• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • MBA MCAમાં પ્રવેશ માટે 27 જૂનથી પીન વિતરણ : 3 ઓગસ્ટ અંતિમ િદવસ

MBA-MCAમાં પ્રવેશ માટે 27 જૂનથી પીન વિતરણ : 3 ઓગસ્ટ અંતિમ િદવસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજયુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 24 જૂન

એસીપીસીદ્વારા રાજ્યની એમબીએ અને એમસીએની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાના આરંભ રૂપે તા.27 જૂનને મંગળવારથી પીન વિતરણનો આરંભ થશે અને પ્રક્રિયા તા.3 જુલાઇ સુધી શરૂ રહેશે. કોટક મહિન્દ્રા બેન્કની શાખાઓમાંથી પીન નંબરનું વિતરણ થશે. જરુરી દસ્તાવેજો, આધાર પુરાવા વિ.ની નોંધ અને ભરવા માટે જુદા જુદા હેલ્પ સેન્ટર ખાતે તા.28 જૂનથી તા.4 જુલાઇ સુધી કાર્યવાહી શરૂ રહેશે. જ્યારે બેઠકોની કાર્યવાહી પૂર્ણ થતા તા.10 જુલાઇના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.

એમબીએ અને એમસીએની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ તા.11 જુલાઇથી તા.13 જુલાઇ સુધી વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરી શકાશે. તા.17 જુલાઇએ ચોઇસ ફિલીંગ (મોક રાઉન્ડ)નું પરિણામ જાહેર થશે. 17 જુલાઇએ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. સાથે કોર્સીસની સંસ્થાઓ અને તેમાં બેઠકોની ફાઇનલ જાહેરાત કરવામાં આવશે.

તા.18 જુલાઇથી 21 જુલાઇ સુધી ઉમેદવારો અંતિમ તબક્કના એડમિશન માટે ચોઇસ ભરી વિકલ્પ પણ આપી શકશે. 27 જુલાઇના રોજ બેઠકો, પ્રવેશ આપવામાં આવશે. ત્યાર બાદ તા.27 જુલાઇથી 31 જુલાઇ સુધી બેન્કની શાખાઓમાં ટ્યુશન ફી ભરી ઓનલાઇન પર જઇ એડમિશન સ્લિપ મેળવી લેવાની રહેશે. તા.27 જુલાઇથી તા.1 ઓગસ્ટ સુધીમાં એડમિશન રદ કરાવી શકાશે. જ્યારે પ્રથમ રાઉન્ડ બાદ જગ્યાઓ ખાલી પડશે તેની જાહેરાત તા.2 ઓગસ્ટે કરવામાં આવશે. બીજા રાઉન્ડમાં રિશફલિંગ અને ચોઇસ ફિલીંગની પ્રક્રિયા તા.3 ઓગસ્ટથી તા.5 ઓગસ્ટ સુધીમાં થશે.

બીજા રાઉન્ડમાં બેઠકોનું એલોટમેન્ટ તા.9 ઓગસ્ટે કરવામાં આવશે. બેંકોની શાખામાં ટ્યુશન ફી ભરી ઓનલાઇન અેડમિશન માટે તા.9 ઓગસ્ટથી તા.11 ઓગસ્ટ સુધી કાર્યવાહી થશે. 9 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધીમાં પ્રવેશ રદ કરાવી શકાશે. તો શૈક્ષણિક સત્રનો આરંભ તા.9 ઓગસ્ટ,2017થી થશે. અંતિમ ચરણમાં તા.14 ઓગસ્ટે બીજા રાઉન્ડ બાદ ખાલી જગ્યા પડે તેની જાહેરાત કરાશે.

ફોર્મ ભરાયા બાદ 10 જુલાઇના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે

પ્રવેશ પ્રક્રિયા | 17 જુલાઇએ ફાઇનલ મેરિટ લિસ્ટની જાહેરાત કરાશે

અન્ય સમાચારો પણ છે...