• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ચૂંટણીઓ આવતા રાજકારણીયાઓ અને પક્ષપલટુઓની ગતિવિધિ તેજ થઈ જાય છે

ચૂંટણીઓ આવતા રાજકારણીયાઓ અને પક્ષપલટુઓની ગતિવિધિ તેજ થઈ જાય છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીઓ આવતા રાજકારણીયાઓ અને પક્ષપલટુઓની ગતિવિધિ તેજ થઈ જાય છે તેવી રીતે આદ્રા નક્ષત્ર તેમજ ત્યારબાદ અષાઢ મહિનાનો પ્રારંભ થતા ગગનમંડળમાં મેઘરાજાની ચહલપહલ તેજ થઈ ગઈ છે. સોમવારે સવારે સાત કલાકે ભાવનગર શહેરની ઉપર મેઘધનુષ્યનું સુંદર દ્રશ્ય સર્જાયું હતું. પથારીમાંથી વહેલા ઉભા થતા શહેરીજનોએ દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે તેનો લહાવો માણ્યો હતો. જોકે ગગન ગોરંભાયેલું જરૂર રહે છે, પરંતુ અપેક્ષા પ્રમાણેનો વરસાદ વરસી રહ્યો નથી. નક્ષત્ર િવજ્ઞાન મુજબ ઓગષ્ટમાં બેસનારા મઘા નક્ષત્રથી વરસાદની જમાવટ થવાની છે. એનીવે, વરસાદની આગાહીઓ તો સમય કહેશે પણ મોડા ઊઠનારા જીવનમાં બધે મોડા પડતા હોય છે તેમ તેઓ સુંદર નઝારો માણવામાં પણ મોડા પડ્યા હતા.

મેઘધનુષ્યના રંગે અષાઢી મેઘના અંબર ગાજ્યા...

અન્ય સમાચારો પણ છે...