મુંબઇ જવા એકેય ડેઇલી ફ્લાઇટ નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર | ભાવનગર | 9 માર્ચ

આજથીએકાદ વર્ષ પૂર્વે એર ઇન્ડીયાની બોમ્બે ટુ ભાવનગર ફ્લાઇટ શરૂ થઇ ત્યારે તે પ્રયોગિક ધોરણે સપ્તાહમાં 4 દિવસ ચલાવવાનું નક્કી થયું પરંતુ સત્તાવાહકોએ સાથે વચન પણ આપ્યું હતું કે પસેન્જરો પૂરતા મળતા થશે એટલે તરત ફ્લાઇટને ડેઇલી કરવામાં આવશે. પરંતુ વચનનું પડીકું વાળીને ચાલુ ફ્લાઇટે ક્યાંક અંતરીક્ષમાં ફેંકી દેવામાં આવ્યું છે, જે કોઇને હાથ આવતું નથી. પરિણામે આજે રોજના સરેરાશ 55થી 60 પસેન્જરો મળી રહેતા હોવા છતાં ફ્લાઇટને ડેઇલી કરવામાં આવતી નથી.

આજે રોજના 55થી 60 મુસાફરો મળતા હોવા છતાં ભાવનગરને મુંબઇની ડેઇલી ફ્લાઇટ આપવાની વાત ખોરંભે ચડાવી દેવામાં આવી છે. આજે 5500થી લઇને 15000 સુધીને ભાડે મુસાફરોએ મુંબઇને મારગ ઉડવું પડે છે છતાં 70 સીટર વિમાનને આટઆટલો જબરદસ્ત ટ્રાફીક મળી રહ્યો છે. એક બીજી વાત, ભાવેણામાં એક વિશાળ વર્ગ એવો પણ છે કે જે ભાવનગરથી સડક માર્ગે અમદાવાદ જાય છે. અને અમદાવાદથી 1200થી 2200 રૂપિયા જેવા ભાડે મુંબઇ પહોંચે છે. અને તોય લોકોને એર ઇન્ડીયા ફ્લાઇટમાં ભાવનગરથી મુંબઇ ઉડનારા મુસાફરજનો કરતાં સસ્તું પડે છે. ઉપરના બન્ને મુદ્દા વિશે અેર ઇન્ડીયા શાંત ચિત્તે, સ્વસ્થતાપૂર્વક વિચારે તો ભાવનગરમાં હવે ડેઇલી ફ્લાઇટ ચાલુ કરવામાં આવે તો પણ તેને આટલા મુસાફરો આસાનીથી મળી રહે તેમ છે તે વાત સમજવામાં એક સેકન્ડથી વધારે વાર લાગે તેમ નથી.

વિચારણા તો છે,કોઇ સૂચના નથી

^ભાવનગરથીમુંબઇની અમારી ફ્લાઇટ હાલ સપ્તાહમાં સોમ-મંગળ-ગુરૂ-શનિ એમ 4 દિવસ સેવા આપે છે. હાલ સંતોષકારક ટ્રાફીક મળી રહ્યો છે. ફ્લાઇટને ડેઇલી કરવાની માંગ પણ છે અને એવી વિચારણા પણ ચાલી રહી છે પરંતુ હાલ તે ચાલુ કરવા અંગે અમને કોઇ સુચના નથી. >રાજીવવર્મા, સ્ટેશનમેનેજર, એર ઇન્ડીયા, ભાવનગર

ભાવનગરનેડેઇલી ફ્લાઇટ મળશે

^ભાવનગરનેહરેક હિત અમારે હૈયે છે. ભાવેણાના વિકાસ માટે ઉડ્ડયન સેવા-સુવિધા મહત્વની છે. ભાવનગરને ડેઇલી ફ્લાઇટ અપાવવા અંગેના અમારા પ્રયત્નો ચાલુ છે. આગામી ટૂંક સમયમાં ભાવનગરને ડેઇલી ફ્લાઇટ મળશે. >ડો.મનસુખ માંડવિયા, કેન્દ્રીયમંત્રી

ભાવ.-મુંબઇ રોજની ફ્લાઇટ આપવાનું વચન વિસારે પાડી દેવાયું

અન્યાય | રોજના સરેરાશ 55થી 60 પેસેન્જર મળતા હોવા છતાં

અન્ય સમાચારો પણ છે...