શહેરમાં રસ્તાઓ પર ગેરકાયદે બમ્પોનું નડતર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |11 માર્ચ

ભાવનગરશહેરમાં લોકો 1500થી વધુ સ્પીડ બ્રેકરો ઠેકે છે, નવાઇની વાત તો છે કે, તેમાં મોટા ભાગના સ્પીડ બ્રેકર ગેરકાયદેસર બનાવેલા છે. શહેરમાં કોઇ પણ રોડનંુ કામ હાથ ધરવામાં આવે ત્યા લોકોની એક ભલામણ બમ્પની હોય છે!!

શહેરમાં જાહેર માર્ગો પર સ્પિડ બ્રેકરો છે જ, પણ તેનાથી વધુ આંતરિક સોસાયટીઓમાં સંખ્યા બંધ બમ્પ છે, વાહનને કમ્ડમ હાલત કરી નાખતા બમ્પની ગાઇડ લાઇનનંુ પાલન થતંુ નથી. માંડ બે ત્રણ ટકા નિયમ અનુસારના સ્પિડ બ્રેકરો છે, જેની લોકોને છુટકે આવા ગેરકાયદે ખડકી દેવાયેલા બમ્પ ઠેકવાની ફરજ પડે છે. મ્યુ. કોર્પોરેશનને કડક બનીને શાસકને સાથે રાખીને ગેરકાયદે સ્પિડ બ્રેકરો દૂર કરવાની ઝંુબેશ હાથ ધરવી જોઇએ, તેવી ચર્ચા વાહન ચાલકોમાંથી ઉઠી રહી છે.

નિયમો નેવે | શહેરમાં માત્ર બે થી ત્રણ ટકા સ્પીડ બ્રેકર કાયદેસરના હોય વાહનો થોડા સમયમાં બગડે છે માત્ર 135 સ્પીડ બ્રેકરો કાયદેસર, બાકીના તમામ ગેરકાયદે 1400 જેટલા બમ્પ લોકોને છૂટકે ઠેકવા પડે છે!!

સ્પિડ બ્રેકરના કોઇ પ્રકાર તો નથી, પણ સામાન્ય રીતે દોઢથી બે મીટર પહોળાઇ તેમજ 4થી 5 ઇંચ ઉંચાઇ રાખવાની હોય છે, બાકીના તમામ ગેરકાયદેસરના સ્પિડ બ્રેકર ગણાય છે. જોકે, ભાવનગરમાં મોટા ભાગના સ્પિડ બ્રેકર નિયમ વિરૂધ્ધ છે.!!

સ્પીડ બ્રેકર કયાં બનાવી શકાય ?

વર્ષોસુધી કોઇ નિતી નિયમો વગર મ્યુ. કોર્પોરેશન સ્પિટ બ્રેકર બનાવવતંુ હતંુ, પરંતુ મે 2013થી ચોક્કસ નિયમો ઘડી કાઢયા છે. જેમાં

> વધુ ટ્રાફિક વાળા રસ્તા સાથે નાના રસ્તાનંુ ક્રોસિંગ થતંુ હોય

> સ્કૂલ, આંગણવાડી, કોલેજ કેમ્પસ, હેલ્થ સેન્ટર, મોટા દવાખાના, હોસ્પિટલ વિગેરે જાહેર પબ્લિક પ્લેસ હોય તેવા રસ્તે જરૂરિયાત જણાય તો

> બ્લાઇન્ડ ટર્નીંગ વાળા રસ્તાઓ પર ટર્નીંગની બંને તરફ

> લાંબા વળાંક વાળા એવા રસ્તા કે જ્યાં વારંવાર અકસ્માતો સર્જાતા હોગ તેવા રસ્તાની બંને બાજુના એપ્રોચ પર

> તમામ માનવ રહિત કે માનવ સહિતના રેલ્વે ક્રોસીંગ પર

> નબળા કે સાંકડા બ્રિજના એપ્રોચ પર

> ટેમ્પરરી ડાઇવર્ઝનના એપ્રોચ પર

> શહેરમાં પ્રવેશતા હાઇવે પર, ગીચ વિસ્તાર નજીક હોય અને વારંવાર અકસ્માતો સર્જાતા હોય અને તેમજ જરૂર જણાય તો

> જે રસ્તા પર બહેરા-મંુગા, અંધ કે વિકલાંગોની શાળા, સંસ્થાઓ, વૃધ્ધાશ્રમ આવેલા હોય ત્યા સ્પિડ બ્રેકર બનાવવા જોઇએ.

સ્થાનિકો વિરોધ કરે છેેે...

^સ્પીડબ્રેકર કાઢવા જઇએ તો સ્થાનિક લોકો તેનો વિરોધ કરે છે. રોડ બનાવતી વખતે કોઇની વાત ધ્યાન લેવાતી નથી, પણ પાછળથી સ્પીડ બ્રેકર બનાવી દેવાય છે, મોટા ભાગના ગેરકાયદે બમ્પ છે જ. બમ્પથી વાહનોને નુકસાન છે જ. >એમ.કે.મકવાણા,કા.પા.ઇજનેર, વોટર વર્કસ,

અન્ય સમાચારો પણ છે...