બેન્કના નિયમથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રીર્ઝવબેંકનીગાઇડ લાઇન મુજબ દરેક રાષ્ટ્રીયકૃત બેંકોનાં ગ્રાહકોનાં ખાતાઓની અંદર મીનીમમ બેલેન્સ રાખવું આવશ્યક બનાવેલ છે. નિયમ હેઠળ ત્રણ વર્ગીકરણ કરવામાં આવેલ છે. જેની અંદર શહેરી,અર્બન અને ગ્રામ્ય તેમ વિભાગ પાડવામાં આવેલ છે. તે મુજબ શહેરી વિસ્તારમાં રૂ.5 હજાર અર્બન વિસ્તારમાં રૂ.3 હજાર અને ગ્રામ્ય વિસ્તારની અંદર રૂ.2 હજારનું બેલેન્સ ફરજીયાત પણે જમાં રાખવું પડશે અને જો નિયમથી ઓછુ બેલેન્સ હશે તો તેવા ગ્રાહકોનાં ખાતામાંથી પ્રતિમાસ રૂ.76 કાપી લેવાનો નિયમ છે.હવે નિયમથી સૌથી વધુ અને પારાવર મુશ્કેલીમાં ધકેલાયા છે કારણકે જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સરકાર દ્વારા મળતી શિષ્યવૃતિની રકમ મળતી હોય છે. તે સીધી બેંક ખાતામાં જમાં થતી હોય છે. અને રકમ શિષ્યવૃતિની રકમ ફકત રૂ.600/- વાષિક મળે છે.

આથી વિદ્યાર્થીનાં ખાતામાં મૂળ રકમ રૂ.600/- રહેતી હોય તેમાંથી બેંક દ્વારા નિયમ ભંગ મુજબ રૂ.76/- પ્રતિમાસ કાપી લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...