કરવા અંગે શિક્ષણ તંત્રની તાકિદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર 9 જૂન

રાઇટટૂ એજ્યુકેશન(RTE)ના વેબપોર્ટલ rtegujarat.org પર RTE હેઠળ પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની કામગીરી થઇ રહી છે આથી જે વિદ્યાર્થીઓએ ખરેખર RTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવી લીધો છે તેવા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટસ તા.10 જૂનને શનિવાર સુધીમાં શાળાઓએ મેળવી વેબપોર્ટલ પર અપડેટ કરી દેવાના રહેશે જો સમયમર્યાદામાં અપલોડ નહીં થાય તો અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવશે.

અંગે વધુ માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી એ.બી.પ્રજાપતિએ વધુમાં જણાવ્યું છે કે તા.10ને શનિવાર સુધીમાં પ્રવેશ લઇ લીધો હોય તેવા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટસ વેબપોર્ટલ પર અપલોડ નહીં કરવામાં આવે તો તા.12 જૂનને સોમવારના રોજ જે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટસ અપલોડ નહીં થયા હોય તેવા વિદ્યાર્થઓની જગ્યા ખાલી માની હવે પછીના રાઉન્ડમાં અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવશે. જ્યારે અન્ય સૂચના મુજબ જે તે શાળામાં જે વિદ્યાર્થીઅઓએ એડમિશન લઇ લીધું છે તેવા વિદ્યાર્થીઓના નામ admit બટન પર ક્લિક કરવા અને જો admit બટન ભુલથી ક્લિક થઇ જાય તો undo admit પર ક્લિક કરવા જણાવાયું છે. સૂચનાનું ચૂસ્તપણે અમલ કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે.

RTE અંતર્ગત શાળાઓને

વિદ્યાર્થીઓની માહિતી અપલોડ નહીં કરે તો અન્ય વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાશે

અન્ય સમાચારો પણ છે...