દુકાનના દરવાજામાં બાકોરૂ પાડી દોઢ લાખની તસ્કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર ભાવનગર | 26 જૂન

ભાવનગરશહેરના દાણાપીઠમાં આવેલ એક દુકાનના દરવાજામાં બાકોરૂ પાડી અંદર પ્રવેશી દુકાનના કાઉન્ટરના ગલ્લામાં રાખેલ રૂ.દોઢ લાખ કરતા વધુની રોકડ રકમ ઉઠાવી કોઇ તસ્કરો નાસી છૂટ્યા હતા.

શહેરના મહિલા કોલેજ પાછળ આવેલ તિલકનગરમાં રહેતા અને દાણાપીઠમાં મહેતા બ્રધર્સ નામની હોલસેલની દુકાન ધરાવતા શૈલેષભાઇ પ્રાણશંકર મહેતાની દુકાનને લાકડાના દરવાજામાં ગઇકાલે કોઇ તસ્કરો સાધનો વડે નાનુ બાકોરૂ પાડ અંદર પ્રવેશ્યા હતા ત્યારબાદ દુકાનના કાઉન્ટરના ખાતાને તથા નીચેના ખાતાને તોડી ગલ્લામાં રાખેલા રોકડા રૂ.1,53,964 ઉઠાવી નાસી છૂટ્યા હતા. જે બાબતે દુકાનદારન જાણ થતાં તેણે ગંગાજળિયા તળાવ પોલીસ મથકે દોડી જઇ અજાણ્યા તસ્કરો િવરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. છેલ્લા કેટલાક સમયથી શહેર જિલ્લામાં તસ્કરો રેઢુ પડ ભાળી ગયા હોય તેમ એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલીગ વધારવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

દાણાપીઠની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા

પોલીસ પેટ્રોલીંગ વધારવા લોક માંગ

અન્ય સમાચારો પણ છે...