• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ગ્રામ્ય મામલતદારે પાંચે’ય ગામોનું રેવન્યુ સંભાળવા કલેકટરનો હુકમ

ગ્રામ્ય મામલતદારે પાંચે’ય ગામોનું રેવન્યુ સંભાળવા કલેકટરનો હુકમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 9 માર્ચ

ભાવનગરમહાનગરપાિલકામાં પાંચ ગામ ભળ્યાને વર્ષો િવતવા છતાં ગામના રહિશોની નહીં ઘરના નહીં ઘાટના જેવી સ્થિતિ હતી. તાજેતરમાં પંચાયતના તલાટીઓને પણ ખસેડી લેવાતા નધણીયાત બનેલા ગામોની વ્યથા વહીવટી તંત્ર સુધી યથાર્થ રીતે પહોંચતા િજલ્લા કલેકટરે તાત્કાલિક પાંચે’ય ગામોની મહેસુલ કામગીરી ગ્રામ્ય મામલતદારે સંભાળી મહેસુલી તલાટીઓને કામગીરી સોંપવા હૂકમ કર્યો છે.

કોર્પોરેશનમાં ભળેલા રૂવા, તરસમીયા, અકવાડા, નારી અને સીદસર ગામોના મહેસુલી વિવાદનો છેલ્લાં લાંબા સમયથી િનવેડો આવતો નથી. હાલ સુધી તો સીટી લીમીટના પાંચે’ય ગામોની પંચાયતના તલાટીઓ કામગીરી સંભાળતા હતા પરંતુ ત્યાં પણ મહેકમ બંધ થઈ જતા પંચાયતના તલાટીઓને હટાવી લેવામાં આવ્યા હતા. જેથી પાંચે’ય ગામના રહિશોને જમીનને લગતા અને રેશનકાર્ડ સહિતની કામગીરી ખોરંભે ચડી હતી. જે સંદર્ભે દિવ્ય ભાસ્કર-સૌરાષ્ટ્ર સમાચારે નવા ભળેલા ગામોના રહિશોની હાડમારી વર્ણવી તંત્રને આંખ ખોલવાના પ્રયાસ કર્યા હતા.

પરંતુ ગામોને ભાવનગર સીટી તાલુકામાં સમાવિષ્ટ કરવા બાબતે સ્થાનિક કક્ષાએથી અવાર-નવારની રજૂઆત છતાં સરકારના મહેસુલ િવભાગ દ્વારા મંજૂરી હુકમો થયેલ નથી. જેથી લોકોને પડતી હાડમારીનો િનવેડો લાવવા જિલ્લા કલેકટર હર્ષદ પટેલે સુચારૂ રસ્તો કાઢી જ્યાં સુધી સરકાર કક્ષાએથી પાંચે’ય ગામોને ભાવનગર સીટી તાલુકામાં સમાવિષ્ટ કરવા હૂકમ થાય ત્યાં સુધી ગ્રામ્ય મામલતદારે તેની હેઠળના મહેસુલી તલાટીઓ મારફત મહેસુલી કામગીરી કરવા અને કાળજીપૂર્વક ચાર્જલીસ્ટ સાથે રેકર્ડ સંભાળી લેવા કલેકટરે હૂકમ કર્યો છે. ગ્રામ્ય મામલતદાર દ્વારા રેવન્યુનુ કામ સંભાળવા કલેકટરના હુકમથી પાંચેય ગામના રહેવાસીઓના પડતી હાડમારીમાંથી મુક્તિ મળશે.

કલેકટરે સુચારૂ રસ્તો કાઢી સરકારમાંથી મંજૂરી આવે ત્યાં સુધી ગ્રામ્ય મામલતદારના તલાટીને કામગીરી સોંપાઈ

િનરાકરણ| કોર્પો.માં ભળેલા ગામોનો રેવન્યુ વિવાદનો ઉકેલ

અન્ય સમાચારો પણ છે...