સ્વાઇન ફ્લૂની દવા હવે દરેક મેડિકલ પર હશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોહિલવાડ પંથકમાં વધ્યો સ્વાઇન ફ્લૂનો સકંજો

હેલ્થ રિપોર્ટર | ભાવનગર | 12 ઓગસ્ટ

ભાવનગરઅને બોટાદ જીલ્લામાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવી દીધો છે. ગઇ કાલે બોટાદની એક આધેડ વ્યક્તિનું મૃત્યુ બાદ આજે ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ગુંદરાણા ગામે એક મહિલાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત નીપજ્યું છે. સાથે બન્ને જીલ્લામાં સ્વાઇન ફ્લૂથી થયેલ મૃત્યુનો આંક 4-4 પર પહોંચ્યો છે. આના પગલે આરોગ્ય વિભાગના અધિકારીઓ પોતાની રજાઓ કેન્સલ કરીને દવા વિતરણ અને સ્ક્રીનીંગના કામે પ્રવૃત્ત થયા છે.

મહુવા તાલુકાના ગુંદરણા ગામે રહેતા ચંપાબેન હસમુખભાઇ બારૈયા (ઉ.વ.35)ને તાવ, શરદી, ગળામાં દુખાવો અને સ્વાઇન ફ્લૂની તકલીફને લઇને સ્થાનિક પ્રાથમિક સારવાર દરમ્યાન સારું થતાં ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સ્વાઇન ફ્લૂ વોર્ડમાં તેમની સારવાર ચાલુ હતી તે દરમ્યાન તેમનું આજે મોત નિપજ્યું હતું. સ્વાઇન ફ્લૂના કેસમાં આરોગ્ય વિભાગની સિસટમ અનુસાર તેમનો મૃતદેહ પોલીથીનમાં પેક કરીને તેમ અન્ય વિશેષ સુચનાઓ સાથે સોંપવામાં આવ્યો હતો.

સ્વાઇન ફ્લૂ સ્થિતિ :2017

59શંકાસ્પદકેસો નોંધાયા

27પોઝીટીવકેસો નોંધાયા

12સાજાથતાં રજા અપાઇ

12હાલસારવાર હેઠળ

04મોતનીપજ્યાં

18લાખલોકોનું સ્ક્રીનીંગ થયું

આટલું યાદ રાખો...

સ્વાઇનફ્લૂ અટકાવવા હસ્તધૂનનના બદલે નમસ્કારની મુદ્રાથી એકબીજાને મળો તો સ્વાઇન ફ્લુ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ટ્રાન્સ્મીટ થતો અટકશે. એટલું નહીં હાથ વાંવાર સાબુથી ધોવા, ખૂબ પાણી પીવું, પૌષ્ટિક આહાર લેવો અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

મહુવાના ગુંદરણા ગામની મહિલાનું સ્વાઇન ફ્લુથી મોત નીપજ્યું : ભાવનગર િજલ્લામાં મૃતાંક 4ને આંબી ગયો

રોગચાળો | ભાવનગર-બોટાદમાં રોગને નાથવા આરોગ્ય તંત્રની વધેલી દોડધામ

^ભાવનગર જીલ્લામાં સ્વાઇન ફ્લૂની દવાનો પૂરતો જથ્થો છે. તેનું વિતરણ પણ થઇ રહ્યું છે. આરોગ્ય વિભાગે પોતાની સ્ક્રીનીંગની કામગીરી અવિરત રાખીને 18 લાખ લોકોનું સ્ક્રીંગ કર્યું છે. સ્વાઇન ફ્લૂની દવા હવે શેડ્યુઅલ એક્સમાંથી શેડ્યુઅલ એચ1માં સમાવવામાં આવી હોવાથી હવે તે દરેક મેડીકલ પર ઉપલબ્ધ હશે. સ્થિતિને લઇને સ્વાઇન ફ્લૂ કંટ્રોલ રૂમ પણ ચાલુ કરાયો છે. સ્વાઇન ફ્લૂ અંગેની કોઇ પણ મદદ- માર્ગદર્શન માટે ફોન નં. 0278-2423665 પર સંપર્ક કરી શકાય છે. >ડો.એચ.એફ.પટેલ,જીલ્લાઆરોગ્ય અધિકારી, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...