તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેસ બારી અંદર, દવાબારી બહાર, દર્દીઓ થશે હેરાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |29 જૂન

સર તખ્તસિંહજી હોસ્પિટલમાં કેસ કઢાવવા માટે સવારથી બપોર ઓપીડીના સમયે લાંબી લાંબી લાઇનો રહે છે, એટલી જ લાંબી લાઇનો દવા બારી ઉપર રહે છે, પરંતુ તંત્ર આ બંને બારીઓ ઉલટ સુલટ કરવા માંગે છે, જેનાથી દર્દીઓને હાડમારી વધશે. કારણ કે દર્દીઓએ પ્રથમ કેસ કઢાવવાની જરૂર પડે છે, જેની માટે અંદર લાંબુ થવંુ પડશે.

દવાખાનામાં પ્રવેશ કરતા જ કેસ કઢાવીને જે તે ઓપીડીમાં દર્દીઓ જતા રહે છે, છેલ્લે દવા લઇને રવાના થઇ જાય છે, આગામી સમયમાં એવી સ્થિતિ જન્મ લેશે કે, કેસ કઢાવવા માટે અંદર જવંુ પડશે, જ્યારે દવા બહારના ભાગે લઇને રવાના થશે. પરંતુ તકલીફ ત્યા થશે કે, દર્દી આવે તુરંત તેને અંદરના ભાગે લાંબુ થવંુ પડશે, જે કેસ બહારથી પ્રવેશતા જ કેસ કઢાવીને ફટાફટ તબીબ પાસે જતા હતા, તે નહીં જઇ શકાય.

ટોકન સિસ્ટમ લાગુ પડાશે
કેસ બારી ઉપર હાલમાં લાંબી લાંબી લાઇનો જોવા મળે છે, જ્યા કોઇ ઓળખાણનો લાભ લઇને લાઇનમાં ઘુસી જાય છે, પરંતુ કેસ બારી દવાબારી ઉપર લઇ જઇને ટોકન સિસ્ટમ લાગુ પાડવામાં આવશે. જેથી ક્રમશ: જ દર્દીઓનો વારો આવી શકશે.

અન્ય સમાચારો પણ છે...