તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • રાજ્યભરમાં ધો.9 થી 12ની સત્રાંત પરીક્ષા ત્રણ ઓક્ટોબરથી લેવાશે

રાજ્યભરમાં ધો.9 થી 12ની સત્રાંત પરીક્ષા ત્રણ ઓક્ટોબરથી લેવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ 14 સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી તે પરીક્ષા અતિવૃષ્ટિ બાદ હવે મોડી લેવાનો બોર્ડનો નિર્ણય

એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર 6 સપ્ટેમ્બર

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.14 સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં ધો.9થી ધો.12ની પ્રથમ સત્રાંત પરીક્ષા 14 સપ્ટેમ્બરથી લેવાનારી હતી તે રાજ્યના ઘણાબધા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે શૈક્ષણિક કાર્યને અસર થઇ હતી અને અંગે રજૂઆતો પણ આવ્યા બાદ હવે પ્રથમ સત્રાંત પરીક્ષા 14 સપ્ટેમ્બરને બદલે તા.3 �ઓક્ટોબરથી 13 ઓક્ટોબર સુધી લેવાનો નિર્ણય બોર્ડની શૈક્ષણિક કમિટિની બેઠકમાં લેવાયો હતો.

રાજ્યના ઘણાબધા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાયેલી અને તેના લીધે શાળા�ઓમાં રજા રાખવામાં આવેલી અને શૈક્ષણિક કાર્યને વિપરિત અસર પડી હતી. આથી શાળા�ઓ દ્વારા પરીક્ષાની તારીખને મોડી કરવા રજૂઆતો બોર્ડ સમક્ષ કરવામાં આવી હતી. આમ હવે પરીક્ષા તમામ માન્ય શાળાઓમાં મોડી લેવામાં આવશે.

રેમેડિયલ શિક્ષણ દ્વિતીય સત્રમાં કરાવાશે

ધો.9-10માંશાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) અંતર્ગત વિદ્યાર્થીઓના રેમેડિયલ ટિચિંગ અને રિટેસ્ટ અંગેની કામગીરી શાળા�ઓએ દ્વિતીય સત્રમાં તા.6 નવેમ્બરથી 17 નવેમ્બર દરમિયાન પૂર્ણ કરવાની રહેશે તેમ બોર્ડના સચિવ આર.આઇ.પટેલે જણાવ્યું છે. અંગેની જાણ હવે પછી દરેક જિલ્લામાં શાળા કક્ષાએ કરવામાં આવશે.

નિર્ણય | તા.13 ઓક્ટોબર સુધીમાં પરીક્ષા પૂર્ણ કરવાની થશે

અન્ય સમાચારો પણ છે...