કાઉન્ટ ડાઉન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજયુકેશન રિપોર્ટર | ભાવનગર |11 માર્ચ

તા.15માર્ચથી ધો.10 અને ધો.12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા�ઓનો આરંભ થવાનો છે. પરીક્ષાઓમાં ઉચ્ચ ટકાવારી મેળવવાનો પ્રયાસ જરૂર કરો મહત્વાકાંક્ષી પણ રાખો પરંતુ પરીક્ષાનો હાઉ, ટેન્શન , ભય, દ્વિધા�ઓની મન પર ખોટી માઠી અસર થાય છે. નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન સાચું છે પણ જો એકાદ નિશાન ચૂકી જવાય તો કાંઇ આખુ જીવન હારી ગયા તેવું નથી. સર્વેક્ષણો પણ દર્શાવે છે કે બોર્ડની પરીક્ષામાં ઉજ્જવળ ટકાવારી મેળવનારા વિદ્યાર્થી�ઓમાં 40 ટકા જેટલા વિદ્યાર્થી�ઓ જીવનની કારકિર્દીમાં નિષ્ફળ ગયા છે તો સામા પક્ષે બોર્ડની પરીક્ષામાં મધ્યમ કે એવરેજ ટકાવારી લાવનારા 60 ટકા વિદ્યાર્થી�ઓ જીવન કારકિર્દીમાં સફળ રહ્યાં છે. પરીક્ષામાં વિદ્યાર્થી�ઓની માનસિક શક્તિ અપાવે છેસફળતા.

બોર્ડની ટકાવારી વધુ મળે તે માટે પ્રકારની માનસિક શક્તિનો ઉપયોગ કરવો જેમાં બુદ્ધિશક્તિ એટલે કે પ્રશ્નને બુદ્ધિપૂર્વક સમજી બુદ્ધિથી અભિવ્યક્તિ કરવી, બીજી શક્તિ છે ભાષા શક્તિ એટેલ કે જે તે વિષયની પરિભાષા પ્રમાણે જવાબ લખવા, સંકલ્પના શક્તિ જેમાં પુછ્યું હોય તે ખ્યાલ સ્પષ્ટ કરવો. સ્મૃતિ શક્તિ જે લખો તે પૂરેપુરૂ યાદ કરીને લખો, વિચારશક્તિ એટલે કે ઉત્તરની રજૂઆત તર્કબદ્ધ રીતે કરો અને અંતે સમસ્યા ઉકેલ શક્તિ એટલે કે જે પ્રશ્ન છેે તેના ઉત્તર મુદ્દાસર લખવા.

બોર્ડની પરીક્ષામાં ધાર્યા કરતા �ઓછી ટકાવારી આવે તેમ હોય તો પણ નાસીપાસ થયા વગર જીવન કારકિર્દી ઘડી શકાય છે. અત્યાર પરીક્ષામાં પૂરતી તૈયારી કરવી પણ પરિણામનું ખોટું ટેન્શન રાખવું.

મધ્યમ પરિણામ છતાં તેજસ્વી સફળતા શું કામ

^જે વિદ્યાર્થી�ઓ બોર્ડની ધો.10 કે ધો.12ની પરીક્ષામાં સામાન્ય ટકાવારી મેળવવામાં સફળ રહ્યાં તે�ઓએ અન્ય ક્ષેત્રે જ્વલંત કારકિર્દી ઘડવામાં સફળતા મેળવી છે તેમાં તેમની શારીરિક ક્ષમતા સાથે બુદ્ધિ, વ્યવહારૂ બુદ્ધિ, આર્થિક બુદ્ધિ, ટેકનિકલ બુદ્ધિ, સાંસ્કૃતિક બુદ્ધિ વિગેરે બહુઆયામી બુદ્ધિ કામ લાગી છે અને તેવા 60 ટકા પોતાની જીવન કારકિર્દીમાં સફળ થયા છે. >પ્રિ.મનહરભાઇઠાકર, સંઘવીબી.એડ.કોલેજ

માનસિક શક્તિઓ અપાવશે પરીક્ષામાં સફળતા

અન્ય સમાચારો પણ છે...