તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂ. 80 હજારની લાંચ લેતા કારોબારી ચેરમેન ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સભ્ય વિરૂધ્ધ પણ ACBમાં ગુનો નોંધાયો
આ ઘટનાથી બોટાદના રાજકારણમાં આવેલો ભારે ગરમાવો

ખેતીની જમીન શૈક્ષણિક હેતુ માટે બિન ખેતી કરવાનો મામલો

ભાવનગર|બોટાદ|29 જૂન
કોંગ્રેસ શાસીત બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સી.બી. ખાંભલીયા અને જિલ્લા પંચાયતના કોંગ્રેસનાં સભ્ય ઇશ્વરભાઇ ભરાડીયાએ 10 હજાર મીટર જમીન બીન ખેતી કરવા માટે ભાવનગરના હરેશકુમાર ખુમાનસંગભાઇ ડોડીયા પાસે 80 હજાર રૂપિયાની માંગણી કરેલ.જે પૈસા બાબતે હરેશભાઇએ બોટાદ એસીબી ને સાથે રાખી રૂપિયા આપતા બોટાદ એસીબી એ તેને રંગેહાથ ઝડપી લીધા હતા.આ ઘટના બનતા બોટાદ રાજકારણમાં ભારે ગરમાવો આવેલ છે.

બનાવની વિગતો મુજબ બોટાદ આતે રહેતા અને બોટાદના ચિંતન ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટ્રી હરેશકુમાર ખુમાનસંગભાઇ ડોડીયાએ બોટાદના કેરીયા નં-2 ગામે ટ્રસ્ટની 17 વિઘા જમીન આવેલહોય જે જમીન પૈકી 10 હજાર મીટર જમીન શૈક્ષણીક હેતુ માટે બિનખેતી કરાવવા માટે જિલ્લા પંચાયત બોટાદમાં તેઓએ અરજી કરેલ હોય જે અરજીના ક્રમે 1 મીટરના રૂ.8 લેખે 10 હજાર મીટરના 80 હજાર રૂપીયા વહિવટ અને લાંચ પેટેના આરોપી ઇશ્વરભાઇ નરશીભાઇ ભરાડીયા એ હરેશ ડોડીયા પાસે માંગણી કરવામાં આવેલ.

જેથી ઇશ્વરભાઇના કહેવા મુજબઅન્ય આરોપી ચમનભાઇ બાબુભાઇ ખંભાલીયા (બોટાદ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન)એ આજે તાલુકા સેવા સદન ખાતે લાંચની રકમ રૂ.80 હજાર પંચની હાજરીમાં અને ઓડીયો રેકોડીંગમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ સ્વીકારતા બોટાદ એસીબીના પીઆઇ બી.પી.ગાધેર એ રંગે હાથ વઝડપી લઇ બન્ને વીરૂધ્ધ ગુન્હો દાખલ કરેલ છે.આ બનાવે બોટાદના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...