તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર એસ.ટી. તંત્રને એક દિવસમાં 15 લાખનું નુકસાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર | ભાવનગર | 20 જુલાઇ

દલિતઆંદોલનના કારણે ભાવનગર એસટીની કોઇ બસને સીધું કોઇ નૂકસાન નથી થયું પરંતુ અાગમચેતીના ભાગ રૂપે ડીવીઝનની તમામ 300 જેટલી બસો થંભાવી દેવામાં આવતાં ભાવનગર એસટીને આર્થિક રીતે રૂ.15થી 20 લાખ સુધીનું નૂકસાન થયું છે. સામાન્ય અંદાજ મુજબ જીલ્લામાં લગભગ 75000 જેટલા લોકોનું વિવિધ સ્થળનું આવાગમન અટકી જતાં લોકો ભારે પરેશાન થયાં હતાં.

ભાવનગર એસટીમાં અહીંથી જૂનાગઢ, અમરેલી, બોટાદ સહિતની બસો રોકી દેવાના નિર્ણય સાથે ભાવનગર એસટીએ બસ વ્યવહાર આંશિક રૂપે ચાલુ રાખ્યો હતો પરંતુ રેલીઓ, દેખાવો અને પોલીસની સલાહ તેમ મધ્યસ્થ કચેરીની સૂચનાને લઇને બપોર સુધીમાં લગભગ તમામ બસો થંભાવી દેવાનો નિર્ણય લીધો હતો. નિર્ણયને લઇને ભાવનગર એસટીની એક પણ બસને નૂકસાન નહીં થયું હોવાનો રિપોર્ટ છે. પરંતુ એસટીને ના કારણે રોજીંદી આવકમાં રૂ. 15 થી 20 લાખનું અંદાજીત નૂકસાન થયું છે. 300 જેટલી ગાડીઓ જ્યાં હોય ત્યાં નજીકના ડેપો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં થંભાવી દેવાની સુચના મળતાં 75000 મુસાફરો રઝળી પડ્યા હતા.

પરિસ્થિતિ સલામત થાય પછી બસો ચાલુ થશે

^ભાવનગરએસટીએ પોલીસની સલાહ અને પરિસ્થિતિ સામે આગમચેતીને લઇને હાલ તમામ બસ વ્યવહાર બંધ કરી દીધો છે. 300 જેટલી બસો થંભાવી દેવાતાં એસટીને 15 લાખ જેવું નૂકસાન જરૂર થયું છે પરંતુ ગઇ કાલ મોડી રાતના બોટાદ અને ગઢડાની બે બસોને નૂકસાનના બનાવ બાદ આજની તારીખમાં કોઇ બસને નૂકસાન નથી. હવે પરિસ્થિતિ સલામત જણાશે ત્યારે બસો એક પછી એક ચાલુ કરાશે. >બી.આર.ડીંડોડ,ડીસી,એસટી, ભાવનગર

બોટાદ-ગઢડાની બે બસોને નુકસાન

વ્હીલસ્ટોપીંગ ઓર્ડર હોવા છતાં ગઇ કાલે મોડી સાંજે બોટાદમાં તુરખા ગામની કેટલીક વિદ્યાર્થિનીઓને માનવતાના ધોરણે મૂકવા જવું જરૂરી બની ગયું હોઇ એક બસ મોકલવામાં આવી હતી, જે બસને પાછી ફરતી વખતે ટોળાંએ નૂકસાન કર્યું હતું. બીજી મહેસાણાથી મોડી રાત્રે ગઢડા આવી રહેલી એક બસને ટોળાઅં સાળંગપુર રોડ પર નૂકસાન પહોંચાડ્યું હતું. ગઇ મોડી રાતના બે કિસ્સાને બાદ કરતાં આજની તારીખમાં મોડી સાંજ સુધી એક પણ બસને નૂકસાન થયું નથી.

ડિવિઝનની 300 બસો થંભાવી દેવાઇ : ડિવિઝનમાં 75000થી વધુ આબાલવૃદ્ધ મુસાફરો રઝળી પડ્યા

વ્હીલ સ્ટોપ ક્રાઇસીસ | દલિતોના આંદોલનના કારણે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો