તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સાહિત્ય તેમજ લલિત કળા વિભાગની નિ:શુલ્ક તાલીમ શિબિરનો થશે પ્રારંભ

સાહિત્ય તેમજ લલિત કળા વિભાગની નિ:શુલ્ક તાલીમ શિબિરનો થશે પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બોર્ડ �ઓફ કલ્ચરલ એકટીવીટીઝ અંતર્ગત તા. 5 અને 6 સપ્ટેમ્બર દરમિયાન સાહિત્ય અને લલિતકળા વિશે નિ:શુલ્ક કાર્યશિબિર યોજાશે. જેમાં યુનિ.ની વિવિધ વિદ્યાશાખા�ઓમાં અભ્યાસ કરતા અને સંબંધિત કળામાં રસરૂચિ ધરાવતા 100 થી વધુ વિદ્યાર્થી�ઓ પ્રતિનિધિ તરીકે સહભાગી બનશે.

તા.5-9 ને મંગળવારે સવારે 9-30 કલાકે કુલપતિ ડો. એસ.એન.ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાનારા ઉદઘાટન કાર્યક્રમમાં સુપ્રસિધ્ધ કવિ વિનોદ જોશી અને ચિત્રકાર ભરત પંડયાના હસ્તે શિબિરનું ઉદઘાટન થશે. સાહિત્ય વિભાગની કાર્યશિબિરમાં વકતૃત્વ કલા અંગે ડો. આશિષ શુકલ,પ્રા. હિમલ પંડયા,યશપાલસિંહ ગોહિલ વ. માર્ગદર્શન આપશે. જયારે કાવ્યપઠન કલા અંગે કવિ વિનોદ જોશી, પ્રો. મહેન્દ્રસિંહ પરમાર તેમજ હિમલ પંડયા માહિતી આપશે. સમાચારવાંચન (ન્યુઝ રીડીંગ) અને સભા સંચાલન અંગે મીડીયાકર્મી�ઓ માર્ગદર્શન આપશે.

લલિત કલા વિભાગની કાર્યશિબિરમાં ભરત પંડયા, કૃષ્ણ પડિયા, કુ. રક્ષા ભટ્ટ, પિયુષ ઠકકર તેમજ અશોક પટેલ દ્વારા તત્કાળ ચિત્ર, કાર્ટુનીંગ,કોલાઝ, ઇન્સ્ટોલેશન,સ્પોટ ફોટોગ્રાફી અને કલે મોડેલીંગનું માર્ગદર્શન અને તાલીમ અાપવામાં આવશે. સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા બંને દિવસ વિદ્યાર્થી�ઓના ભોજનની વ્યવસ્થા કરાઇ છે. જયારે બહારગામના વિદ્યાર્થી�ઓને રાત્રી નિવાસની સુવિધા અપાશે.લલિતકલા વિભાગના તાલીમાર્થી�ઓએ સાધન સામગ્રી લઇને આવવાનું રહેશેે. તેમજ તાલીમાર્થી�ઓએ પોતાની સંસ્થાનું અધિકૃત �ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે અને મંગળવારે સવારે 9 કલાકે યુનિ.ના �ઓલ્ડ બિલ્ડિંગમાં જુના કોર્ટહોલમાં અચૂક રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.

શિબિરમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે

કલા | બોર્ડ ઓફ કલ્ચરલ એકટીવીટી અંતર્ગત એમ.કે.બી. યુનિ.માં

અન્ય સમાચારો પણ છે...