ભાવનગરની ત્રણ ઇજનેરી કોલેજમાં 236 બેઠકો ખાલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર | 12 �ઓગસ્ટ

એડમિશનકમિટિ ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી) દ્વારા ડિગ્રી ઇજનેરી કોલેજોમાં વર્ષે અોફલાઇન પ્રવેશની કાર્યવાહી આજે પૂર્ણ કરાયા બાદ ભાવનગરની 3 ડિગ્રી ઇજનેરી કોલેજમાં કુલ મળી 236 બેઠકો ખાલી રહી ગઇ છે.

એસીપીસી દ્વારા આજે જાહેર કરોયલી ખાલી બેઠકોની યાદી પ્રમાણે ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજ, બીપીટીઆઇની પાસે, વિદ્યાનગર ખાતે કુલ 23 બેઠકો ખાલી રહી ગઇ છે. જ્યારે શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજ, સીદસર, ભાવનગરમાં કુલ મળી 137 બેઠકો ખાલી રહી ગઇ છે. જેમાં સર્વાધિક બેઠકો પ્રોડકશન ફેકલ્ટીમાં 61 છે. સેલ્ફ ફાયનાન્સ જ્ઞાનમંજરી ઇન્સ્ટિટ્યૂટ �ઓફ ટેકનોલોજી, સીદસર, ભાવનગર ખાતે કુલ 76 બેઠકો ખાલી રહી છે. આમ બે સરકારી અને એક ખાનગી મળી કુલ ત્રણેય કોલેજોમાં 236 બેઠકો ખાલી રહી ગઇ છે. આમ, વર્ષે ઓનલાઇન એડમિશન બાદ એસીપીસી દ્વારા કોલેજોમાં ખાલી બેઠકો ભરવા ઓફલાઇન પ્રવેશ પદ્ધતિ લાગુ કરી અને તેમાં આજે અંતિમ િદવસ સુધીમાં િજલ્લમાં 236 બેઠકો ખાલી પડી છે.

જ્ઞાનમંજરી કોલેજમાં 76 બેઠકો ખાલી

જીઇસીમાં 23 બેઠકો અને શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજમાં 137 બેઠકો ખાલી પડી

અન્ય સમાચારો પણ છે...