હિન્દુ મરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણભાવનગર| ગાંધી મહેશભાઇ અમૃતભાઇ (નિવૃત્તનાગરીક બેંક, મેનેજર, ઉં.વ.73) તે સ્વ. હસમુખરાય, સ્વ.કિશોરભાઇ, હરેશભાઇ, જીતુભાઇ, કુસુમબેન કનૈયાલાલ મહેતાના ભાઇ તથા ભાવિન, જીગરના પિતાશ્રી, જાગૃતિના સસરા તા.9/3ને ગુરૂવારે અવસાન થયેલ છે. તેમની સંયુક્ત સાદડી સ્વ.અમૃતલાલ મુળજીભાઇ ગાંધી તથા સ્વ.વિનુભાઇ વનમાળીદાસ દાણી તરફથી તા.10/3ને શુક્રવારે સવારે 10 થી 12 કલાકે ઓમ પ્લાઝા હોલ, ડોન ચાર રસ્તા, ભાવનગર ખાતે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.ભાવનગર| મુળતણસા હાલ ભાવનગર નિવાસી શિવશંકરભાઇ મહેતા પરીવારના મનીષભાઇહીંમતભાઇ મહેતા (ઉં.વ.52)તા.8/3ને બુધવારે સ્વર્ગવાસ થયેલ છે. તે જયશ્રીબેન (સ્વામીનારાયણ ગુરૂકુળ, ફુલસર)ના પતિ, હર્ષ, દેવેનના પિતા, શોભનાબેન દીપકભાઇ પાઠકના નાના ભાઇ, બટુકરાય છોટાલાલ જોષી (મહુવા)ના જમાઇ, સ્વ.જન્નાથભાઇ ભીમજીભાઇ પંડ્યા (સાવરકુંડલા) પરિવારના ભાણેજની સંયુકત સાદડી તા.11/3ને શનિવારે સાંજે 4 થી 6 અમારા નિવાસે પ્લોટ નં.36,શિવમ, શ્રી સંત તુલશીદાસ સોસાયટી, ફુલસર, ચિત્રા, ભાવનગર મુકામે રાખેલ છે.ભાવનગર| નરેન્દ્રકુમાર ગીરધરલાલ જાની (ઘાંઘળીવાળા)તે ગીરધરલાલ રામજી જાનીના પુત્ર રીટાયર્ડ દેનાબેંક મેનેજર, (ઉં.વ.76) તે સ્વ.જયોત્સનાબેન જાનીના પતિ, સ્વ.ચંદુલાલ સવાયલાલ દવે, કુંદનબેન સી.દવે (પાકલા દવે)ના જમાઇ, સ્વ.ગુણવંતરાય દવે, દીલીપભાઇ દવે, ભાવનાબેન એચ.પંડ્યા, દેવયાનીબેન ડી.ભટ્ટના બનેવી તા.5/3ના મહુવા મુકામે કૈલાસવાસ થયેલ છે. તેની શ્વસુર પક્ષની સાદડી તા.11/3ને શનિવારે બપોરે 4.30 થી 6.30 રામવાડી, ભીડભંજન મહાદેવ સામે, વિભાગ નં :4, ભાવનગરમાં રાખેલ છે.તણસા| તણસાનિવાસી બસુબાભાવુભા ગોહિલ (ઉં.વ.75)તા.9/3ને ગુરૂવારે સ્વર્ગવાસ થયેલ છે. તે રઘુભા ભાવુભાના માતા, લાખુભા બાલુભા બનુભા બાલુભા, બાપાલાલસિંહ બાલુભાના ભાભી સાહેબ, અનુભા, રાજુભાઇ, રણજીતસિંહના ભાભુમાં, શક્તિસિંહ, વિરમદેવસિંહ, ભગીરથસિંહ, દિગ્વિજયસિંહના દાદીમાં થાય. તેની ઉત્તરક્રિયા તા.17/3ને શુક્રવારે રાખેલ છે.

