તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવેણાને મહુવા બાન્દ્રા ટ્રેનનો લાભ ધોળાથી ન મળતાં લોકોમાં નારાજગી

ભાવેણાને મહુવા-બાન્દ્રા ટ્રેનનો લાભ ધોળાથી ન મળતાં લોકોમાં નારાજગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર| ભાવનગર | 29 જૂન

ભાવનગર રેલવેમાં મહુવાથી બાન્દ્રા જતી ટ્રેનનો ભાવનગર શહેર અને પંથકના લોકોને ધોળાથી લાભ મળી શકે એવી એક શક્યતા હોઇ લોકોએ આ ટ્રેનના સમયમાં એટલે કે દસથી પંદર મિનિટનો ફેરફાર કરવાની માંગણી કરી છે તેને થોડા સમય પૂર્વે જાહેર થયેલા અને આવતી કાલથી અમલમાં આવનારા નવા ટાઇમ ટેબલમાં પણ ન્યાય નહીં મળતાં રેલવે પ્રત્યે અસંતોષની લાગણી ફેલાઇ રહી છે.

લોકોનું અને ખાસ કરીને રેલવેના જાણકારોનું કહેવાનું એમ થાય છે કે મહુવા બાંદ્રા ટ્રેન જ્યારે મહુવાથી બપોરે એક વાગ્યે નીકળે છે તે બપોરે 3:20 વાગ્યે ધોળા પહોંચે છે. બીજી તરફ ભાવનગરથી સુરેન્દ્રનગરની ટ્રેન બપોરે 2:25 વાગ્યે ભાવનગરથી નીકળે છે અને 3:30 વાગ્યે ધોળા પહોંચે છે. આમ આ ટ્રેન જ્યારે ધોળા પહોંચે છે ત્યારે મહુવાથી બાંદરાની ટ્રેન માત્ર 10 મિનિટ પહેલાં જ અહિંથી ઉપડી ગઇ હોય છે. આ કારણે કારણે મહુવા બાંદ્રા ટ્રેનમાં જવું હોય તો તેનો લાભ ભાવનગરી�ઓને મળી શકતો નથી. આથી લોકોની અપેક્ષા છે કે મહુવા બાન્દ્રાની ટ્રેન 10થી 15 મિનિટ જેટલી મોડી કરીને અથવા ભાવનગરથી સુરેન્દ્રનગર જતી ટ્રેન 15 મીનીટ વહેલી કરીને લોકોને એટલે કે ભાવનગરના લોકોને આ ટ્રેનનો લાભ મુંબઇ જવા માટે થઇ શકે એવી સુવિધા આપવામાં આવે. આ માંગ લાંબા સમયથી છે અને તાજેતરમાં અમલી થયેલ ટાઇમટેબલમાં આ લોકઇચ્છીત ફેરફાર નહીં થતાં રેલવે પ્રત્યે નારાજગી છવાઇ રહી છે. જો કે આ નાનકડા ફેરફારથી પણ અન્ય ટ્રેનને કોઈ અસર થતી હોય તેથી તમામ સમયપત્રકનો અભ્યાસ કરીને આ પ્રકારનો ફેરફાર કરી શકાતો હશે તો લોકોના હિત માટે આ પ્રકારનો ફેરફાર કરવાનો વિચાર કરવામાં આવશે, તેમ રૂપા શ્રીનિવાસન, ડીઆરએમ, ભાવનગર રેલવે દ્વારા એક સવાલના જવાબમાં જણાવાયું હતું. હવે આગામી થોડા મહિનામાં સમયપત્રકમાં ફેરફારો આવી રહ્યા છે ત્યારે આ લોકઇચ્છીત ફેરફાર કરવામાં આવશે તેવી આશા લોકો રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...