વિવિધ કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધ કાર્યક્રમ

}સત્ય સાઇ મેડિકલ સેન્ટર

શિવશકિતહોલ ભાવનગર ખાતે તા.12 રવિવારે સવારે 10 થી 12 ગરીબ અને આર્થિક જરૂરિયાતમંદોને હાડકા તેમજ શરીરના સાંધા દુખાવાના દર્દીઓને િનદાન સારવાર ડો.સંજીવ રવિસાહેબ ફ્રી કરી આપશે.જુના રિપોર્ટ, એકસરે વિ.સાથે લાવવા.

}હરતુફરતુ પુસ્તકાલય

બળવંતપારેખ વિજ્ઞાનનગરી દ્વારા હરતુ ફરતુ પુસ્તકાલય શરુ કરેલ છે.જેમાં શનિવારે સવારે 8 થી 9 વોકીંગપાર્ક, વાઘાવાડી, 9 થી 9/30 રૂપાણી દીવડી, 9/30 થી 10 ચાઇનીઝ પોઇન્ટ પાસે, 10 થી 10/30 શિક્ષક સોસાયટી, 10/30 થી 11-30 ભરતનગર 12 નંબરનુ બસસ્ટેન્ડ, 11/30 થી 12 શ્રીનાથજીનગર,કાશીનાથ મંદિર, 12 થી 12/45 સ્પોર્ટસ કલબ પાસે, ઘોઘાસર્કલ, 3/30 થી 4 શિવાજી સર્કલ, 4 થી 4/30 ફાતીમા કોન્વેન્ટ પાસે, 4/30 થી 5/30 ગાયત્રીનગર, શંકરનુ મંદિર, વારાહી સોસાયટી, 5/30 થી 6 એરોડ્રામરોડ, જોગર્સપાર્ક પાસે રાખેલ છે.

}બળવંતપારેખ વિજ્ઞાનનગરી

મહાનગરપાિલકાનીશાળાઓમાંથી ધો.8 માં ભણતા તેજસ્વી બાળકો માટે વિજ્ઞાનનગરી અને સ્વ.નિરંજનભાઇ કાપડીયાના કુટુંબીજનો દ્વારા સુપર-30 શિક્ષા તાલીમ કાર્યક્રમમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓને તા.11 શનિવારે બપોરે 1 થી 5 માં તજજ્ઞ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવશે.

}ઉમંગધામ

મણીબાવાનપ્રસ્થ કલબના ઉમંગધામના વરિષ્ઠ નાગરિકો દ્વારા આજે સવારે 10 થી 12 હોળી પર્વને અનુલક્ષીને હોળીના રસીયા, રાસગીતો, પુષ્પોની પાંદડી દ્વારા હોળીની તહેવાર ઉજવાશે.તા.14 મંગળવારે કલબના પટાંગણમાં સવારે 10 થી 12 ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી પંચકુંડી મહાયજ્ઞનુ આયોજન કરેલ છેે.બંને દિવસે બપોર પછી 2 થી 4 ભજનો, જુની ફિલ્મીગીતો સભ્યો રજુ કરશે.

}થિયોસોિફકલલોજ

આજેસાંજે 6 થી 7 માં સભાખંડમાં અાકાશ આપણુ ઇસરોની ભવ્ય યશગાથા વિષે િથયોસોિફસ્ટ પ્રો.સુભાષભાઇ મહેતા વકતવ્ય આપશે.

}વિનામૂલ્યેહૃદય રોગના ઓપરેશન-સારવાર

સત્યસાઇ મેડિકલ સેન્ટર, શિવશકિત હોલ, ક્રેેસન્ટ સર્કલ પાસે, ભાવનગર ખાતે તા.12 રવિવારે સવારે 10 થી 12 માં ગરીબ તથા આર્થિક જરૂરીયાતમંદોને હૃદયરોગ, ડાયાબીિટસ, બી.પી. તથા અન્ય રોગોની વિનામૂલ્યે દર્દીઓને સારવાર આપવામાં આવશે.જરૂરી હશે તો કાર્ડિયોગ્રામ, લેબોરેટરી તપાસ, એન્જીયોગ્રાફી વિ.ફ્રી માં કરી અપાશે.

