ધાર્મિક નોંધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક નોંધ

}દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સંઘ

પૂ.અંગુરપ્રભાબાઇમ.સ.ઠા.3 આજે વિદ્યાનગર સોસાયટી પ્લોટ નં.90 વિદ્યાનગર પધારવાના છે. ચંપકગુરૂ અારાધના ભવન ભરતનગર ઉપાશ્રયે પૂ.નીતાબાઇ મ.સ.ની નિશ્રામાં સવારે 9-30 થી 10-30 વ્યાખ્યાન બપોરે 4 થી 5 ભરતનગર મહિલા મંડળના જાપ રાખેલ છે.

}શિવયોગસત્સંગ

શિવયોગસત્સંગ તા.27 મંગળવારે રાત્રે 9 થી 10-30 પટેલ મનહરભાઇ ચુનીલાલ પ્લોટ નં.7 સાંઇ દર્શન પાર્ક ઓફીસ સામે સાંઇદર્શન પાર્ક સુભાષનગર રાખેલ છે.

}પૂ.મુનીશરત્નસૂરિ.નુકૃષ્ણનગરમાં પ્રવચન

પ.પૂ.અાચાર્યમુનીશરત્નસૂરિ, પૂ.પંન્યાસ જીવેશરત્ન વિ.મા.આદિ.ઠાણા કૃષ્ણનગર ખાતે તા.27,28,29 સ્થિરતા કરશે તેમની નીશ્રામાં સવારે 8-30 થી 9-30 વ્યાખ્યાન રાખેલ છે.

}અષ્ટવિનાયકમંદિર,કાળિયાબીડ

કાળીયાબીડમાંભગવતી સર્કલ પાસેના અષ્ટવિનાયક સિધ્ધિ વિનાયક મંદિરમાં મંગલ મહોત્સવ અંતર્ગત તા. 27 ને મંગળવારે સવારે 8 કલાકે મંગળાઆરતી, બપોરે 11.31 કલાકે રાજભોગ આરતી, સાંજે 4 થી 6 બહેનોના સત્સંગ, સાંજે 7.15 કલાકે ઉત્સવ આરતી, રાત્રે 8.31 કલાકે શયન આરતીના દર્શન થશે.

}હ.વિ.ગોસળીયા સ્થા. જૈન પૌષધશાળા

દરિયાપુરીસંપ્રદાયના પૂ. પ્રેક્ષાબાઇ મ.સા. આદિ ઠાણા-3 અત્રે ઉપાશ્રયમાં ચાતુર્માસ પ્રવેશ કરેલ છે. અત્રે સુખશાતામાં બીરાજે છે. તેઓની નિશ્રામાં સવારે પ્રાર્થના, વાંચણી, વ્યાખ્યાન તા. 2-7 ને રવિવારથી પૌષધશાળામાં શરૂ થશે.

વિવિધકાર્યક્રમ

}વિપશ્યના સામુહિક સાધના

જુનાવિપશ્યી સાધકો માટે સવારે 7 થી 8, નવા વિપશ્યી સાધકો માટે સવારે 8 થી 8-30 તા.28 બુધવારે સૂચક મેડીકલ એન્ડ હોસ્પીટલ જલારામ દર્શન કાળુભા રોડ ત્રીજા માળે ભાવનગર ખાતે રાખેલ છે.

}સ્ત્રીરોગનીવિનામૂલ્યે તપાસ

ગાયનેકડોકટર દ્વારા સ્ત્રીરોગની તપાસ તદ્દન વિનામૂલ્યે દર બુધવારના સવારે 10 થી 12 સુચક મેડીકલ સેન્ટર એન્ડ હોસ્પીટલ જલારામ દર્શન કાળુભા રોડ ખાતે કરવામાં આવશે.

}પીલગાર્ડનમાંવિનામૂલ્યે યોગ, પ્રાણાયામ વર્ગ

પતંજલીસંસ્થા દ્વારા નિરોગી રહેવા અને રોગ મુકત થવા યોગ પ્રાણાયામ રોજ સવારે 6-30 થી 8 કલાક સુધી ભાઇઓ, બહેનોને પીલગાર્ડનમાં મહારાજાના પુતળા પાસે યોગ તથા પ્રાણાયામ કરાવવામાં આવે છે.

}ભરતનગરજૈન સંઘ

પાલીતાણાશંત્રુજય તીર્થની વડવા, શહેર, ખદરપર જીનાલય, રૂપાણી અને ગાયત્રી અને ચૌમુખજી જિનાલયને સાંકળતા તા.2-7 રવિવારના ડીપોઝીટ ભરી નામ મહેશ જશાણી, પાર્શ્વ પ્રો.સ્ટોર, શ્રીકાંત શાહ રૂપાણી, ભરતનગર પાઠશાળાએ તા.28,29ના 10 થી 12માં લખાવવા ચિંતામણી સર્વ સા.ભંડાર બાકી હોય તેણે પરત આપી ગૃહ ઉપયોગી બોટલ ફ્રીમાં મેળવવી.

}મહિલાએકયુપ્રેશર હોસ્પિટલ

કાળીયાબીડમાંભગવતી સર્કલ પાસે, ગણપતિ મંદિરની બાજુમાં આવેલા ડો. ચંન્દ્રિકાબેન સોની થેરાપી સેન્ટર તથા મહિલા એકયુપ્રેશર હોસ્પિટલમાં આજે સાંજે 4 થી 6 બહેનોને હાથ,પગ, સાંધા, સાયટીકાના દુ:ખાવા,હૃદય,કિડની,લીવરની તકલીફ તથા સંતાનપ્રાપ્તી માટે વિનામૂલ્યે કુદરતી ઉપચાર એકયુપ્રેશર પોઇન્ટથી સારવાર અપાશે.

