તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝેરી દવા પી ને ઇટાળીયાના પ્રેમી પંખીડાનો આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાનાવલભીપુર તાલુકાના ઇટાળીયા ગામે આજે મોડી સાંજે પ્રેમી પંખીડાએ સજોડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બન્નેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ભાવનગર સર.ટી.હોસ્પીટલમાં ખસેડાયા હતા. વલભીપુર તાલુકાના ઇટાળીયા ગામે આજે સાંજના સુમારે કોઇ અગમ્ય કારણસર પ્રેમી પંખીડા રવિભાઇ પ્રેમજીભાઇ અને સમીતાબેન પોપટભાઇ સજોડે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લઇ આપઘાત વહોરી લીધો હતો.આ બનાવમાં મૃતક યુવાન ધોળકા ગામનો વતની હોવાનુ અને ઇટાળીયા ગામે મજુરી કામ કરતો હોવાનુ જાણવા મળેલ છે. બનાવ અંગે બન્નેના મૃતદેહને પી.એમ.માટે ભાવનગરની સર ટી.હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...