તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયુ. તબીબોના પ્રકરણે અધિકારીઓને કોર્ટનું તેેડું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ગુજરાત હાઈકોર્ટે સાતમાં પગાર પંચ બાબતે ટીચર અસોસીએશન દ્વારા કરવામાં આવેલ એક કેસમાં ગુજરાત સરકારના જવાબદાર ગણાવેલા દરેક અધિકારીને ૪ જુલાઇના રોજ બપોરે અઢી વાગે હાઈકોર્ટમાં હાજર રહેવા ફરમાન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે આખા ગુજરાતમાં સરકાર દ્વારા આયુર્વેદના તબીબી અધિકારી�ઓ/શિક્ષકોને સાતમુ પગાર પંચ આપવાનું આનંદીબેન પટેલના સમયથી જ લાગુ કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક તથાકથિત અધિકારી�ઓ દ્વારા તેને અચાનક જ અમાન્ય ગણાવાયું અને આયુર્વેદની સેવા કરતા ભારતીય ચિકિત્સા પરંપરાના અધિકારી�ઓને તેમની નોકરી એડહોક ધોરણની છે તેવું ખોટું બહાનું કાઢીને તેમના સાતમાં પગાર પંચના લાભો પાછા ખેંચી લેવાની જાહેરાતો કરી તેમને ચૂકવેલો પગાર પાછો લીધો હતો જેના વિરોધમાં એડહોક ટીચર એસોસિયેશન ન્યાય માંગવા ગુજરાત હાઇકોર્ટ ની શરણે ગઈ હતીમાં. જે લડત લાંબા સમયથી ચાલતી હતી જેમાં હાલમાં જ ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારમાં કાર્યરત કેટલાક તથાકથિત જવાબદારઅધિકારી�ઓને હાઇકોર્ટમાં હાજર રહેવા સૂચન આપ્યું છે. આ અતિ ગંભીર બાબત છે. સમગ્ર રાજ્યના એડહોક તબીબો સાથે ભાવનગરના એડહોક તબીબો પણ જોડાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...