તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ફેરી સર્વિસ પ્રોજેક્ટ અંગે દૈનિક પુછપરછ કરી રહેલા મુખ્યમંત્રી

ફેરી સર્વિસ પ્રોજેક્ટ અંગે દૈનિક પુછપરછ કરી રહેલા મુખ્યમંત્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તત્કાલીનમુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ પ્રોજેક્ટમાં થયેલી ઢીલ બાદ હવે ઓગસ્ટ માસમાં તેનું લોકાર્પણ ગોઠવી શકાય તેના માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી)ના અધિકારીઓ સાથે દૈનિક ધોરણે અપગ્રેડેશન અંગે રીપોર્ટ મેળવી રહ્યા છે.

ઘોઘા ખાતે 66 માસ અગાઉ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત કરવામાં આવ્યુ હતુ, પરંતુ ખંભાતના અખાતના ભારે દરિયાઇ કરન્ટને કારણે પ્રોજેક્ટની કામગીરીમાં વિક્ષેપ સર્જાઇ રહ્યો હતો. બીજી તરફ આર્થિક બાબતોમાં જીએમબી અને પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટર વચ્ચે વારંવાર માડાગાંઠ પડતા કામગીરી ઠપ્પ થઇ જતી હતી, અને બાદમાં ગોકળગાયની ગતિએ ચાલી રહી હતી. ખાતમુર્હૂતના ભાષણ દરમિયાન નરેન્દ્ર મોદીએ 15 માસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની વાત ગળુ ખોંખારીને કરી હતી, અને વીડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગતા સરકારને નીચું જોવા જેવું થઇ રહ્યું છે.

બીજી તરફ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભાવનગર જિલ્લામાં કોઇ નોંધપાત્ર કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી નહીં હોવાથી લોકોમાં શાસકપક્ષ પ્રત્યે થોડી નારાજગી જોવા મળી રહી છે. તમામ બાબતોની નકારાત્મક અસર આગામી વિધાનસભા ચૂંટણીમાં પડે નહીં અને ઓગસ્ટમાં ફેરી સર્વિસનું લોકાર્પણ થઇ જાય તેના માટે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી હવે દૈનિક ધોરણે પ્રોજેક્ટના અપડેટ લેવામાં આવી રહ્યા છે.

બીજી તરફ જીએમબીના અધિકારીઓ પણ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ શરૂ થઇ જાય તો અન્ય પ્રોજેક્ટ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી શકે, તેના માટે પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટર પર દબાણ વધારી રહ્યા છે. લિન્ક સ્પાન હજીરાથી ઘોઘા પુન: લાવવામાં આવે તે પૂર્વે ઘોઘા અને હજીરા ખાતે જે કોઇ નાની નાની કામગીરીઓ બાકી રહી છે, તેને આટોપી લેવા માટે તાકીદ કરવામાં આવી રહી છે.

ફેરી સર્વિસ પ્રોજેક્ટની 25 જાન્યુઆરી 2012માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નાળિયેર ફેંકી 2014 સુધીમાં યોજના શરૂ થઇ જવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 5 વર્ષના સમયગાળામાં અનેક તારીખો અપાતા જનમાનસ ઉપર રાજકારણના ખોટા વચનોની છાપ ઉદ્દભવી છે. ત્યારે વિજય રૂપાણી દ્વારા કરવામાં આવતું ફોલોઅપ આવકારદાયક છે.

66 માસ બાદ પ્રોજેક્ટ પૂર્ણ નહીં થતા CM રૂપાણી અકળાયા : ઓગસ્ટમાં લોકાર્પણ કરવા માટે ધમધમાટ

ઘોઘા-દહેજ ફેરી સર્વિસમાં હવે મુદ્દત પડે નહીં તે માટે

અન્ય સમાચારો પણ છે...