}નંદાલય હવેલી (સરદારનગર)

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
}નંદાલય હવેલી (સરદારનગર)

આજેસાંજે 6/30 થી 7/30 રસીયા, ઠાકુરજી સન્મુખ સ્વાંગ, તા.13 ને સોમવારે ડોલોત્સવ અંતર્ગત સવારે 5/30 થી 5/45 મંગળાના દર્શન, સવારે 8 ક.વલ્લભકુલના સાિનધ્યમાં િદ્વતીય ખેલ, સવારે 8/30 ક. તૃતીયખેલ, સવારે 9/15 ક.બડો ખેલ, તા.14 ને મંગળવારે િદ્વતીયા પાટ અંતર્ગત સવારે 10/45 ક.ફુલમંડળના મનોરથ રાખેલ છે.

}વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ

િદવ્યજીવન સંઘના ઉપક્રમે વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ તથા વિવેક ચુડામણી પર સ્વામીજીનો વાર્તાલાપનો કાર્યક્રમ આજે સાંજે 5/30 થી 7 િશવાનંદ આશ્રમ, શિવાજીસર્કલ, સુભાષનગર રીંગરોડ પર રાખેલ છે.

}લોકાગચ્છજૈન સંઘ

લોકાગચ્છજૈન સંઘના ઉપાશ્રય શેરડીપીઠના ડેલામાં પધારતા સર્વે દર્શનાર્થીઓને સંઘ તરફથી આજે સવારે 9 થી 12 ભાતુ આપવામાં આવશે.

}ભજનસંધ્યા

િદવ્યજીવન સંઘની ઉપક્રમે સ્વ.ભાવેશ નાગ્રેચાની સ્મૃતિમાં રામદાસ નિમાવતજીનો ભજનનો કાર્યક્રમ તા.13 ને સોમવારે સાંજે 5/30 થી 7/15 માં િશવાનંદ આશ્રમ, શિવાજી સર્કલ, સુભાષનગર રીંગરોડ પર રાખેલ છે.

}બાવનગામભાવસાર સ્થાનિક જ્ઞાિત

િહંગળાજમાતાજીની મહાઆરતી પુનમને રવિવાર તા.12 ના રોજ સાંજે 7/15 ક. જ્ઞાતિની વાડી, સરદારનગર, ભાવનગરમાં રાખેલ છે.

}માતંગીમંદિર (સરદારનગર)

તા.12ના 430 મી રવિસભામાં સવારે 8 ક. નિલેષભાઇ પારેખ સહપરિવાર દ્વારા પ્રસુતા બહેનોને શિરા વિતરણ તથા બાળકોના વોર્ડમાં ફ્રુટ વિતરણ કરવામાં આવશે.સાંજે 7 મહાઆરતીના દર્શન, સ્તુતી, ભજન સંધ્યા ત્યારબાદ સહપરિવાર મહાપ્રસાદ તેમજ દરેક રવિવારે સાંજે 6 ક. માતાજીને પહેરાવેલ સાડી રાહતદરે વિતરણ થશે.

}ગોવર્ધનનાથજીનીહવેલી (પરિમલ)

આજેહોલિકા દહનના પર્વે સાંજે 7/30 થી 8/30 શયનના દર્શન થશે.તા.13 ને સોમવારે ધૂળેટીના પર્વે ડોલોત્સવ અંતર્ગત મંગળા સવારે 5 થી 5/15, પ્રથમ ખેલ સવારે 7/30 થી 8, દ્વિતીય ખેલ સવારે 8/30 થી 9, તૃિતયખેલ સવારે 9/30 થી 10, ચોથોખેલ સવારે 10/30 થી 11, સાંજે 7 થી 7/30 શયનના દર્શન, ઉત્થાપનભોગ સંધ્યા આરતી ભીતરમાં થશે. તા.14ને મંગળવારે િદ્વતીય પાટોત્સવ રાજભોગમાં ગોવર્ધનનાથજી પ્રભુ ફુલમંડળીમાં બીરાજશે.દર્શનનો સમય સવારે 11 થી 11/30નો થશે.