ખદરપર| હિરાબા ભોજુભા ગોહિલ (ઉં.વ.70)મંગળવારે દેવલોક પામ્યા છે. તે મકુભા, માલદેવસિંહ, સુખદેવસિંહના માતા, ગણપતસિંહ લખમણજીના ભાભી, ભીમદેવસિંહ, રાજેન્દ્રસિંહના ભાભુ, યુવરાજસિંહ, બ્રીજરાજસિંહ, શક્તિસિંહ, જયદીપસિંહના દાદીમાં, સહદેવસિંહ, શિવરાજસિંહ, વિજયસિંહ, તખ્તસિંહના કાકી થાય. તેની ઉત્તરક્રિયા તા.17/3ને શુક્રવારે ખદરપર મુકામે રાખેલ છે.રોયલ| રોયલનિવાસી ભીખાભાઇવીરજીભાઇ ગાંગાણી (ઉં.વ.101)તા.9/3ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે ધનજીભાઇ, ગણેશભાઇ, સવજીભાઇના પિતા, સ્વ.પ્રાગજીભાઇ, હરજીભાઇના મોટા ભાઇ, નરેશભાઇ, રાજાભાઇ, પ્રદીપભાઇ, બીપીનભાઇ, ચેતનભાઇના દાદા થાય. તેનું બેસણું તા.10/3ને શુક્રવારે રોયલ મુકામે તેમજ ઉત્તરક્રિયા તા.20/3ને સોમવારે રોયલ મુકામે તેના નિવાસે રાખેલ છે.

ભાવનગર| ભાવનાબેન જયંતભાઇ ફાગણીયા (ઉં.વ.53)અમાંતના માતા, પારૂલબેનના માતા, કાજલબેનના સાસુ તા.9/3ને ગુરૂવારે કૈલાસવાસી થયેલ છે. તેનુંબેસણું તા.10/3ના લેઉવા પટેલની વાડી, કણબીવાડ ખાતે સાંજે 4.30 થી 6 કલાકે રાખેલ છે.ઉમરલા| જોરશંગભાઇ દાનશંગભાઇ ચૌહાણ તા.10/3નાસ્વર્ગવાસી થયેલ છે. તે જીજીભાઇ દાનશંગભાઇના નાના ભાઇ, મયાભાઇ ભાયજીભાઇ, વિહાભાઇ ભાયજીભાઇના મોટા ભાઇના દિકરા, ભરતભાઇ જોરશંગભાઇ, દિપશંગભાઇ જોરશંગભાઇના પિતા, નવલશંગભાઇ જીજીભાઇ, સુનિલભાઇ જીજીભાઇના કાકા, મુળુભાઇ જાદવભાઇના કાકાના દિકરા, ગેમલભાઇ જેઠીભાઇ, ભુપતભાઇ દેહાભાઇ, ભીખાભાઇ પથાભાઇ, વિહાભાઇ પથાભાઇના મોટા બાપુના દિકરા થાય.ભાવનગર| ધીરૂભાઇ કાનજીભાઇ ડાભી (ગુજરાતમેરીટાઇમ બોર્ડ, નિવૃત્ત કર્મચારી) તે જયોત્સનાબેનના પતિ, હર્ષાબેન, ઘુઘલબેન, ભારતીબેન, રૂપલબેનના પિતા, જગદીશકુમાર મનસુખભાઇ ગોહેલ, વિક્રાંતસિંહ પ્રતાપસિંહ મનવરના સસરા, સ્વ.શરદભાઇ બચુભાઇ રાઠોડ, સ્વ.રમેશભાઇ બચુભાઇ રાઠોડ, સ્વ.કપિલભાઇ બચુભાઇ રાઠોડ, યોગેશભાઇ બચુભાઇ રાઠોડના ફૈબાના દિકરા, હેમુભાઇ શામજીભાઇ પરમાર, સ્વ.બટુકભાઇ, પ્રવિણભાઇ, રાજુભાઇના બનેવી, કલ્પેશ, ચિરાગ, રાહુલના દાદા તા.9/3ના અવસાન થયેલ છે. તેનું બેસણું તથા સુંવાળા તા.10/3ને શુક્રવારે તેના નિવાસે પ્લોટ નં.2319/બી, સુભાષનગર, વાઘેલા મંડપ પાસે સાંજે 4 થી 6 રાખેલ છે.