}લાઇનમિશન

આચાર્યઅરૂણાબા જાડેજા (વિદુષીમા) આજે સવારે 8/30 થી 9/30 ધર્મયોગ, સંસ્કાર પ્રાર્થના ભારતીય સનાતન સંસ્કૃિત પ્રવચન નંદકુંવરબા કન્યા િવદ્યાલય, નિલમબાગ, ભાવનગરમાં રાખેલ છે.

}વિપશ્યનાસામુહિક સાધના

જુનાસાધકો માટે સવારે 7 થી 8 અને નવા સાધકો માટે સવારે 8 થી 8/30 માં સામુહિક સાધના તા.12 રવિવારે પી.એન.મહેતા આરાધના ટાવર, મેઘાણીસર્કલ પાસે, ભાવનગરમાં રાખેલ છે.

}શ્રીમાળીસોની જ્ઞાતિ જોગ

સોનીયુવક મંડળ દ્વારા તા. 17-3 ને શુક્રવારે યોજાનારા બગદાણાના પગપાળા સંઘમાં જોડાવવા માંગતા જ્ઞાતિજનોએ પ્રોજેકટ ચેરમેન ચન્દ્રકાંતભાઇ સી. મુંજપરા (આરીકટીંગવાળા, મુંબઇવાળો ખાંચો, શેરડીપીઠનો ડેલો,મો. 9376930530) અથવા પીયુષભાઇ ધોળકીયા,લાઠીદડવાળા, જેમ્બિકા રોડિયમ, શ્રીનાથજી ચેમ્બર્સ, શેરડીપીઠનો ડેલો) નો સંપર્ક સાધવો.

}આર.ટી.ઇ.અંગે મીટીંગ

સિધ્ધાર્થએજયુકેશનલ સોસાયટીના ઉપક્રમે આરટીઇના કાયદા સંદર્ભે તા. 11-3 ને શનીવારે રાત્રે 8-30 કલાકે કુંભારવાડામાં બાનુબેનની વાડી, શિકોતરમાના મંદિર પાસે,શેરી નં.8 ખાતે મીટીંગ યોજાશે.

}નવાપરાક્રિકેટ કલબ

કલબનાસભ્યોની જ.મીટીંગ સભ્યોના લગ્નની સિલ્વર જયુબીલીની ઉજવણી અંગેના કાર્યક્રમ અંગે ચર્ચાવિચારણા કરવા તા. 11-3 ને શનિવારે રાત્રે 9 કલાકે ચંપકભાઇ ટી. બારડના નિવાસ (સી,1835, રીયા, શેરી નં.1, વૃંદાવનપાર્ક, કાળીયાબીડ)યોજાશે. સભ્યોએ કપલફોટા સાથે હાજર રહેવુ.

}કેન્સરનાઅસાધ્ય રોગની હોમિયો. સારવાર

સ્વામીવિવેકાનંદ હોમિયોપેથીક મેડીકલ કોેલેજ-હોસ્પિટલ દ્વારા સંચાલિત સંસ્થાની કોલેજ ઓપીડી સીદસરમાં તા. 11-3 ને શનિવારે સવારે 9 થી 6 સુધી કેન્સરના અસાધ્ય રોગની નિષ્ણાંત ટીમ દ્વારા વિનામૂલ્યે સારવાર અપાશે.

}વધુચક્ષુદાન મળ્યા

સ્વ.મધુબહેન હરજીવનભાઇ શાહ (ઉ.વ.82),હસમુખ નંદલાલ દિહોરા (ઉ.વ.52)ના નિધન થતા સદગતની ઇચ્છાનુસાર તેમના કુટુંબીજનોએ ચક્ષુદાન કર્યા છે.

