તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને 900 સ્કૂલ બેગનુ કરાયેલુ વિતરણ

જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને 900 સ્કૂલ બેગનુ કરાયેલુ વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ માનવ સેવા એ જ પ્રભુ સેવા. ચરિતાર્થ કરતી ભાવનગરની મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કંઇક આવા હેતુ સાથે ભાવનગરની ભાવનગર શહેર અને જિલ્લાની ગ્રામ્ય વિસ્તારના 7 સ્કૂલોના જરૂરિયાતમંદ 900 વિધાર્થીઓને વિનામુલ્યે સારી કવોલીટી સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવેલ.અત્યારે સૌથુ મોંધુ શિક્ષણ અને મેડીકલ થયુ છે. અને જીવનમાં શિક્ષણની સૌથી વધુ જરૂરીયાત અને અગત્યતતા રહેલી છે. ત્યારે મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ.પ.પુ વિનાયકભારથી ગુલાબભારથી બાપુના આશીર્વાદથી તથા સદગૃહસ્થોના સહયોગથી આનંદનગર પ્રાથમિક શાળા નંબર 14 અને 15, નુતન વિદ્યાલય સુભાષનગર શાળા નં.24 દિપક ચોક શાળા નંબર 18 અને 19, મહિલા સ્કૂલ રવિન્દ્રનાથ ટાગોર શાળા નંબર 20, રસાલા કેમ્પ શાળા નંબર 28, આનંદ વિહાર અખાડા પ્રભુદાસ તળાવ શાળા નંબર 10 તથા ધારેશ્વર મહાદેવના વંછીતોના વાણોતર સંસ્થા વિગેરે પ્રાથમિક શાળાઓના ઘોરણ 5 થી ધોરણ 7ના વિદ્યાર્થીઓને 900 સ્કૂલ બેગનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક વિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. અને દાતાઓનો સહયોગ મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...