ભાવનગરના શૈલેષ પટેલનું અમરનાથ યાત્રામાં નિધન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળભાવનગરના અને અમદાવાદમાં વસતા એડવોકેટનો વ્યવસાય કરતા શૈલેષભાઇ પટેલ અમરનાથની પવિત્ર યાત્રા કરવા ગયા હતા ત્યાં યાત્રા દરમિયાન હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા તેઓનું કરૂણ મોત નિપજ્યું હતુ. તેના મૃતદેહને અમૃતસરથી અમદાવાદ િવમાન માર્ગે લાવવામાં આવ્યો હતો.

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એડવોકેટ શૈલેષભાઇ પટેલ વર્ષે અમરનાથ યાત્રાએ ગયા હતા અને યાત્રા દરમિયાન ચંબાના બરમોરાથી આગળ પહોંચ્યા ત્યાં શૈલેષભાઇને હ્રદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હતો અને તે�ઓનું નિધન થયું હતુ. તે�ઓના મૃત દેહને ને બરમોરાથી અમૃતસર લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોચીનથી ઇન્ડિગોની ફ્લાઇટમાં મૃત દેહને અમદાવાદ લાવવામાં આવ્યો હતો અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ કે ગઇ કાલે માહિતી મળતા ત્યાંના એસ.પી. અને ડેપ્યુટી કલેકટરને સૂચના આપી દેવામાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં સરકારે પણ સહયોગ કર્યો હતો.

હાર્ટ એટેકનો હુમલો પ્રાણઘાતક નિવડ્યો

જીતુભાઈ વાઘાણીના પ્રયાસથી મૃતદેહને અમૃતસરથી િવમાનમાં અમદાવાદ લવાયો

અન્ય સમાચારો પણ છે...