શૈક્ષણિકનોંધ

}એસ.એસ.સી. પરીક્ષા સ્થળ ફેરફાર અંગે

એસએસસીપરીક્ષા માર્ચ-17 માટે જે િવદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ તરીકે બિલ્ડીંગ નં.7 ની ફાળવણી થયેલ છે.જે બિલ્ડીંગમાં બ્લોક નં.92 થી 106 સુધીના બ્લોક સમાિવષ્ટ થયેલ છે.આ બિલ્ડીંગ જે વિદ્યાર્થીઓના નંબર આવેલ છે તેવા વિદ્યાર્થીઓએ રિસીપ્ટમાં છપાઇને આવેલા િબલ્ડીંગ નં.7 ના સરનામામાં ભુલ થયેલ છે. સાચુ સરનામુ જ્ઞાનમંજરી સ્કુલ, મહાત્માગાંધી વિદ્યાસકુંલ, કાળીયાબીડ િવસ્તારમાં આવેલ સપ્તપદીહોલની સામે આવેલ છે.

}સહજાનંદકોલેજ ઓફ કોર્મસ

માર્ચ/એપ્રિલ-17માં લેવાનારી અેમ.કોમ., એમ.એચ.આર.ડી, એમ.એસ.ડબલ્યુ., એમ.એસસી. આઇ.ટી.,સેમ.1,2,3,4 તેમજ એમ.ફિલ. સેમ.1 ની પરીક્ષાના ફોર્મ પોતાની જાતે ભરવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ યુનિ.ની વેબસાઇટ પર તા. 13-3 સુધીમાં ભરીને એક નકલ કોલેજમાં વેરીફિકેશન માટે જમા કરાવવી. બેન્ક, એ.ટી.એમ.કાર્ડ તેમજ ફોટા સાથે કોલેજમાં ઓનલાઇન ફોર્મ ભરી દેવાના રહેશે.

}સહજાનંદવિદ્યાલય

ધો.10 ના પરીક્ષા કેન્દ્ર નં.15 જે પરીક્ષાર્થીઓની રસીદમાં છપાયુ હોય અને સરનામુ સહજાનંદ વિદ્યાલય,ઘોઘારોડ,ગીતાનગર,ભાવ. હોય તેઓએ સહજાનંદ વિદ્યાલય,તરસમીયારોડ, ખારસી ખાતે પરીક્ષા માટે ઉપસ્થિત રહેવુ બોર્ડની પ્રિન્ટમીસ્ટેક હોય તેમ શાળાના આચાર્ય એન.જી. ગોહિલએ જણાવેલ છે.

}મહાલક્ષ્મીગર્લ્સ હાઇસ્કુલ

ધો.10-12 મા઼ ભણતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના બહેનોએ ઉચ્ચ અભ્યાસ માટેના ક્રિમીલેયર પ્રમાણપત્ર માટે તા. 11 થી 14 માં શાળાસમયે કાર્યાલયમાંથી ફી ભરી ફોર્મ લઇ જવા.

}ક્રિયાકૌશલ્ય પ્રોજેકટ

કૃષ્ણલાલહ. સંઘવી બાલમંદિરમાં તા. 11 ને શનિવારે સવારે 8-30 થી 10 યોજાનારા ક્રિયા કૌશલ્ય પ્રોજેકટમાં મેના ટુકડીની બાલિકાઓ ભાગ લેશે. તેઓ જીવનવ્યવહારની પ્રવૃતિઓ,ગણિત,ભાષા તથા ઇન્દ્રીય શિક્ષણના સાધનો પર કાર્ય કરશે.

મીિટંગ-બેઠક

}રામીમાળી મકવાણા કુટુંબ

આગામીચૈત્ર સુદ પાંચમની 19 મી તિથિ ઉત્સવ ઉજવણી અંગે આજે સાંજે 7/30 ક. જનરલ મીિટંગનુ આયોજન કરેલ છે.જેમાં યજ્ઞવિધિ, સમૂહકર વિગેરેના કાર્યક્રમ માટે િવચારણામાં રાખેલ છે.સર્વે કુટુંબીજનો ઘરદીઠ એક વ્યકિતએ ફરજિયાત આવવુ.ભોજન સાથે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...