• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • યુિન.ના સન્માનમાં સન્માનિત િવદ્યાર્થીઓ જઈ નહીં શકે !

યુિન.ના સન્માનમાં સન્માનિત િવદ્યાર્થીઓ જઈ નહીં શકે !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર ¿ ભાવનગર |9 માર્ચ

મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુિનવર્સિટીના અણઘડ આયોજનનો ઉત્તમ નમૂનો આગામી તા.30મીએ યોજાનાર યુવા પ્રતિભા સન્માન સમારોહ છે. સન્માન સમારોહ 30મીએ સવારે 11 કલાકે યોજાનાર છે અને તે તારીખે અને સમયે પરીક્ષા શરૂ છે જેથી જેનું સન્માન થવાનું છે તે કાર્યક્રમમાં આવી શકશે નહીં.

ભાવનગર યુિનવર્સિટીનો છેલ્લા ઘણા સમયથી વહીવટ ખાડે ગયો છે. ઘણી પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં બેદરકારી તો ઓનલાઈન પ્રક્રિયામાં ક્ષતિથી િવદ્યાર્થીઓ ત્રાસી ગયા છે. ત્યાં યુવા પ્રતિભા સન્માનનું અણઘડ આયોજન કર્યું છે. યુિનવર્સિટીના NCC, NSS, સ્પોર્ટસ, કલ્ચરલમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના વિદ્યાર્થીઓનું આગામી તા.30મીને સવારે 11 કલાકે સન્માનનું આયોજન કરાયું છે. સન્માન થવું જોઈએ જે િવદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે અતિ આવશ્યક છે પરંતુ 30મીએ સવારે 11 કલાકે કાર્યક્રમ યોજયો છે. ત્યારે યુિનવર્સિટીના એસ.વાય. અને ટી.વાય.ના િવદ્યાર્થીઓની પરીક્ષા 27મી માર્ચથી શરૂ થાય છે જેઓનો સમય સવારે 11થી2 અને 3થી6 છે. ત્યારે સન્માન સમારોહના સમયે વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ હશે. જેથી સન્માિનત વિદ્યાર્થીઓ સન્માન માટે ઉપસ્થિત રહી નહીં શકે ત્યારે સન્માન સમારોહના કાર્યક્રમમાં ફેરફાર કરવા િવદ્યાર્થીઓમાં માંગ ઉઠી છે.

યુવા પ્રતિભા સન્માનનું અણઘડ આયોજન

30મીને સવારે 11 કલાકે સન્માન કાર્યક્રમ તેમજ S.Y. અને T.Y.ની પરીક્ષા બન્ને સાથે

અન્ય સમાચારો પણ છે...