તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં દલિતોની રેલી, પથ્થરમારો , બજારો બંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર |ભાવનગર | 20 જુલાઈ

ઉનાતાલુકાનાં મોટા સમઢિયાળા ગામે દલિત સમાજનાં યુવાનો પર થયેલા હુમલાનો વિરોધ ભાવનગર શહેર-જિલ્લામાં ગઈકાલથી ભભૂક્યો છે. જેમાં બુધવારે ભાવનગર બંધનું એલાન દલિત સમાજ દ્વારા અપાવવામાં આવેલ. દરમ્યાન કેટલાક લોકોનાં ટોળા શહેરની મુખ્ય બજાર, હલુરીયા ચોક, પીરછલ્લાં શેરીમાં નીકળ્યા હતા અને ખુલ્લી દુકાનો બંધ કરાવી હતી. તો કેટલીક જગ્યાએ તોડફોડ કરી માલ-મિલ્કતને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસ સાથે હતી પરંતુ માત્ર મુક પ્રેક્ષક બની તમાશો જોતી હતી.

શહેરમાં બુધવારે સવારે 10-00 વાગ્યાથી જશોનાથ ચોકમાં દલવિત સમાજની જુદી-જુદી સંસ્થાઓનાં લોકોનાં ટોળા એકઠા થયા હતા. અને ત્યાં જય ભીમનાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જુદી-જુદી દીશાઓમાંથી લોકોનાં ટોળા દરેક િવસ્તારોમાં દુકાનો-બંધ કરાવતા નીકળી પડ્યા હતા. અને તમામ લોકો જશોનાથ સર્કલમાં એકઠા થયા હતા. ત્યાંથી મોતીબાગ થઈ તમામ મેઈન બજાર, શાકમાર્કેટ, આંબાચોક, ગોળબજાર, પીરછલ્લા, વોરાબજાર, િદવાનપરા થઈ કાળાનાળા અને ત્યાંથી સંત કંવરરામ ચોક થઈ વાઘાવાડી રોડ પર ગયા હતા. રસ્તામાં આવતી તમામ દુકાનો, બેન્કોને બંધ કરાવવામાં આવેલ.

કેટલાક લોકોએ ખુલ્લા શો-રૂમો પર પથ્થરમારો કરી શોરૂમનાં કાચ તોડ્યા હતા. તો કલેકટર કચેરી સામે આવેલ પેટ્રોલપંપો પણ બંધ કરાવ્યા હતા. એક દંપતિ પોતાની કારમાં જતું હતું તેને પણ ટોળાએ નિશાન બનાવી કારમાં તોડફોડ કરી હતી. એક તબક્કે ટોળાએ કલેકટર કચેરીને પણ ઘેરાવ કર્યો હતો. મુખ્ય બજારમાં ટોળાએ તોડફોડ શરૂ કરતાં કેટલાક દલિતો નારાજ થયા હતા અને ઘોઘાગેઈટથી પાછા વળી ગયા હતા.

બપોર પછી શહેર કોંગ્રેસ અનુ.જાતિ. િવભાગ ભાવનગર િજલ્લો, િજલ્લા કોંગ્રેસ અનુ.જાતિ િવભાગ ભાવનગર િજલ્લા અને ગુ.પ્ર.કોંગ્રેસ એસ.સી. િવભાગ ગુ.પા.અમદાવાદ અને ભાવનગરનાં જુદા-જુદા દલિત સંસ્થાઓ, માજી ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ વગેરે દ્વારા ઉ‌નામાં બનેલી ઘટનાને વખોડી તેનો િવરોધ વ્યક્ત કરી ભાવનગર િજલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ભાવનગરમાં જુદા-જુદા દલિત સમાજો દ્વારા આજે બંધનું એલાન જાહેર કર્યું હતું. જે સંદર્ભે બુધવારે ભાવનગરના સીટી બસ વીટકોસ નાં તમામ રૂટો સવારથી બંધ રાખવામાં આવ્યા હતા.

જ્યારે પરિસ્થિતિ કાબૂમાં રહે અને કોઈ અનિચ્છિનીય ઘટના બને તે માટે ભાવનગર જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સવારથી શહેરભરમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સિહોર, વલભીપુર, ગારિયાધાર અને ઉમરાળામાં સજ્જડ બંધ પળાયો હતો અને આવેદનપત્ર આપી દલિતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

તસવીર - અજય ઠક્કર

દલિત અત્યાચાર મામલે રાજ્યપાલને આવેદન

ઉનામાંદલિતો પર અત્યાચારના મામલે દલિત અધિકાર સંઘ દ્વારા રાજ્યપાલને ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપી અમાનવીય વ્યવહાર અટકે અને સરકાર મામલે કડક પગલા લે તેવી માંગ કરી છે. ઉપરાંત ભોગ બનનારા દલિતોને સ્પેશિયલ પેકેજ સ્વરૂપે આર્થિક સહાયની માંગ પ્રદેશ મંત્રી મોહનભાઇ બોરીચાએ કરી છે.

