{ પ્રથમ તબક્કામાં 16 મંડળોએ ભજન કિર્તન રજૂ કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ પ્રથમ તબક્કામાં 16 મંડળોએ ભજન કિર્તન રજૂ કર્યા

ભાવનગર | 29 જુલાઇ

શ્રાવણમાસને અનુલક્ષીને ધારાસભ્ય વિભાવરીબહેન દવે દ્વારા સિનિયર સિટિઝનો માટે ચાલતી માવતર સંસ્થા આયોજિત શહેરમાં ચાલતા સત્સંગ મંડળો વચ્ચે યશવંતરાય નાટ્યગૃહમાં સત્સંગ હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું હતુ અને આજે આયોજિત સ્પર્ધામાં વૃદ્ધ બહેનોના 54 સત્સંગ મંડળોએ સ્પર્ધામાં ઉમંગઉત્સાહ અને ભાવભક્તિભેર ભાગ લીધો છે અને તેમાં આજે 16 મંડળોએ સત્સંગની ભાવભેર અને સંગીતમય રજૂઆત કરતા ગૃહમાં ધર્મમય માહોલ છવાઇ ગયો હતો.

શ્રાવણ માસમાં માવતર સંસ્થા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલતા સત્સંગ મંડળો વચ્ચે સત્સંગ સ્પર્ધા યોજાઇ છે અને તેમાં આજે શનિવારે પ્રથમ તબક્કામાં આજે સ્પર્ધા યોજાઇ ગઇ હવે તા.5 ઓગસ્ટ, 13 ઓગસ્ટ અને છેલ્લે 20મી ઓગસ્ટે સ્પર્ધા યોજાશે. છેલ્લા દિવસે સેમિ ફાઇનલ અને ફાઇનલ સ્પર્ધા યોજાશે. આજે ભાગ લેનારા પ્રત્યેક મંડળને તેમજ સત્સંગી બહેનોને પ્રોત્સાહન ઇનામો ધારાસભ્ય વિભાવરીબહેન દવેના હસ્તે અપાયા હતા. કાર્યક્મમાં બહોળા પ્રમાણમાં વૃદ્ધ બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...