}ઓમકારેશ્વરમંદિરે પ્રાણ પ્રતિષ્ઠા

ભાવનગરપરા રેલવે સ્ટેશન રોડ પરના ઓમકારેશ્વર મંદિરે તા. 13-3 ને સોમવારે બપોરે 12 કલાકે શનૈશ્વર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે.

}અધ્યાત્મવિદ્યામંદિર

પ.પૂ.સ્વાિમનીતત્પરાનંદજીના સંગાથે આજે સાંજે 5/30 થી 6/30 આનંદનો ગરબો, 5 થી 6 એકયુપ્રેશર સારવાર કરવામાં આવશે.અધ્યાત્મ િવદ્યામંદિર, િવદ્યાતીર્થ આશ્રમના હોલમાં, તળાજારોડ, સંસ્કાર મંડળ પાસે, ભાવનગરમાં છે.

}સિધ્ધયોગધ્યાન કેન્દ્ર

ગણેશપુરીસિધ્ધપીઠ (જિ. થાણા)ના અધિષ્ઠાતા પૂ. ગુરૂમાઇ સ્વામી ચિદવિલાઆનંદ પ્રેિરત કેન્દ્રનો અઠવાડીક ધૂન,ધ્યાન,સત્સંગ રવિવારે સાંજે 6 થી 7-30 દિનેશ પંડયાના નિવાસ 8, ચંપા રો હાઉસ, પ્લોટ નં. 1575, દિવડી,રૂપાણીસર્કલ રાખેલ છે.

}ખાટસુરીયાકુટુંબ

તા.13 ને સોમવારે દિહોરમાં સુરધનદાદા દેવશીદાદાએ સવારે 11 કલાકે સમુહ પૂજા તેમજ પ્રસાદ રાખેલ છે.

}મોઢત્રિવેદી બ્રાહ્મણ જ્ઞાતિ

તા.13નેસોમવારે મહિલામંડળ દ્વારા સાંજે 5 કલાકે ભગાતળાવ જ્ઞાતિની વાડીમાં કુળદેવી માતંગી મોઢેશ્વરી માતાનું પૂજનઅર્ચન થશે.

}દશાઝારોળા વણિક જ્ઞાતિ

કુળદેવીહિમજા માતાજીના મંદિરે તા. 12 ને રવિવારે સાંજે 7 કલાકે વજ્રપંજર સ્તોત્રના પાઠ રાખેલ છે.

}ઓમસાંઇ રામદરબાર પરિવાર

પરિવાર(હાદાનગર)ના સંકિર્તન આજે રાત્રે 8-30 કલાકે અધેવાડામાં શિવમંદિરમાં ગૌશાળાના લાભાર્થે રાખેલ છે.

}દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સંઘ

ભકિતબાગઉપાશ્રયમાં આજે ચૌમાસી પાખી પર્વ અને આ.ભ. પૂ. ચંપકગુરૂ ભગવંતની 112 મી જન્મજયંતિ તપ ત્યાગથી ઉજવાશે. સવારે 7-30 થી 8-15 જ્ઞાનશિબિર, 9-30 થી 11 ત્રીરંગી સામાયિક સાથે વ્યાખ્યાન, પૂ. ગુરૂદેવના ગુણગાન, સાંજે 6-45 કલાકે પ્રતિક્રમણ ભાઇઓ માટે ચંપકગુરૂ આરાધના ફલેટમાં અને બહેનોના પ્રતિક્રમણ ભકિતબાગમાં રહેશે. પૂ. ઉમેદગુરૂ જૈન પાઠશાળા સવારે 9-30 થી 12 રહેશે બાદ બાળકોનો જમણવાર રાખેલ છે. પાખી પર્વે આજે પૌષધવ્રત, ચૌવિહાર ઉપવાસ, રાત્રી પૌષધ વ. સોમવારે સવારે તપસ્વીઓના સમુહપારણા ભકિતબાગમાં થશે.

