રવિવારે અગ્રવાલ સમાજ દ્વારા હોલિકા મિલન થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરઅગ્રવાલ સમાજ દ્વારા તા.12 માર્ચને રવિવારે હોળી મિલન અને હોલિકા દહન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અવસરે મ્યુઝિકલ ગ્રુપ દ્વારા હોળીના ગીતો ગાવામાં આવશે.

તા.12 માર્ચને રવિવારે હોળીના પર્વે ભાવનગર અગ્રવાલ સમાજ દ્વારા ભાવનગર શહેરમાં કાળીયાબીડ, સાગવાડી ખાતેના અગ્રસેન ભવનમાં સાંજે 6.30 કલાકથી પરંપરાગત રીતે થનારી ઉજવણી અંતર્ગત સૌ પ્રથમ સાંજે 6.30થી 7.30 દરમિયાન હોળીનું દહન કરવામાં આવશે. હોલીકા દહન બાદ ગીત સંગીત જેમાં હોળીના ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવશે. અવસરે પારિવારિક ભોજન સમારોહ પણ રાખવામાં આવ્યો છે.

સમાજને અવસરે પધારવા ભાવનગર અગ્રવાલ સમાજના અધ્યક્ષ રાજ બંસલ, મહામંત્રી આર.બી.બંસલ, સંયોજક અરૂણ જૈન તથા ડો.આર.સી.ગુપ્તા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

હોળીના ગીત-સંગીતનો કાર્યક્રમ યોજાશે

સાગવાડી અગ્રસેન ભવનમાં સાંજે હોલિકા દહનથી સમારોહનો આરંભ

અન્ય સમાચારો પણ છે...