Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હઝરત પીર મહંમદશાબાપુના ઉર્ષ શરીફની કરાશે ઉજવણી
શહેરનાચાવડીગેટ વિસ્તારમાં આવેલા હઝરત રોશન ઝમીર પીર મહંમદશાબાપુ વાડીવાળાનો ચાર દિવસીય ઉર્ષ શરીફની આવતીકાલથી ઉજવણીનો પ્રારંભ થશે. ઉજવણી દરમિયાન અઝીમુશ્શાન ન્યાતો બયાનનો પ્રોગ્રામ અને ઝુલુસ સહિતના કાર્યક્રમો યોજાશે.
ઉર્ષ પ્રસંગે તા. 22-7 ને શુક્રવારના ઇશાની નમાઝ બાદ દરગાહ શરીફમાં મીલાદ શરીફ, તા. 23-7 ને શનિવારે ઇશાની નમાઝ બાદ રાજકોટના મશહુર ન્યાતખાં શકીલબાપુ કાદરી તથા સર્વે ગ્રુપ તેમની જોશીલી જબાનમાં એક અઝીમુશ્શાન ન્યાતો બયાનનો પ્રોગ્રામ પેશ કરશે.
તા. 24-7 ને રવિવારે રાત્રે મગરીબની નમાઝ બાદ દરગાહ શરીફમાં સંદલ શરીફનું ઝુલુસ નિકળશે. ઝુલુસ શહેરના ચાવડીગેટ, વડવાનેરા, બાપેસરા કુવા, દરબારી કોઠાર, શેલારશા પીરની દરગાહ, સંઘેડીયા બજાર, અલકા રોડ થઇ દરગાહ શરીફમાં પરત ફરશે. ત્યારબાદ દરગાહ શરીફમાં સંદલની વિધિ કરાશે. અને સામૂહિક દુઆ�ઓ કરાશે. સંદલ બાદ તમામ બિરાદરોને ન્યાઝ (પ્રસાદી) અાપવામાં આવશે. બહેનો માટે તા. 25-7 ના સાંજે 4 થી રાત્રે 8 દરમિયાન ઉર્ષમેળો ભરાશે. ઉર્ષ શરીફના તમામ કાર્યક્રમોમાં સૌને હાજરી આપી સવાબે દૌરેન હાંસિલ કરવા દરગાહ શરીફના ટ્રસ્ટી�ઓએ અનુરોધ કર્યો છે.
શહેરમાં કાલથી તા. 25-7 દરમિયાન
ઉર્ષ શરીફ દરમિયાન ઝુલુસ અને ન્યાતો બયાન સહિતના યોજાશે અનેક કાર્યક્રમો