હોળી પૂર્વે તાપમાનની ઉંધી ચાલ : ગરમી ઘટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર |11 માર્ચ

સામાન્ય રીતે હોળીનું પર્વ આવતા આવતા ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે અને શિયાળો પૂર્ણ થાય છે પણ વખતે તાપમાનની ઉંધી ચાલ જોવા મળી છે. કાશ્મીરમાં ભારે બરફ વર્ષા થતા અને તેનો ટાઢોબોળ પવન ગોહિલવાડ સુધી આવી પહોંચતા છેલ્લા 24 કલાકમાં શહેરના બપોર અને રાતના તાપમાનમાં ઘટાડો થયો છે.

ભાવનગર શહેરમાં ગઇ કાલે બપોરના સમયે મહત્તમ તાપમાન 33.5 ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે 24 કલાકના સમય 1.8 ડીગ્રી સેન્ટીગ્રેડ ઘટીને આજે બપોરે 31.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરેના સમયે ગરમીનું પ્રમાણ વધવાને બદલે ઘટી ગયું હતુ.

આવી રીતે છેલ્લા 24 કલાકમાં ભાવનગર શહેરમાં રાત્રિન લઘુત્તમ ઉષ્ણતામાનમાં 2.6 ડીગ્રી સેન્ટીગ્રેડનો ધરખમ ઘટાડો થઇ ઉષ્ણતામાન 21.6 ડીગ્રી હતું તે ઘટીને 19.0 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાત્રે પણ ગુલાબી ઠંડીનો માહોલ પુન: અનુભવાયો હતો.

દરમિયાન ભાવનગર શહેરમાં આજે હવામાં ભેજનું પ્રમાણ 24 ટકા નોંધાયું જ્યારે પવનની સરેરાશ ઝડપ ઘટીને 9 કિલોમીટર થઇ ગઇ હતી.

આમ, ભાવનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં હોળી આવી છતા વાતાવરણમાં ગરમી વધવાને બદલે ઘટી ગઇ છે.

બપોરે તાપમાન 31.7 ડિગ્રી અને રાત્રે તાપમાન 19 ડિગ્રી થઇ ગયુ

અન્ય સમાચારો પણ છે...