}વડવાજૈન દેરાસરમાં બાળકને પ્રભાવના

પૂ.આ.પ્રબોધચન્દ્રસૂરિ મ.સા.ના શિષ્ય મલયચન્દ્ર મ.સા.ની પ્રેરણાથી 7માં વર્ષના તા. 12ને રવિવારે સવારે 8 થી 9-30 સમસ્ત ભાવનગરના જે બાળકો વડવા દેરાસરમાં પૂજા કરવા આવશે તેને કિર્તીભાઇ તારાચંદભાઇ શાહ (મોણપુરવાળા) તરફથી પ્રભાવના કરાશે.

}શ્રીરામઅખંડ રામધૂન

દરરવિવારે રાત્રીના 8 થી 9-30 સુધી સંત સેવારામ મંદિર, સિંધુનગર ખાતે અખંડ રામધૂન રાખેલ છે.

}કૈલાસ-માનસરોવરનીયાત્રા

યાત્રા-2017નાઓનલાઇન ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ થઇ હોય યાત્રા અંગેની વધુ માહિતી માટે કમલેશ ધોળકીયા(એફ-101, ચંપા રેસીડેન્સી, રૂપાણી જૈન દેરાસર સામે, મો.9428112300) નો સંપર્ક સાધવો. છેલ્લી તા. 15-3-17 છે.

}યુગનિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ

ગાયત્રીપરિવારના પરિજનો આજે હોલીકાદહનના કાર્યક્રમને શાંતિકુંજ હરીદ્વાર પ્રેરીત અશ્લીલતા નિવારણ દિવસ તરીકે ઉજવશે.

વિવિધકાર્યક્રમ

}હરતુ ફરતુ પુસ્તકાલય

બળવંતપારેખ વિજ્ઞાનનગરી દ્વારા હરતુ ફરતુ પુસ્તકાલય શરુ કરેલ છે.રવિવારે સવારે 8 થી 9 વિકટોરીયાપાર્ક, 9 થી 9/45 વિજયરાજનગર સર્કલ, 10 થી 11 દેવુબાગ, ઉકાળા કેન્દ્ર 11 થી 11/30 વિદ્યાનગર ચોક, 11/30 થી 12/45 ફુલવાડી ચોક, 3/30 થી 4/30 ભગવતી સર્કલ, કાળીયાબીડ, 4/30 થી 5/30 સાગવાડી, કાળીયાબીડ થઇને વિજ્ઞાનનગરી પરત ફરશે.

}સજીવખેતીનુ વેચાણ

મીઠીવિરડી વિસ્તારના ખેડુતભાઇઓઅે સજીવખેતી દ્વારા બનાવેલ ફળ ચીકુ, પપૈયા, નાિળયેર, શાકભાજીમાં સરગવો, ટમેટા, કોબી, ફલાવર, મેથી, કોથમરી, લસણ, લીંબુ, ડુંગળી વિગેરેનુ વેચાણ દર રવિવારે િવજ્ઞાનનગરી, આંબાવાડી, ભાવનગરમાં સાંજે 3 થી 6 માં રાખેલ છે.

}શિક્ષાતાલિમ કાર્યક્રમ

મહાનગરપાિલકાનીશાળાઓમાંથી ધો.8 માં ભણતા તેજસ્વી બાળકો માટે બળવંતપારેખ વિજ્ઞાનનગરી, સ્વ.િનરંજનભાઇ કાપડીયાના કુટુંબીજનો દ્વારા સુપર-30 શિક્ષા તાિલમ કાર્યક્રમ અંતર્ગત પસંદગી પામેલ િવદ્યાર્થીઓને તજજ્ઞ શિક્ષકો દ્વારા રાબેતા મુજબ સવારે 9 થી 1 માં શિક્ષણ આપવામાં આવશે.

}અગિયાળીનાના બહુચરાજી મંદિર

અગિયાળીનાના બહુચરાજી મંદિર ખાતે આજે સવારે 9 થી રાત્રે 9 સુધી મુંજવતા પ્રશ્નો અંગે ભગવાનભાઇ િવનામૂલ્યે સેવા આપશે.

}ફ્રીરસીકરણ કેન્દ્ર

ભાવ.મહાનગરપાિલકાનીસહકારથી ફ્રી રસીકરણ દર ગુરૂવારે સાંજે 4 થી 6 માં બીસીજી, પોલીયા, િહપેટાઇટીસ-બી, િવટામીન-એ, િત્રગુણી તથા ધનુરની રસી તેમજ રૂબેલાની રસી પીએનઆર હોસ્પટલ દ્વારા સોમથી શનિ 9 થી 6 સુધી પી.એન.આર.હોિસ્પટલ, અંધશાળા કેમ્પસ, વિદ્યાનગર, ભાવનગર ફોન નં.0278-2431150 પર આપવામાં આવશે.

}પી.એન.આર.હોિસ્પટલ

કાર્ડિયોલોજીસ્ટડો.રમેશભાઇ કાપડીયા દ્વારા પ્રયોજીત યુનિવર્સલ હિલીંગ સેન્ટરમાં વીિડયો કેસેટ દ્વારા હળવી કસરત, શ્વાસન, ધ્યાન વિનામૂલ્યે તેમજ દર મંગળ, શુક્રવારે સાંજે 6 થી 6/45 પી.એન.આર.હોિસ્પટલ, બીજા માળે, પ્રાર્થનાખંડ, અંધશાળા કેમ્પસ, િવદ્યાનગર, ભાવનગરમાં રાખેલ છે.અા અંગે સંસ્થાનો સંપર્ક કરવો.

}અાર્યસમાજ

આર્યસમાજ,ભાવનગર દ્વારા હોળી નવસસ્યેષ્ટી પર્વ નિમિતે સાંજે 5/30 થી 7 બૃહદ યજ્ઞ તથા પ્રવચન આર્યસમાજ, સરદારનગર ખાતે રાખેલ છે.

}વડવાસમસ્ત બ્રહ્મસમાજ યુવા ગ્રૂપ

તા.30/4ને રવિવારે ગ્રૂપ દ્વારા સમુહ યજ્ઞોપવિતનુ આયોજન કરેલ છે.જોડાનાર બટુકોના વાલીઓ ફોર્મ લઇ ગયા તેઓએ સંપૂર્ણ વિગત ભરી વડવા બ્રહ્મસમાજ યુવા ગ્રૂપ કાર્યાલય, વડવાચોરા ખાતે પહોંચતા કરવા.

}લોહાણાજ્ઞાિત જોગ

અખિલસૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના અને મહિલા મંડળ સંચાિલત તથા લોહાણા વિદ્યાર્થીભવનના સહયોગથી જ્ઞાતિના 3 થી 13 ના બાળકો માટે દર શનિ, રવિ સાંજે 5 થી 7 માં નિશુલ્ક રઘુવંશી ચાઇલ્ડ પ્લે ટાઇમ અવે રઘુવંશી લાઇબ્રેરીનુ અાયોજન તેમજ હોળી મહોત્સવનુ આયોજન રવિવારે લોહાણા વિદ્યાર્થી ભવન, િપલગાર્ડન સામે, ભાવનગર કરેલ છેે

}પેટનારોગની વિનામૂલ્યે સારવાર

સ્વામીવિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોેલેજ હોસ્પિટલ સંચાલિત સંસ્થાની કોલેજ ઓપીડી સીદસર ખાતે તા. 14-3 ને મંગળવારે સવારે 9 થી 6 પેટના રોગો માટે નિષ્ણાંતોની ટીમ દ્વારા તદ્દન વિનામૂલ્યે સારવાર અપાશે.

}રોટરીકાયમી રસીકરણ કેન્દ્ર

રોટરીકલબ ઓફ ભાવ. દ્વારા દર રવિવારે સવારે 9-30 થી 11-30 દરમિયાન રોટરીહોલ, ઘોઘાસર્કલ ખાતે કાયમી રસીકરણ કેન્દ્ર ચાલે છે. જેમાં પોલીયો,ડી.ટી.ટી. (ત્રીગુણી), બી.સી.જી., ઓરી, ટી.ટી.,પેન્ટા, હિપેટાઇટીસ-બી વ. રસીઓ વિનામૂલ્યે તેમજ અેમ.એમ.આર., ટાઇફોઇડ, હિપેટાઇટીસ-એ,ચીકનપોક્ષ, ટોટા વાઇરસ,ન્યુમોકોકલ, રૂબેલા, હિબ વ.રસીઓ રાહતદરે અપાશે.

}બોર્ડનાપરીક્ષાર્થીઓ માટે ગાયત્રીયજ્ઞ

ધો.10,12 અને અન્ય પરીક્ષા આપનારાઓના હિતાર્થે શુભેચ્છા ગાયત્રી યજ્ઞ તા. 12-3 ને રવિવારે સવારે 9 થી 12 વિનોદીબેન માર્કન્ડરાય ત્રિવેદીના ઘરે (ગીતાધ્વની,લક્ષ્મીનારાયણ સોસાયટી,સુભાષનગર) માં રાખેલ છે.

}શ્રીમાળીબ્રાહ્મણ મહિલા મંડળ

બહેનોમાટે તા. 20-3 થી 3 દિવસનો ભીનમાળનો પ્રવાસ યોજાશે. નામ નોંધાવવા માટે ફોન નં. 262503 અથવા 9825951771 પર સંપર્ક સાધવો. તા. 15-3 સુધીમાં નામ નોંધાવવા.

}શાંતિલાલશાહ ફાઉન્ડેશન -જ. હોસ્પિટલ

ફાઉન્ડેશનજ. હોસ્પિટલના તમામ ઓપીડી વિભાગો તેમજ જીમ અને ફિટનેસ સેન્ટર તા. 13 ને સોમવારે ધૂળેટીના તહેવાર નિમીત્તે બંધ રહેશે.

}હોિમયોપેથીકકોલેજ બંધ રહેશે

સ્વામીવિવેકાનંદ હોમિયોપેથીક મેડીકલ કોલેજ,સીદસર,ગાયત્રીનગર, સરદારનગર, યુનિ.હેલ્થ સેન્ટરના હોમિયોપેથીક ઓ.પી.ડી. તેમજ કોલેજના વિભાગો તા. 13 ને સોમવારે ધૂળેટી નિમીત્તે બંધ રહુેશે. તા. 14 ને મંગળવારથી વિભાગો નિયમીત ચાલુ રહેશે.

}એલ.જી.કાકડીયાસે./હા.સે.સ્કૂલ

માર્ચ-17ધો.10 ની પરીક્ષાનુ સેન્ટર ફાળવવામાં આવેલ છે જે બોર્ડ તરફથી એસઆર આપવામાં આવેલ છે.તેમાં શ્રી એલ.જે.કાકડીયા સે.સ્કૂલ, હરીઅનનગર, ભાવનગર લખીને આવેલ છે તેને બદલે સાચુ નામ, સરનામુ શ્રી એલ.જે.કાકડીયા સે./હા.સે.સ્કૂલ, હરીઓમનગર, કાળવીબીડ, ભાવનગર સેન્ટર છે.

}સરકારીમાજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ

શાળામાંચાલુ વર્ષે ધો.10-12 માં અભ્યાસ કરતી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થિનીઓ પૈકી જે બહેનોને ઉચ્ચ અભ્યાસ માટે નોનક્રિમિલીયર સર્ટી. કઢાવવાનુ હોય તેવી બહેનોએ િદન-5 માં જરૂરી ફી ભરી શાળા સમયમાં આવી ફોર્મ લઇ જવા.

}નૈમિષારણ્યસાયન્સ કોલેજ

માર્ચ-2017માં લેવાનારી એસ.વાય.બી.એસસી.ની પ્રેકટીકલ પરીક્ષાનું ટાઇમટેબલ અને સીટનંબર કોલેજના નોટીસબોર્ડ પર મુકાયેલ છે.

મીિટંગ-બેઠક

}ભાવ. બાજ ખેડાવાળ યુવક મિત્ર મંડળ

મિત્રમંડળના હોદેદારો, ટ્રસ્ટીઓ અને શુભેચ્છકોની મીટીંગ તા. 12 ને રવિવારે સવારે 10-30 કલાકે જ્ઞાતિની બોર્ડિંગે મળશે.

અન્ય સમાચારો પણ છે...