ભાવનગર| કમળાબેન મનસુખભાઇ મકવાણા (ઉં.વ.65)તા.8ને બુધવારે રામચરણ પામેલ છે. તે ગીરીશભાઇ, ચંપાબેન ભુપતભાઇ ડોડીયાના માતા, ગોપાલભાઇ, માધુરીબેન વિજયભાઇ ચુડાસમા સાવરકુંડલાના મોટીબા, ભાવિકભાઇ ભુપતભાઇ ડોડીયાના નાનીબા, સ્વ.ધનજીભાઇના નાના ભાઇના પત્ની, જેન્તીભાઇ, કાન્તીભાઇના ભાભી, રાઠોડ કાન્તીભાઇ, રાજુભાઇના બેન થાય. તેની સાદડી તા.10/3ને શુક્રવારે સાંજે 4 થી6 આનંદનગર શેરી - 5, પટેલ સંકુલ પાછળ, ચક્કરગઢ રોડ, અમરેલી મુકામે રાખેલ છે.પીંગળી| પીંગળી(હાલ અમદાવાદ) નિવાસી ઉજીબેન(લાભુબેન) મનજીભાઇ વાઘેલા (ઉં.વ.90)તા.4/3ને શનિવારે રામચરણ પામેલ છે. તે સ્વ.નારણભાઇ નાગજીભાઇ, સ્વ.લલ્લુભાઇ નાગજીભાઇના બેન, કાંતિભાઇ, નારણભાઇ, હિંમતભાઇ, અશોકભાઇ, ઘનશ્યામભાઇ, લલ્લુભાઇ, પોપટભાઇ, ભરતભાઇ, પ્રવીણભાઇના ફઇબા, બાબુભાઇ મનજીભાઇ વાઘેલાના માતૃશ્રી, પ્રવીણભાઇ નાનજીભાઇ હીરાણીના માસી થાય. તેમનું પિયરપક્ષનું બેસણું તા.11/3ને શનિવારે કાંતિભાઇના નિવાસ સ્થાન પીંગળી મુકામે આખો દિવસ રાખેલ છે.જામવાળીનં : 2 | આશાબેન ચરણદાસ ગોંડલિયા (ઉં.વ.2)તે ભગવાનદાસ હરીદાસજી ગોંડલિયાના પુત્રની પુત્રી, પ્રેમદાસ, રાધેશ્યામભાઇના ભાઇની દીકરી, સોનગઢવાળા સાગરદાસ જીણારામજીની ભાણેજ થાય. તેનું સમાધી પુજન તા.11/3ને શનિવારે સવારે 10 કલાકે જામવાળી નં:2, તા.પાલિતાણા મુકામે તેના નિવાસે રાખેલ છે.ભાવનગર| હંસાબેન ભરતભાઇ સોરઠીયા (ભેડા,ઉં.વ.28) તા.8/3ને બુધવારે રામચરણ પામેલ છે. તે હરસુરભાઇ વસ્તાભાઇ ભેડા, ભીખુભાઇ વસ્તાભાઇના ભેડાના પુત્રવધુ, ભરતભાઇ હરસુરભાઇ ભેડાના પત્ની, વાડળીયા નિવાસી નારણભાઇ વારાભાઇ ડેરના પુત્રી, વાસુરભાઇ નારણભાઇ ડેર, હમીરભાઇ નારણભાઇ ડેરના બેન થાય. સુંવાળા તા.13/3ને સોમવારે તેમજ બેસણું સાંજે 4 થી 6 તેમજ ઉત્તરક્રિયા તા.17/3ને શુક્રવારે અમારા નિવાસે રાખેલ છે.ભાવનગર| ગુંદીનિવાસી હાલ ભાવનગર જોગરાણાકાનાભાઇ વીસાભાઇ (ઉં.