}સમસ્તબ્રહ્મસમાજ જોગ

ચાણકયસેવા ટ્રસ્ટ તથા વડોદરા જીલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના ઉપક્રમે તા. 22-10 ને રવિવારે વડોદરામાં 50 મું જીવનસાથી પસંદગી સંમેલન યોજાશે. જેના ઉમેદવારીપત્ર ગીતા કાર્ડસ, કોર્ટ પાછળ, હજુર પાયગા રોડ ખાતેથી વિનામૂલ્યે આપવામાં આવશે.

}દરજીયુવા ગૃપ,કાળીયાબીડ

ધો.1 થી 12 ના સમસ્ત દરજી સમાજના બાળકોને તા. 2-7 ને રવિવારે સવારે 9 કલાકથી વિનામૂ્લ્યે નોટબુકનું વિતરણ કરાશે. છાત્રોએ ઓરીજીનલ માર્કશીટ સાથે નરેશભાઇ સી. વાઘેલા (ટાંકીવાળો રોડ, વાઘેલા બ્રધર્સ, લખુભાઇ હોલ સામે, કાળીયાબીડ) નો સંપર્ક સાધવો.

}મોઢવણિક સમાજ ટ્રસ્ટ-મહિલા વિંગ

મહિલાવિંગ દ્વારા તા. 8-7 ને શનિવારે નિષ્કલંક મહાદેવ,કોળીયાકની પિકનીક યોજાશે. જેનું રજીસ્ટ્રેશન તા. 1-7 અને 2-7 ના સાંજે 4 થી 5 દરમિયાન વસુંધરા કોમ્પ્લેક્ષ, એકસીસ બેન્કની ઉપર)કરાવી લેવુ.

}મોઢવણીક જ્ઞાતિ યુવક મંડળ

મંડળસંચાલિત મોઢ સોશ્યલ ગૃપ દ્વારા તા. 2-7 ને રવિવારે એકદિવસીય પિકનીક યોજાશે. મેમ્બરે પાસ નાના તડની વાડીમાંથી સાંજે 4 થી 6 માં મેળવી લેવા. તા. 28-6 સુધીમાં નવા મેમ્બરની નોંધણી ચાલુુ છે.

}રાહતદરે રસીકરણ કેમ્પ

મંગલચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોટરી કલબ ઓફ ભાવનગરના સહયોગથી તા. 2-7 ને રવિવારે સવારે 10 થી 12 આનંદનગરમાં એલ.આઇ.જી.-216 માં મંગળાબા સત્સંગહોલમાં રાહત દરે રસીકરણ કેમ્પ યોજાશે. જેમાં પોલીયો, પેન્ટાવેક, બી.સી.જી., ત્રીગુણી, ઓરી, ઝેરી કમળો, ટી.ટી. મેનીન્જાયટીસ, એમ.એમ.અાર., ટાઇફોઇડ,સાદો કમળો, અછબડા, રોટા વાયરસ,ન્યુમોકોકલ અને રૂબેલા વ. રસીઓ અપાશે.

}વિજ્ઞાનનગરીમાંવિવિધ પ્રવૃતિઓ

આંબાવાડીમાંબળવંત પારેખ વિજ્ઞાનનગરીમાં સાંજે 4 થી 7 સુધી સાયન્સ મ્યુઝીયમ ખુલ્લુ રહેશે. સરકાર માન્ય ફોટોગ્રાફી, કમ્પ્યુટર હાર્ડવેર, વિડીયો એડીટીંગના કોર્સ માટે નવી બેચનું અને ઇલેકટ્રોનિકસ લેબ.માં એડમિશનનું રજીસ્ટ્રેેશન શરૂ કરાયેલ છે.

}શ્રીમાળીસોની મુંજપરા પરિવાર

શ્રીમાળીસોની મુંજપરા પરિવાર અને મુંજપરા સખી મંડળના સંયુકત ઉપક્રમે પુષ્ય નક્ષત્ર યોગ નિમીત્તે સોની સમાજના 0 થી 12 વર્ષના 55 થી વધુ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા મહાનુભાવોના હસ્તે પીવડાવવામાં આવ્યા હતા.

િજલ્લાનોંધ

}નવિનભાઇ ગાંધીનું ચક્ષુદાન કરાયુ

તા.26/6ના રોજ સ્વ.નવિનભાઇ રસિકલાલ ગાંધી (ઉ.વ.65) નું અવસાન થતા તેમના કુટુંબીજનોએ ચક્ષુદાનનું પુણ્ય કાર્ય કરેલ છે. ઈન્ડીયન રેડક્રોસ વતી ડો.યોગેશભાઇ ઉપાધ્યાયે ચક્ષુદાન સ્વીકારી અંધજનના લાભાર્થે ચક્ષુદાન ડો.જગદીપ કાકડીયા ભાવનગર મોકલી આપેલ છે.

}બવળવંતરાયમહેતાનું ચક્ષુદાન કરાયુ

તા.25/6ના રોજ સ્વ.બળવંતરાય જમનાદાસ મહેતા (ઉ.વ.89) નું અવસાન થતા તેમના કુટુંબીજનોએ ચક્ષુદાનનું પુણ્ય કાર્ય કરેલ છે. ઈન્ડીયન રેડક્રોસ વતી ડો.યોગેશભાઇ ઉપાધ્યાયે ચક્ષુદાન સ્વીકારી અંધજનના લાભાર્થે ચક્ષુદાન ડો.જગદીપ કાકડીયા ભાવનગર મોકલી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...