ટેટ-2ની મોકૂફ પરીક્ષા હવે 20 ઓગસ્ટે લેવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચત્તર પ્રાથમિક શાળા�ઓ, ધો.6થી ધો.8માં ભરતી માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.30 જુલાઇને રવિવારે બપોરના 3થી સાંજના 5 વાગ્યા સુધી શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-2નું આયોજન કરવામાં આવ્યું હતુ પણ રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઇને પરીક્ષા મુલત્વી રાખવામાં આવી હતી. હવે પરીક્ષા આગામી તા.20 �ઓગસ્ટ42017ને રવિવારે બપોરના 3થી સાંજના 5 વાગ્યા સુધી લેવામાં આવશે. ટેટ-2ની કસોટી માટે ઉમેદવારોએ અગાઉ ડાઉનલોડ કરેલા કોલ લેટર માન્ય ગણાશે. જેમાં ઉમેદવારોએ તારીખ સુધારી લેવાની રહેશે. અથવા તા.31 જુલાઇને સોમવારે બપોરના 2 વાગ્યાથી તા.20 �ઓગસ્ટને રવિવારે બપોરના 3 વાગ્યા સુધી વેબસાઇટ ojas.gujarat.gov.in પરથી નવા કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...