ટોળાએભુતા હોસ્પિ.ના દરવાજાના કાચ તોડ્યા

સિહોરમાંદલિત અગ્રણી માવજીભાઇ સરવૈયાને મામલતદાર કચેરી ખાતે છાતીમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. ત્યારે બહાર ઉભેલા ટોળાએ ભુતા હોસ્પિટલના મેઇન દરવાજાના કાચ પર પથ્થરમારો કરતા મેઇન દરવાજો તૂટી ગયો હતો.

ટોળા જોઇ વિદ્યાર્થીઓ બન્યા ભયભીત

ઊનાકાંડના પગલે દલિત પેન્થર સંગઠ્ઠન દ્વારા અાપવામાં આવેલા ગુજરાત બંધના પગલે ભાવનગરમાં દલિતોના ટોળા અને પોલીસના જંગી કાફલાને સંતાકુકડીની જેમ નીહાળી શાળાએથી છુટી ઘરે જઇ રહેલા નાની વયના વિદ્યાર્થીઓ ડઘાઇ ગયા હતા અને પરિવહનના સાધનોમાં રડવા લાગ્યા હતા. બુધવારે સવારથી શાળા-કોલેજો રાબેતા મુજબ ચાલુ હતી, અમુક શાળાઓએ બંધ રાખવાનું મુનાસીબ માન્યુ હતુ. જે શાળાના બાળકો નિયત સમય મુજબ છુટ્યા બાદ પોતાના વાહનો વડે ઘરે જઇ રહ્યા હતા, ત્યારે સુત્રોચ્ચાર પોકારતા બજારો બંધ કરાવી રહેલા ટોળા અને તેઓની સાથે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંભાળી રહેલા પોલીસ કાફલાને જોઇ અને બાળકો ડરી ગયા હતા, અને કાંઇક થયુ અથવા થશે તેવા ભયથી રડવા લાગ્યા હતા.

મહુવામાં પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ

બપોરના12 વાગ્યાપછી ગ્રામ્ય િવસ્તારના દલિત સમાજના ટોળા ગાંધીબાગ ખાતે એકઠા થયા હતા અને બળપૂર્વક બજાર બંધ કરવાની શરૂઆત કરતા. રાજ સ્ટોર્સ અને અંકીતા સ્ટોરમાં ટોળાએ તોડફોડ કરી હતી. જેથી પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી અને ઘર્ષણના કારણે બજારો ટપોટપ બંધ થઇ ગઇ હતી. પોલીસે આંદોલનકારોને બળજબરીપૂર્વક પીસીઆર વાનમાં બેસાડ્યા હતા. જેને પાછળથી છોડી મુકાયા હતા. વગર મંજૂરીએ દલિતોના ટોળા બજાર બંધ કરાવવા નીકળી પડ્યા હતા. આગામી તા.22-7ને શુક્રવારે દલિત સમાજ દ્વારા મહુવામાં િવશાળ રેલી કાઢવાની મંજૂરી માંગી હોવાનું જાણવા મળેેલ છે.

શાકમાર્કેટમાં લારી-ગલ્લાવાળા ભોગ બન્યા

ભાવનગરનાંદલિત સમાજ દ્વારા ઉનામાં થયેલા દમનનાં વિરોધમાં નીકળેલા દલિત સમાજનાં ટોળાએ શહેરની મુખ્ય શાકમાર્કેટમાં લારીઓ લઈ ફ્રુટ અને શાકભાજીનો વેપાર કરતાં નાના વેપારીઓને નિશાન બનાવ્યા હતા અને તેઓની લારીઓ ઊંધી વાળી દીધી હતી. અને રીતસરની ફ્રુટ-શાકભાજીની લૂંટફાટ ચલાવી હતી. જેથી નાના વેપારીઓ હેરાન-પરેશાન થઈ ગયા હતા.

એસ.પી.એ. નેત્ર દ્વારા તમામ ગતિવિધી પર નજર રાખી

ભાવનગરમાંબુધવારે દલિત સમાજે બંધનું એલાન આપી, રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારે તમામ ગતિવિધી પર નજર રાખવા પોલીસે ત્રણ ટેબ્લેટ સાથે ઘટનાઓનું મોનીટરીંગ કર્યું હતું. સમગ્ર શહેરમાં ગોઠવાયેલા સીસી ટીવી કેમેરા ઉપરાંત 3 ટેબલેટ દ્વારા દલિત સમાજની ગતિવિધિ પર નેત્ર કંટ્રોલરૂમમાં બેસી ખુદ એસ.પી.એ મોનિટરીંગ કરી પોલીસ તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા.

દલિતો પર અત્યાચારની ઘટનાના ઘેરા પડઘા : દુકાનો બંધ કરાવી, કેટલાક શોરૂમનાં કાચ ફોડ્યા, પોલીસ મુક પ્રેક્ષક બની રહી

આક્રોશ | જુદી-જુદી જગ્યાએથી દલિત સમાજનાં ટોળા જશોનાથ સર્કલમાં એકઠા થયા ત્યાંથી રેલી સ્વરૂપે બજારમાં ફર્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો