તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

}શાસ્ત્રીનગરમાં મુનીશરત્નસુિરનુ વ્યાખ્યાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
}શાસ્ત્રીનગરમાં મુનીશરત્નસુિરનુ વ્યાખ્યાન

શાસ્ત્રીનગરખાતે પ.પૂ.આ.મુનીશરત્નસૂરિ મ.સા.,પૂ.પંન્યાસ જીવેશરત્ન વિ.મ. આદિ થાણા આજે પધારશે. તેમની નિશ્રામાં તા.10 રવિવારે સવારે 7-30 થી 8-30 સુધી વ્યાખ્યાન રાખેલ છે.

}દાદાસાહેબમાંબાળકોની સામાિયક

નવખંડાપાર્શ્વનાથ સામાયિક મંડળ તરફથી રવિવાર તા.11ના રોજ સવારે 10 કલાકે સમસ્ત ભાવનગરના બાળકોની સામાિયક, પ્રભાવના દાદાસાહેબમાં રાખેલ છે.

}સમર્પણધ્યાન કેન્દ્ર ભાવનગર સમુહ ધ્યાન

રવિવારનુસમુહ ધ્યાન ઘરશાળા સ્કૂલ હોલ ખાતે સવારે 7 થી 8 રાખેલ છે.

}સુંદરકાંડનાપાઠ

કમલેશ્વરમહાદેવ ઘોઘાસર્કલ સેવારામ આશ્રમ ખાતે આજે સાંજે 5 થી 7 સુંદરકાંડના પાઠ રાખેલ છે.

}દશાશ્રીમાળીસ્થાનકવાસી જૈન સંઘ

પૂ.ગીતાબાઇમ.સ.આજે ભકિતબાગ ઉપાશ્રયે પધારવાના ભાવ રાખે છે. તેની નિશ્રામાં વ્યાખ્યાન રોજ 9-15 થી 10-50 રહેશે. રવિવારે વ્યાખ્યાન દરમ્યાન સીધ્ધીબાઇ મ.સ.ની ગુણાનુવાદ સભા રાખેલ છે. પુ.ઉમેદગુરૂ જૈન પાઠશાળા રવિવારે 9-30 થી 12 ભકિતબાગ ઉપાશ્રયે રાખેલ છે.

}જનકમહારાજના આનંદના ગરબા

દરબારીકોઠાર પાસે વૈજનાથ મહાદેવ મંદિરવાળો ખાંચો બહુચર કલા મંડળ આયોજીત જનક મહારાજના આનંદ ગરબાનો કાર્યક્રમ તા.10 શનિવારે રાત્રે 10 કલાકે રાખેલ છે.

}ગોળીબારરામ દરબાર પરિવાર

આજેરાત્રીના 9 કલાકે પરિવાર દ્વારા સંગીતમય સંકિર્તન નવનીતપ્રિયાજીની હવેલી (મેઘાણીસર્કલ) ખાતે રાખેલ છે.

}બ્રજગોપિકા સેવા મિશન

પૂ.રાસેશ્વરીદેવીજી સ્થાપિત મિશનના ભાવ. યુનિટનો સત્સંગ તા. 11 ને રવિવારે સવારે 7-30 થી 9-30 સુધી રામમંત્ર મંદિરના બેઝમેન્ટના ધ્યાનહોલમાં રાખેલ છે.

}શિવયોગધ્યાન સત્સંગ

પ.પૂ.અવધુત બાબા શિવાનંદજી પ્રેરિત શિવયોગ ધ્યાન સત્સંગ રવિવારે સવારે 8 થી 10 દરમિયાન પ્રોજેકટર દ્વારા ગુરૂઆશીષ સ્કૂલ (મોખડાજી સર્કલ પાસે, રાજારામના અવેડા પાસે, ઘોઘારોડ)ખાતે રાખેલ છે.

}એમ.કે.જમોડહાઇસ્કૂલ

ધો.12સા.પ્ર માર્ચ 17માંએક વિષયમાં નાપાસ થયેલ અને જુલાઇ પુરક પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીએ તા.12 થી 15માં બોર્ડ યાદીમાં સહી કરી જવી. માર્ચ 17નુ પરીણામ, રસીદની ઝેરોક્ષ કોપી સાથે લાવવી.

}ગાંધીમહિલા કોલેજ

બી.એ.,બી.કોમ.,એમ.એ.,એમ.કોમ.ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ તા. 12-6 ને સોમવારે બપોરે 11-30 કલાકે થશે.

