• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • નવા ઓડિટોરિયમનું 12મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ !

નવા ઓડિટોરિયમનું 12મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 6 સપ્ટેમ્બર

કલાનગરીભાવેણા માટે આભૂષણરૂપ બની રહેનાર સરદારનગર ખાતેના ઓડિટોરીયમ-આર્ટ ગેલેરીનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં નેતાઓના ઈશારે લોકોને અર્પણ થઈ શકયો નથી. અંતે મુહૂર્ત આવતા આગામી 12મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે.જોકે, શાસક અને તંત્રના અસંકલનને કારણે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફેરફાર થઈ રહ્યા છે.

ભાવનગર ખાતે અનેક િવકાસ કાર્યો રાજકીય કાવાદાવા અને નેતાઓની ખેંચતાણને કારણે ટલ્લે ચડ્યા છે. જેનો પ્રજાને લાભ મળતો નથી. મહાનગરપાિલકા દ્વારા સરદારનગર ખાતે કરોડોના ખર્ચે અદ્યતન સુવિધાસભર ઓડિટોરિયમ, આર્ટગેલેરી અને મ્યુઝિયમ બનાવ્યું છે. ભાવેણાની પ્રજા સુવિધા મેળવવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. પરંતુ રાજકીય જશ ખાટવા લોકાર્પણ શકય બનતું હતું અંતે આગામી 12મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણનું મુહુર્ત ઘડાયું છે. તદ્દઉપરાંત ગંગાજળિયા તળાવ ખાતે મલ્ટી સ્ટોરેય પાર્કિંગ અને અકવાડા ટોલટેન્કનું ખાતમુહુર્ત પણ સરદારનગર ખાતેથી કરવાનું આયોજન છે. જોકે, શાસકો અને તંત્ર વચ્ચેના સંકલનના અભાવે કાર્યક્રમમાં ફેરફાર શરૂ રહેતા સુિનશ્ચિત આયોજન ઘડાતુ નથી.

જ્યારે 12મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રી િવજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના કલા મહાકુંભનો સમાપન સમારોહ અને વિજેતાઓને ઈનામ વિતરણ કાર્યક્રમ પણ સરદારનગર ઓડિટોરીયમ ખાતે યોજાનાર હોવાથી તેના આયોજન અને વ્યવસ્થા માટે કલેકટર કચેરી ખાતે વિવિધ સમિતિની રચના સહિતની દોડધામ શરૂ થઈ છે. પરંતુ લોકાર્પણ-ખાતમુહૂર્તના આયોજનના ઠેકાણા નથી.

ધમધમાટ| તંત્ર અને શાસકોના અસંકલનથી સતત ફેરફાર

મલ્ટી સ્ટોરેય પાર્કિંગ અને અકવાડા ટોલટેન્કના ખાતમુહુર્ત માટે દોડધામ પરંતુ હાલમાં સરદારનગર ખાતે કલા મહાકુંભનું આયોજન

અન્ય સમાચારો પણ છે...