મોબાઇલ હોમીયો ડિસ્પેન્સરીનો થશે પ્રારંભ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | સ્નેહા ફાઉન્ડેશન દ્વારા પછાત અને આરોગ્યની દ્રષ્ટિએ જરૂરીયાતમંદ ગ્રામ્ય વિસ્તારોના રહિશોના લાભાર્થે મોબાઇલ હોમીયો ડિસ્પેન્સરી શરૂ થશે. ડિસ્પેન્સરી રોજ સાંજે ગામડાઓમાં કાર્યરત રહેશે. ડિસ્પેન્સરીના ઉદઘાટનનો કાર્યક્રમ આજે સવારે 10-30 કલાકે જલારામ મંદિરમાં રાખેલ છે. અધ્યક્ષ નિશિથભાઇ મહેતાની હાજરીમાં ડો. શિલ્પાબેન એમ. દોશીના હસ્તે ઉદઘાટન કરાશે.