આતંકી અલહિલાલ ગ્રૂપના સંપર્કમાં હતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આતંકવાદીઓ આધુનિક થઈ ગયા, સરકાર હજુ ગાડા યુગમાં

લીગલ રિપોર્ટર | રાજકોટ |10 માર્ચ

રાજકોટમાંથીપકડાયેલા આતંકી ભાઇઓ વસિમ અને નઇમ રામોડિયાના શુક્રવારે રિમાન્ડ પૂરા થતાં એટીએસે બન્ને આતંકીને વધુ 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. આતંકી બંધુ ત્રાસવાદીઓની ભરતી માટે બનાવાયેલા અલ હિલાલ ગ્રૂપ ઉપરાંત ઇસ્લામિક ફ્રિડમ ગ્રૂપ, ઇસ્લામિક ફ્રેન્ડઝ ગ્રૂપ સાથે જોડાયેલા હોવાના પુરાવા મળ્યા હોવાથી દેશ, સમાજના હિત માટે ત્રાસવાદી ગ્રૂપના સભ્યોની ઓળખ મેળવા બન્ને આતંકીની હાજરી જરૂરી હોવાની સરકારી વકીલની રજૂઆત તેમજ તપાસ અધિકારીએ રજૂ કરેલા કારણોને ધ્યાને લઇને કોર્ટે વસિમ-નઇમને 20 માર્ચ સુધી પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.

ચોટિલા, ભાવનગર અને રાજકોટમાં આતંકી હુમલો, ભાંગફોડ કરવાના કૃત્યને અંજામ આપવામાં નિષ્ફળ રહેલા વસિમ-નઇમની એટીએસ, એનઆઇએના અધિકારીઓએ 12 દિવસના રિમાન્ડ દરમિયાન કરેલી પૂછપરછમાં બન્ને ભાઇ આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાના અનેક મજબૂત પુરાવા મળ્યા હતા. બન્ને આતંકીના મોબાઇલ, લેપટોપની એફએસએલ દ્વારા થયેલી તપાસમાં ઉર્દુ, અંગ્રેજીમાં આતંકવાદને લગતું પુષ્કળ સાહિત્ય મળી આવ્યું હતુ. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને દક્ષિણ ભારતમાં થયેલા આતંકી હુમલાની મોડસ ઓપરેન્ડી સમાન હોવાથી વિસ્ફોટ કરનારા અને પકડાયેલા બન્ને આતંકી એક મોડ્યૂલ સાથે સંકળાયેલા હોવાની સંભાવના દ્રઢ બની છે.

આતંકીના પિતા કોર્ટે પહોંચ્યા

વસિમ-નઇમનેકોર્ટમાં રજૂ કરાયા ત્યારે તેના પિતા આરીફ રામોડિયા સિવાય પરિવારના કોઇ સભ્યો હાજર રહ્યા હતા. સજ્જડ બંદોબસ્તના કારણે કોર્ટરૂમમાં વકીલો સિવાય કોઇને પ્રવેશ નહીં અપાતા આરીફ રામોડિયા કોર્ટ રૂમની બહારથી સરકારી વકીલની દલીલ, રજૂઆત સાંભળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

યુએપીની જોગવાઇ હેઠળ રિમાન્ડ મગાયા

આરોપીસામે યુએપી (અનલોફૂલ એક્ટિવીટી અેન્ડ પ્રિવેન્શન એક્ટની કલમ લગાડવામાં આવી છે. સામાન્ય રીતે આરોપીના વધુમાં વધુ 14 દિવસના રિમાન્ડ માગી શકાય છે પરંતુ યુએપી કાયદામાં ડબલ એટલે કે 28 દિવસ સુધીના રિમાન્ડ માગી શકાય છે. એટીએસ દ્વારા 12 દિવસના રિમાન્ડ દરમિયાન જે માહિતી મળી છે તેની વિશેષ તપાસ માટે યુએપી એક્ટ હેઠળ વધુ 14 દિવસના રિમાન્ડની માગણી થઇ હતી.

રાજકોટમાંથી પકડાયેલા આઈએસના બે આતંકી ભાઈઓ સંદર્ભે તપાસ કરતી એજન્સીએ અનેકવિધ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આતંકીઓ આધુનિક યુગમાં પ્રવેશી ગયાનું પણ સ્પષ્ટ થયું છે. જો કે, એટીએસ હજુ વાહનના મુદ્ે પણ આધુનિક નથી થઈ. રાજકોટમાં જ્યારે બન્ને આતંકવાદીઓને લવાયા અને પરત લઈ જવાના હતા ત્યારે વાનને ધક્કા મારીને ચાલુ કરાતા ગાડા યુગનો ઉપસ્થિતિઓએ અહેસાસ કર્યો હતો.

વસીમ

નઈમ

MPમાં વિસ્ફોટ કરનારા બન્ને આતંકી એક મોડ્યૂલ સાથે સંકળાયાની શંકા

વસીમ-નઈમના વધુ 11 દિવસના રિમાન્ડ મંજૂર કરતી અદાલત

અન્ય સમાચારો પણ છે...