વ.65)તે અજયભાઇ, વિજયભાઇ, સંજયભાઇના પિતા, ગોપ ડેરીવાળા પોપટભાઇ વશરામભાઇ બુધેલીયાના જમાઇ તા.6/3ને સોમવારે રામચરણ પામેલ છે. તેનું બેસણું તા.10/3ને શુક્રવારે સાંજે 4 થી 6 તેમજ ઉત્તરક્રિયા તા.17/3ને શુક્રવારે તેના નિવાસે પ્લોટ નં.2, સ્લમબોર્ડ, આનંદનગર, ભાવનગર ખાતે રાખેલ છે.ત્રાપજ| ધનજીભાઇ લવજીભાઇ સોલંકી વળીયા (ઉં.વ.75)તા.9/3ને ગુરૂવારે સ્વર્ગવાસ થયેલ છે. તે નારણભાઇ લવજીભાઇ, સ્વ.મુળજીભાઇ લવજીભાઇના નાના ભાઇ, પ્રેમજીભાઇ લવજીભાઇના મોટા ભાઇ, લક્ષ્મણભાઇ, ગીગાભાઇના પિતા, ભુપતભાઇ, વલ્લભભાઇના કાકા, મગનભાઇ, દેવાંગ, ભાર્ગવ, તુષારના દાદા, દાઠા નિવાસી વાળાકી ભીખાભાઇ નાનજીભાઇના બનેવી, વલ્લભભાઇ, તુળસીભાઇ, વનરાજભાઇના ફુવા, કુંડવી નિવાસી સ્વ.બાલાભાઇ કાનાભાઇ કાપડીયાના ભાણેજ થાય. તેનું ઉત્તરકારજ તા.20/3ને સોમવારે સાંજે ખરક જ્ઞાતીની વાડીએ ત્રાપજ મુકામે રાખેલ છે.

મહુવા| બચુભાઇ મોહનભાઇ સેંતા (ઉં.વ.68)તે લક્ષ્મણભાઇ, લાલજીભાઇ, મહેશભાઇના પિતાશ્રી, હરેશભાઇના દાદા, અરજણભાઇ, ગફુલભાઇ, ઓઘડભાઇના ભત્રીજા, સ્વ.બાલુભાઇ જાળીયા, સ્વ.રામજીભાઇ, ભુપતભાઇ જાળીયા(ભાદરા)ના બનેવી, બાબુભાઇ બાલુભાઇના ફુવા તા.9/3ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેમનુ બેસણું તા.13/3ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાને તથા ઉત્તરકારજ તા.20/3ને સોમવારે સાંજે ખરક જ્ઞાતિની વાડી સોનાવાલા બાગ, મહુવા ખાતે રાખેલ છે.ભાવનગર| સ્વ.ભીખાભાઇબેચરભાઇ જેઠવાના પત્ની મોંઘીબેનભીખાભાઇ જેઠવા (ઉં.વ.97)તે જેઠવા સ્ટુડીઓ સાઉન્ડવાળા હકુભાઇ ભીખાભાઇ જેઠવા, ટેકાભાઇ જેઠવા, ધીરૂભાઇ જેઠવા, કરશનભાઇ જેઠવા, શાન્તુબેન ચીથર ચૌહાણ, ઉજીબેન મનુ ચૌહાણ લોંગડી, ગંગાબેન કીશોર ચૌહાણ ભાવનગરના માતા, જાગધાર સરપંચ કાનાભાઇ શેફાભાઇ જેઠવા, વશરામભાઇ જેઠવા જોધાભાઇ જેઠવાના ભાભુ, કૌશીક જેઠવા, સંતોષ જેઠવાના ગઢામાં, મુકેશભાઇ જેઠવા હાઇસ્કુલ આચાર્ય રામભાઇ જેઠવા વલુભાઇ જેઠવા ધનશ્યામભાઇ જેઠવા ભાવેશભાઇ જેઠવા ડો.પ્રકાશભાઇ જેઠવા રાજુભાઇ જેઠવા રમેશ જેઠવા ગોપાળ જેઠવા અર્જુન જેઠવાના મોટીમા તરેડી લખમણ ભીમા મેરના બેન ગુરૂવાર તા.19/3 રવિવારે પલેવાળ શેરી સવારે11 કલાકે માટલી ભરણા પ્રથા બંધ છે.

