તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ. સેમેસ્ટરમાં કેરી ફોરવર્ડ કરો : ABVP

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સેમેસ્ટર-1ના જૂના પરિણામો 40 ટકાથી પણ �ઓછા હતા અને હાલ સેમેસ્ટર-2ની ઘણી ફેકલ્ટીના પરિણામો પણ જાહેર થયા નથી અને જે રિઝલ્ટ જાહેર થયા છે તે વાર્ષિક પરીક્ષા પદ્ધતિની તુલનામાં ખુબ નબળા છે. સેમ.1ના એટીકેટીના રિઝલ્ટ પણ જાહેર થયા નથી સેમ.3એ જૂનથી રાબેતા મુજબ ચાલુ થઇ ગયું છે. હાલ જુલાઇમાં પણ પરિણામ આવ્યા નથી વિદ્યાર્થી�ઓ દ્ધિધામાં મુકાયા છે. સંજોગોમાં પરિણામો જાહેર કરી વિદ્યાર્થી�ઓને આગળના સેમેસ્ટરમાં પ્રવેશ, કેરી ફોરવર્ડ કરવાની માંગ એબીવિપી દ્વારા કરવામાં આવી છે અને જો શુક્રવારે બપોર સુધીમાં હકારાત્મક નિર્ણય નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...