તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોઘા-કુડાના પાનવાળા ટોબેકો સ્કવોડની ઝપટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારનારાષ્ટ્રિય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જીલ્લા કલેક્ટર દ્વારા તમાકુ નિયંત્રણ સ્ક્વોડની રચના બાદ છેલ્લા ત્રણ દિવસથી જીલ્લામાં થઇ રહેલી કામગીરી દરમ્યાન ઘોઘા અને કુડા ગામમાં થઇ રહેલી કામગીરી દરમ્યાન નાના બાળકોને તમાકુ વેચવા તેમ શાળાના વિસ્તાર નજીક તમાકુની બનાવટ વેચવા સહિતના મામલે 18 દુકાનધારકો પાસેથી રૂ. 5950નો દંડ વસુલવામાં આવ્યો છે. સ્ક્વોડ દવારા કોટ્પા-2003 અંતર્ગત કાર્યવાહી થઇ રહી છે. કાર્યવાહીથી પાનમાવાની દુકાનમાં ગેરકાયદે રીતે તમાકુ વેચતા વેપારી�ઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...