ભાવનગર| વિઠ્ઠલભાઇ રૂડાભાઇ બારૈયા (પ્લાનટેશનવાળા)તા.6/3ના રામચરણ પામેલ છે. તે બીપીનભાઇ, જગદીશભાઇ, કીશોરભાઇના પિતા થાય. તેનું ઉત્તરકારજ તા.17/3ના લાઇટ હાઉસે રાખેલ છે.

મહવા| પ્લાનટેશનવાળા વિઠ્ઠલભાઇરૂડાભાઇ બારૈયા (ઉં.વ.73)તે બિપીનભાઇ, જગદિશભાઇ, કિશોરભાઇના પિતાશ્રી તા.6/3ને સોમવારે રામચરણ પામેલ છે. તેમનુ ઉત્તરકારજ તા.17/3ને શુક્રવારે તેમના નિવાસ સ્થાને લાઇટ હાઉસ ખાતે રાખેલ છે.

માળવાવ| મોહનભાઇ મધુભાઇ કંટારીયા (ઉં.વ.86)તે લાભુભાઇ, સ્વ.મણીભાઇ, સ્વ.ડાયાભાઇ, રૂડીબેન, શામુબેનના પિતાશ્રી, મેર મગનભાઇ રાજાભાઇ(ભાવનગર)ના બનેવી તા.9/3ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.11/3ને શનિવારે તથા અ13/3ને સોમવારે અને ઉત્તરક્રીયા તા.20/3ને સોમવારે તળપદા કોળી જ્ઞાતિની વાડીમાં રાખેલ છે.

મોટીરાજસ્થળી | મોટીરાજસ્થળી નિવાસી રામજીભાઇરણછોડભાઇ ચાવડા (ઉં.વ.58)તા.7/3ના રામચરણ પામેલ છે. તે હીરેનભાઇ રામજીભાઇ, પ્રદીપભાઇ રામજીભાઇના પિતા, મકોડભાઇ મોહનભાઇ, પ્રવિણભાઇ પરશોત્તમભાઇ, અરવિંદભાઇ પરશોત્તમભાઇના મોટા ભાઇ, કરદેજ નિવાસી બોઘાભાઇ શામજીભાઇ ગોહિલ, પરશોત્તમભાઇ રામજીભાઇ, વાલજીભાઇ રામજીભાઇના બનેવી થાય. તેની ઉત્તરક્રિયા તા.18/3ને શનિવારે મોટી રાજસ્થળી તેના નિવાસે રાખેલ છે.તરસમીયા|તરસમીયાનિવાસી અરવિંદભાઇદિયાળભાઇ ગોહીલ (ઉં.વ.52)તા.8/3ને બુધવારે સ્વર્ગવાસ થયેલ છે. તે જીવરાજભાઇના મોટાભાઇ, જીજ્ઞેશભાઇ, વિશાલભાઇના પિતા, મીતેશભાઇ, સાગરભાઇના મોટા બાપા, અરવિંદભાઇ આણંદભાઇ ગોહેલ, હરેશભાઇ આણંદભાઇ ગોહિલ, ઘનશ્યામભાઇ ધરમશીભાઇ, કનુભાઇ ધરમશીભાઇ, રાજુભાઇ ધરમશીભાઇના ભાઇ, નાગધણીબા પરમાર મગનભાઇ લાખાભાઇના જમાઇ, પાદરી ચૌહાણ ચીથરભાઇ ટપુભાઇના ભાણેજ થાય. તેનું બેસણું તા.10/3ને શુક્રવારે તેમજ ઉત્તરક્રિયા તા.18/3ને શનિવારે અમારા નિવાસે તરસમીયા રાખેલ છે.ભાવનગરપરા | સાનપરા હરજીભાઇ કાનજીભાઇ (ઉં.વ.65)તા.8/3ને બુધવારે રામચરણ પામેલ છે. તે બિજલભાઇ, ભોપાભાઇના ભાઇ, નીતેશ હરજીભાઇના પિતા, સતીષ ભોપાભાઇ, ઘનશ્યામના કાકા (ભાવનગર પરા). તેના સુંવાળા તા.10/3ને શુક્રવારે તેમજ ઉત્તરક્રિયા તા.13/3ને સોમવારે ભાવનગર પરા, અક્ષરપાર્ક, કુંભારવાડા, શેરી નં.14ચોગઠ| દુધીબેન રાઘવભાઇ બોરીચા તા.7/3ને મંગળવારે રામચરણ પામેલ છે. તે રાઘવભાઇ માવજીભાઇ બોરીચાના પત્ની, નાગરભાઇ ( ઉપપ્રમુખ ઉમરાળા તા.