તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • િનયમોને નેવે મુકી સુએઝ પ્લાન્ટથી પડવા સુધીની લાઇને િવવાદ સર્જયો

િનયમોને નેવે મુકી સુએઝ પ્લાન્ટથી પડવા સુધીની લાઇને િવવાદ સર્જયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર | ભાવનગર | 29 જૂન

ભાવનગર મહાનગરપાલિકા ઘણી વખત કોર્પોરેશનના ‘હિત’માં િનયમોને નેવે મુકતા હોય છે. જેનો તાદ્રશ્ય દાખલો 45 એમએલડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પડવા પ્લાન્ટ સુધી અંદાજિત રૂ.25 કરોડના ખર્ચે નખાતી પાઇપ લાઇન છે. જેમાં નથી તો ટેન્ડરિંગ પ્રક્રિયા થઇ કે નથી તો ખેડૂતોની જમીન એકવાયર કરી. જેથી કાનૂની ગુંચ પણ ઉભી થઇ છે.

45 એમએલડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી 35 એમએલડી ટેડ વોટર BECLને 1000 લીટરના રૂ.15 લેખે વેચાતું આપી રોજની કોર્પોરેશનને રૂ. 5 લાખની આવક થવાની છે. જે ખરેખર આવકારદાયક છે. પરંતુ કોર્પોરેશનની પદ્ધતિ ખોટી છે. BECLને મહીપરિએજમાંથી મળતા પાીમાં 75 ટકાનો કાપ મુકાતા તેઓને સુએઝ ટ્રીટમેન્ટમાંથી પાણી લેવામાં ઘણી ઉતાવળ હતી.જેથી પડવા પ્લાન્ટથી સુએઝ ટ્રીટમેન્ટ સુધી લાઇન નાંખવા BECL અને પાણી પુરવઠા બોર્ડ સ્ટાફના અભાવે ના પાડતા અંતે 6 ટકા સુપરવિઝન ચાર્જ સાથે કોર્પોરેશન દ્વારા રૂ.25 કરોડના ખર્ચે પાઇપ લાઇન નાંખવાનું કામ શરૂ કર્યું હાલમાં 70 ટકા જેટલું કામ પણ પૂર્ણ થઇ ગયું છે.

પરંતુ આ કામમાં કોર્પોરેશન દ્વારા ટેન્ડરીંગ પ્રક્રિયા પણ કરી નથી અને ખેડૂતો અને અન્ય જમીન એકવાયર કરવા જાહેરનામુ નથી પાડ્યુ. વાંધા-સૂચનો સાંભળ્યા નહીં કે સરકારમાંથી મંજૂરીની રાહ પણ જોયા વગર કામ શરૂ કરતા અનેક આક્ષેપો થઇ રહ્યા છે. જ્યારે ખેડૂતો પણ કાનૂની કાર્યવાહી હાથ ધરતા વિવાદ સર્જાયો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા િનયમોને નેવે મુકી પાઇપ લાઇનની મંજૂરી માટેની કાર્યવાહી હાથ ધરી તેને શાસક પક્ષે પણ લીલીઝંડી આપી હત. સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.25 કરોડના ખર્ચે પાઇપ લાઇન નાંખવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આ મદ્દે પણ શાસક પક્ષમાં ઉભા ફાટા પડ્યા છે અને આ બાબતને ગંભીર ગણાવી પ્રદેશ કક્ષા સુધી વહીવટમાં ક્ષતિ બાબતે ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ગવર્મેન્ટના િવભાગોના સંકલનથી કામ કર્યુ
સુએઝ ટ્રીટમેન્ટથી પડવા પ્લાનટ સુધી 13.8 કિલોમીટરની પાઇપ લાઇન નાંખવા માટે ગવર્મેન્ટના જુદા જુદા િવભાગોના સંકલનથી કામ શરૂ કર્યું. BECLને પણ પાણી મેળવવા ખુબ જ આવશ્યકતા હતી. સાથે કોર્પોરેશનને પણ આવકનો સ્ત્રોત મળ્યો છે. ગઢેચીનું N-10નું કામ હતું. તેને જ કામ સોંપાયું છે. જમીન સંપાદન માટે સરકારમાંથી મંજૂરી મગાઇ છે. ખેડૂતોને કાયદેસર વળતર મળશે. મુકેશ કુકડીયા, કાર્યપાલક ઇજનેર, યોજના િવભાગ

અન્ય સમાચારો પણ છે...