િજલ્લાનોંધ

}િવનામૂલ્યે મેડીકલ સાધનો વાપરવા અપાશે

મંગલચેરીટેબલ ટ્રસ્ટ એલઆઇજી 24 સોમનાથ મંદિર પાસે આનંદનગર ખાતે રોજ સવારે 10 થી 12 મેડીકલ સાધનો બેડપાન, યુરીન બેગ, વોકીંગ સ્ટીક, થર્મોમીટર, હોટબેગ, આઇસબેગ, લેટટ્રીન ચેર, વોટરબેડ, પલંગ સ્ટેન્ડ, તથા ઘોડી વિ.સાધનો ફ્રીમાં વાપરવા દેવામાં આવશે. ફોન 2210551

}ટોકનદરે દાંત તપાસ કેમ્પ

મંગલચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 11-6 ના સવારે 10 થી 12 ડો. પાર્થ ઐયર ટોકનદરે દાંત અને પેઢાના રોગની તપાસ કરી આપશે. તા. 10 સુધીમાં નામ નોંધાવી જવા.

}આદર્શનિવાસી શાળા વિ.જા.ભાવ.

રાજયનાવિકસતી જાતિ કલ્યાણ ખાતા દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળા (વિ.મ.) ભાવ.માં બક્ષીપંચ, આર્થિક પછાત બાળકોને વિનામૂલ્યે રહેવા,જમવાની,શિક્ષણ,સ્ટેશનરી વ.સુવિધા સરકાર તરફથી અપાય છે. ધો. 9,10,11,12 (સા.પ્ર.,કોમર્સ)માં પ્રવેશ પ્રક્રિયા શરૂ છે. પ્રવેશ માટે આદર્શ નિવાસી શાળા (યોગેશ્વર મંદિર, રૂવાપરી રોડ)નો સંપર્ક સાધવો.

}હૃદયરોગનાવિનામૂલ્યે ઓપરેશન

શિવશકિત હોલ ક્રેસન્ટમાં તા.11 રવિવારે સવારે 10 થી 12 ગરીબ, આર્થિક રીતે નબળા લોકોને હૃદયરોગ, ડાયાબીટીસ, બીપી તથા અન્ય રોગો માટે વિનામૂલ્યે દર્દીને સારવાર અપાશે. કાર્ડીયોગ્રામ લેબ તપાસ, એન્જીયોગ્રાફી ફ્રીમાં કરી અપાશે.જે દર્દીને હૃદયના ઓપરેશનની જરૂર જણાશે તેમને વિનામૂલ્યે સત્ય સાઇ હાર્ટ હોસ્પીટલ ખાતે ઓપરેશન કરી અપાશે.

}નૈમિષારણ્યસાયન્સ કોલેજ

ટીવાયબીએસસીનુ શૈક્ષણિક કાર્ય તા.12 સોમવાર 11-30 કલાકથી શરૂ થશે.

}દવાનીસેવા માટે દવા મોકલવી

ગરીબોનેમફત દવા મળી રહે તે માટે આપના સગા સંબંધી, મિત્રો અને આપની પાસે પડેલી બિન ઉપયોગી દવાઓ ડ્રગબેન્કને સુર્યદર્શન કોમ્પલેક્ષ રબ્બર ફેકટરી સર્કલ સાંજે 5-30 થી 8-30માં પહોંચતી કરવા સર્વે સેવાભાવી નાગરીકોને અનુરોધ છે.

}સરપી.પી.ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ

સંસ્થાનુવર્ષ 17-18નુ શૈક્ષણિક સત્ર તા.24-6ને બદલે તા.12-6થી શરૂ થશે. એમએસસીઆઇસી સેમે 2,4, બીએસસી સેમે 5,6ની રિએસેસમેન્ટની માર્કશીટ આવી ગયેલ છે. જુની માર્કશીટ સાથે લાવી દિ.2માં મેળવી લેવી.

}સ્વામીસહજાનંદ કોલેજ

એસવાયબીબીએ , એમએસસી આઇટી સેમે 2,4 માર્ચ,એપ્રિલ 17માં લેવાયેલ પરીક્ષાની માર્કશીટ આવી ગયેલ હોય દિ.2માં સવારે 9 થી 1માં મેળવી લેવી.

અન્ય સમાચારો પણ છે...