ભાજપ,અનુ.જાતિ), અરવિંદભાઇ, જેન્તીભાઇ, મુકેશભાઇ, લલિતાબેન માતૃશ્રી, મુકેશભાઇ સીંગલના સાસુ, ધર્મેન્દ્ર, ભાવેશ, કેતન, સંજય, મયૂર, અનિલ, ભારતીબેન, અરુણા, મનાલીના દાદીમા થાય. તેમની દશા તા.10/3ને શુક્રવારે તેમજ બારમાની વિધિ તા.11/3ને શનિવારે ચોગઠ મુકામે રાખેલ છે.બહાદુરપુર| બહાદુરપુરહાલ સુરત નિર્મળાબેનહરેશભાઇ રાઠોડ તેહરેશભાઇ નારણભાઇ રાઠોડ (બ્રાંચ મેનેજર, એસ.બી.આઇ., સરયાણા)ના પત્ની, નારણભાઇ પ્રેમજીભાઇ રાઠોડના પુત્રવધુ, સુરેશભાઇ નારણભાઇ રાઠોડના નાના ભાઇના પત્નીનું અવસાન તા.8/3ને બુધવારે થયેલ છે. તેનું બેસણું બહાદુરપુર તા.પાલિતાણા ખાતે તા.11/3ને શનિવારે સવારે 9 કલાકે તેમજ બારમાની વધિ સુરત ભગવાનનગર ખાતે તા.13/3ને સોમવારે દિવસનું રાખેલ છે.

જૈનમરણનવસારી| ટાણાવાળાહાલ નવસારી શાહ મુળચંદભાઇ દેવચંદભાઇના પુત્ર પુનમચંદભાઇ(ઉં.વ.83)તા.9/3ને ગુરૂવારે મહામંત્રનું સ્મરણ કરતા સ્વર્ગવાસ થયેલ છે. તે તણસાવાળા કનાડીયા જગજીવન ઠાકરશીવાળા શાંતિલાલ અમ્રતલાલના બનેવી થાય. અનિવાર્ય સંજોગોને લીધે સાદડી રાખેલ નથી.

સુરત| ભંડારીયાવાળા(કામળીયા) હાલ સુરત સ્વ.છોટાલાલ વાડીલાલ વેજાણીના પુત્ર શૈલેષછોટાલાલ વેજાણી (ઉં.વ.51)નુંસુરત મુકામે અવસાન થયેલ છે. તે ધનુભાઇ, નવનીતભાઇ, જગદીશભાઇ, શશીભાઇના ભત્રીજા થાય. અનિવાર્ય સંજોગોને કારણે સાદડી રાખેલ નથી.

મુસ્લિમમરણભાવનગર| મલેક રેહાનાબેન રફીકભાઇ પુનાવાળા (ઉં.વ.35)તા.9 માર્ચના ઇન્તેકાલ થયેલ છે. તે રફીકભાઇ રહીમભાઇ મલેકના ઔરત, દોલતખાન હબીબખાનના ભાણેજ વહુ, ઇદ્રીશભાઇ રહીમભાઇ પુનાવાળાના ભાઇના ઔરત, કુરેશી દીલાવરભાઇ અલારખભાઇના દીકરી, સાદીકભાઇ (નેક્સટ)ના બેન, મ.અહમદભાઇ અલારખભાઇ કુરેશીના ભત્રીજી, રીઝવાનભાઇ અબ્દુલરશીદભાઇ મુનશીના પાટલા સાળી થાય. તેની જીયારત તા.11 માર્ચ શનિવારે સવારે 8-30 કલાકે પુરૂષો માટે બાપુની વાડી, ચાવડીગેટ ખાતે તથા ઔરતો માટે પાનવાડીની અંદર, હોમગાર્ડ ઓફિસ પાછળ રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...